________________
૧૬૮
આપ્તવાણી-૮
આપ્તવાણી-૮
૧૬૭ છે. આ જડને જ જો આત્મા માને તો પછી આત્માની શી દશા થશે ? જો બધે જ ઘઉં છે તો વીણવાનું શું રહ્યું ? ઘઉં ને કાંકરા ભેગાં હોય અને કહે કે આ એકલા ઘઉં જ છે તે પછી વીણવાનું જ ક્યાં રહ્યું ?
આ બજારમાંથી તમે ઘઉં લેવા જાવ, ત્યારે તમે વેપારીને શું કહો ? કાંકરા લાવો એમ કહો કે ઘઉં લાવો એમ કહો ? શું કહો ?
પ્રશ્નકર્તા : ઘઉં લાવો એવું જ કહેવું પડે. દાદાશ્રી : ક્યાંના ઘઉં એવું ના કહેવું પડે ? પ્રશ્નકર્તા : હા, ગ્વાલિયરનાં ઘઉં.
દાદાશ્રી : હા, પછી તમે કહો કે મને જરા ઘઉં કેવા છે બતાવો. એટલે એ તરત સોયો ઘાલતા થોડાં ઘઉં કાઢશે, ‘જુઓ આખી ગૂણી આવાં ઘઉંની જ છે.' પછી વેપારીઓને ઘઉંની ગૂણી કહેશે. લોકો ય એને ઘઉંની ગૂણી જ કહેશે. અને ઘેર લાવીએ ત્યારે બાઈ શું કહેશે ? “એને વીણવા પડશે.” “અરે, હું તો આ ઘઉં જ લાવ્યો છું, આમાં શેનું વીણવાનું હોય તે ? હું લાવ્યો છું જ ઘઉંને !' એવું તમે કહો. ત્યારે બાઈ કહેશે, ‘તમારામાં અક્કલ નથી. ઘઉં-કાંકરા સાથે જ હોય. એનું નામ ઘઉં કહેવાય.” ત્યારે તમે કહો, ‘પણ બજારમાં , બધાં એને ઘઉં કહેતાં હતાં ને !' એટલે વ્યવહારમાં એવું જ કહેવાય. વ્યવહારમાં એને ઘઉં જ કહેવાય, પણ કાંકરા સહિત હોય. માટે ઘેર લાવીને કાંકરા વીણવા પડે. વ્યવહાર આવી છે. વ્યવહાર આવું બોલે કે આ ઘઉંની ગૂણ. આપણે કહીએ કે, ‘પણ અલ્યા, મહીં કાંકરા છે ને !' ત્યારે કહેશે, “ના, એવું ના બોલાય, આ ગૂણ ઘઉંની જ છે !!! એનું નામ વ્યવહાર. આપણે વ્યવહારને સમજવો પડે ને !
હું તમારે ત્યાં આવ્યો અને સવારમાં બ્રશ કરવાનું થાય ત્યારે હું કહ્યું કે, “દાતણ લાવો.” એટલે તમે શું શું ચીજ લાવીને મૂકી દો ?
પ્રશ્નકર્તા : બ્રશ, ટૂથપેસ્ટ બધું મૂકવું જોઈએ. દાદાશ્રી : હા, લોટો, પાટલો બધું ય લાવોને ? પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : પણ હું એકલું જ તમને દાતણ લાવવાનું કહું તો ય તમે આ બધી ચીજ કેમ લાવ્યા ? હા, એટલે વ્યવહાર આવી છે. બોલે આટલું જ, પણ તમારે બધું સમજી લેવાનું. એટલે વ્યવહાર સમજવો જોઈએ. આપણે એકલું બ્રશ લઈને કહીએ ‘લ્યો આ બ્રશ.’ તો પેલો શું કહે, કે ‘ટૂથપેસ્ટ લાવો, પાણી લાવો. ફલાણું લાવો.” તે પાછો ડખો થાય બધો. એનાં કરતાં આપણે વ્યવહારને સમજી લઈએ.
એટલે વ્યવહારમાં એ ઘઉં કહેવાય ખરાં, પણ એની મહીં કાંકરા પણ હોય. એવી રીતે આ વ્યવહારમાં ‘બધે આત્મા છે' એવું જે કહ્યું છેને તે આવી રીતે કહ્યું છે. ઘઉં છે ને કાંકરા એની જોડે છે. એવું આત્મા છે અને અનાત્મા ય જોડે છે. બધે આત્મા છે, એ ખરી રીતે એવું નથી. પણ એ વાત બધી સમજવી પડે તો ઠેકાણું પડે.
એટલે આનો અર્થ લોકો અવળું સમજ્યા કે બધા આત્મા છે, એટલે થાંભલામાં ય આત્મા છે, ભીંતમાં ય આત્મા છે. એટલે બધું ઊંધું જ સમજ્યા. એટલે ઘઉં ને કાંકરા કશું જોવાનું જ ના રહ્યું. બધા ય ‘ઘઉં જ છે' કહેશે, તો એની આપણે ના નથી કહેતાં. પણ એ વેપારીઓ માટે ઘઉં જ છે. પણ ખાનારને માટે તો ઘઉં ને કાંકરા બે ભેગાં જ છે ને ? વેપારીઓ માટે શું છે ?
પ્રશ્નકર્તા : ઘઉં જ છે.
દાદાશ્રી : હા, તે આ જેટલા વેપારીઓ છે ને, એમને માટે આવું છે. પણ ખાનારે તો સમજવું જ જોઈએ ને ! નહીં તો બધે જ ભગવાન છે, તો પછી સાચા ભગવાન ક્યારે જડે તે ?
એટલે લોકો એમ સમજ્યા કે બધામાં આત્મા છે, એનો અર્થ જ નહીંને કશો ! ‘બધાં ઘઉં છે' એ તો વેપારી એવું બોલે. કંઈ વેપારી એમ બોલે કે ‘ઘઉં ને કાંકરા બે છે ?” તો તો આપણે એમ કહીએ કે, “કાંકરાને બાદ કરી નાખ.' પણ વેપારી એમ કહે, ‘બધા ય ઘઉં છે.’ પણ ખાવા હોય તેને ઘઉં ને કાંકરા બે છે.
એટલે કાં તો કાંકરાને ઓળખ ને કાં તો ઘઉને ઓળખ, બેમાંથી