________________
આપ્તવાણી-૮
૧૬૯
૧૭૦
આપ્તવાણી-૮
એકને ઓળખીશ તો ચાલશે. આ ઘઉં ને કાંકરા વીણવા હોય તો એમાં કાંકરા એકલા ઓળખે તો ચાલે કે ના ચાલે ?
પ્રશ્નકર્તા: કાંકરા ઓળખીએ એટલે બાકી ઘઉં રહ્યા.
દાદાશ્રી : એટલે ‘એકને જાણશો તો બેઉ જાણશો' કહે છે. એટલે અમે તમને ‘શુદ્ધાત્મા’ જણાવીએ છીએ. એટલે બાકી બધું જાણી ગયા.
આ લોકો કેવું બોલે છે? ‘અરે બેન, ઘઉં વીયા કે ?” અને વીણતી હોય કાંકરા એ ! એટલે આપણી આ ભાષા તો જુઓ ! આપણે ત્યાં જઈએ, ને કહીએ કે ‘તમે તો કહેતા હતા ને કે ઘઉં વીણું છું અને તમે તો કાંકરા વીણો છો ? ત્યારે કહે, “ના, ઘઉં જ વીણું છું ને !” પણ જો કાંકરા વીણતા હોય છે ને ! કેમ આવું બોલતા હશે લોકો ?!
પ્રશ્નકર્તા ઃ સાચી સમજ નહીં ને !
દાદાશ્રી : આ સંસાર બ્રાંતિ સ્વરૂપ છે ને, તે બધી વાતો ય ઊંધા રૂપે હોય !
આત્મા નિર્ગુણ કે અતંત ગુણધામ ? કૃષ્ણ ભગવાને જે ફોડ પાડ્યો છે, એ ફોડને જ જો સમજી જાય તો ય સાચો ભક્ત થાય. કૃષ્ણ ભગવાને તો સાયન્સ બધું બહાર પાડ્યું છે અને એમણે કહ્યું કે, ચાર વેદ ત્રિગુણાત્મક છે. આ ચાર વેદો તો લોકોને માટે છે. પણ જેને મોક્ષે જવું હોય તે આ ચાર વેદથી આગળ આવો, ગીતામાં આવો.
પ્રશ્નકર્તા : આપે ત્રિગુણાત્મકની વાત કરી, પણ કહેવાય છે કે આત્મા તો નિર્ગુણ છે ને ?
દાદાશ્રી : આ જે માન્યતા છેને, આત્મા નિર્ગુણ છે, એ ભૂલ ભરેલી માન્યતા છે. આ દુનિયામાં પથરો ય ગુણ વગર નથી, એ પથરો ઢેખાળાનાં પણ કામમાં લાગે ને ?
એટલે આત્મા તો પરમાત્મા છે. એની મહીં બહુ અનંતા ગુણો છે. આ નિર્ગુણનું તમને સમજાવું. શાસ્ત્રકારોએ નિર્ગુણ કહ્યું, પણ લોકો પોતાની
ભાષામાં સમજી ગયા. પોતાની ભાષામાં સમજે એટલે ફળ મળે ખરું ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : આ શું કહેવા માંગે છે ? કે પ્રકૃતિના ગુણે કરીને આત્મા નિર્ગુણ છે. પ્રકૃતિનો એક ગુણ આત્મામાં નથી. અને પોતાના જે સ્વાભાવિક ગુણો છે, એનાથી ભરપૂર છે. આપને આ સમજમાં આવ્યું ? પ્રકૃતિનો એક પણ ગુણ આત્મામાં નથી, માટે નિર્ગુણ કહ્યું.
તથી નિર્ગુણ જગતમાં કોઈ ! પ્રશ્નકર્તા : પણ એવું કહ્યું છે કે નિરાકાર, નિર્ગુણ બ્રહ્મને તમે જે રીતે ભજો એ રીતે તમારી સામે સાક્ષાત હાજર થાય છે. એટલે સાકાર સ્વરૂપે એવું દર્શન પામી શકાય છે.
દાદાશ્રી : એવું છે ને, આ લોકોને જે બ્રહ્મ આપ્યો હતો ને તે ભ્રમણાનો બ્રહ્મ હતો. બ્રહ્મ નિર્ગુણ છે જ નહિ. આ તો ભ્રમણાનો બ્રહ્મ છે, આ તો લોકો અણસમજણથી પોતાની ભાષામાં ગમે તેમ ઠોકાઠોક કરે છે.
પ્રશ્નકર્તા : પણ, ‘બ્રહ્મ છે શું’ એ કહો ને !
દાદાશ્રી : એ મૂળ વસ્તુ છે. તે અવિનાશી છે. બધા એના કેટલાં ય, પાર વગરના ગુણો છે. હવે એને નિર્ગુણ, નિર્ગુણ કરીને ઠોકી બેસાડ્યું અને એટલે સહુ કોઈ લોકો પણ એવું કહે છે. ત્યારે મારે કહેવું પડે છે, કડક શબ્દમાં કહેવું પડે છે કે “અલ્યા, પથરામાં ય ગુણ હોય છે.’ પથરો ય ચટણી વાટવા ચાલે કે ના ચાલે ?
પ્રશ્નકર્તા : હા, ચાલે.
દાદાશ્રી : અને અલ્યા, આત્મા એકલો જ નિર્ગુણ ? એટલે કઠણ શબ્દોથી જરા સમજણ પાડવી પડે ને ? કે આવું ક્યાં સુધી તમે માનશો ? ને આવું માનશો તો ક્યારે આત્મા પ્રાપ્ત થશે ?
એટલે વસ્તુસ્થિતિમાં પથરાને પણ ગુણ છે. પણ આત્માને આ લોકો નિર્ગુણ કહે છે, એવું બધાં લોકોએ કહ્યું તેથી આખી વાત ઊંધી થઈ