________________
આપ્તવાણી-૮
૧૬૫
દાદાશ્રી : હા. પ્રમેય એટલે, આ શરીર એ પ્રમેય ગણાય અને આ બ્રહ્માંડે ય પ્રમેય ગણાય. આત્મા પોતે પ્રમાતા છે. અત્યારે આત્મા આ દેહમાં છે, તો અત્યારે આત્માનું લાઈટ કેટલું હોય ? એનું પ્રમાણ કેટલું હોય ? કે આ દેહ પૂરતું જ ! હવે સંપૂર્ણ જ્ઞાન હોય અને આ શરીર છૂટી જાય, તો એ લાઈટનું પ્રમાણ કેટલું થઈ જાય ? આખા પ્રમેયમાં, આખા બ્રહ્માંડમાં એ લાઈટ ફેલાઈ જાય. પ્રમેય પ્રમાણે પ્રમાતા થઈ જાય. જેવું ભાજન હોય તે પ્રમાણે લાઈટ થઈ જાય ! એટલે કેવળજ્ઞાન થયા પછી જો દેહ છૂટી જાય તો આ પ્રમાતા છે, એ આખા પ્રમેયમાં ફેલાઈ જાય, પોતાનું લાઈટ આખા બ્રહ્માંડમાં ફેલાઈ જાય. અત્યારે પ્રમાણ કેટલું છે ? ત્યારે કહે, ‘આ દેહ પૂરતું જ છે !’
ઘડામાં લાઈટ મૂક્યું હોય તો તે જાડું હોય, ઘડો ફૂટી જાય તો રૂમમાં લાઈટ ફેલાય, પછી તે લાઈટ પાછું પાતળું થઈ જાય. એટલે આ લાઈટ જેમ વધારે ફેલાય તેમ વધારે પાતળું થતું જાય. કારણ કે એ તો પૌદગલિક પ્રકાશ છે. અને આત્માનું લાઈટ પાતળું ના થાય, એ લાઈટ તો ગમે તેટલું ફેલાય, આખા બ્રહ્માંડમાં ફેલાય તો ય એવું ને એવું જ રહે !!
સાપેક્ષ દ્રષ્ટિએ સર્વવ્યાપક !
એટલે ‘આત્મા સર્વવ્યાપક છે’ એ બધાં સાપેક્ષ વાક્યો છે, એને લોક નિરપેક્ષ માની અને ઊંધું બાફે છે અને ચોપડવાની પી જાય છે. એ સાપેક્ષ છે, એટલે શું ? કે બધાં મનુષ્યો મરે છે ત્યારે આત્મા સર્વવ્યાપક થતો નથી. જ્યારે કેવળી કે તીર્થંકર નિર્વાણ પામે ત્યારે એમનો આત્મા જે બહાર નીકળે છે તે આખા બ્રહ્માંડમાં પ્રકાશમાન થાય છે, સર્વવ્યાપક થાય છે. એ દ્રષ્ટિએ, સાપેક્ષ દ્રષ્ટિએ આત્મા સર્વવ્યાપક છે. કાયમનો સર્વવ્યાપક નથી. ત્યારે આપણા લોકો તો એને સર્વવ્યાપક, સર્વવ્યાપક, સર્વવ્યાપક ગા ગા જ કર્યા કરે છે. બાકી આ મનુષ્યને જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી એનું અજવાળું બહાર પડતું નથી. એ તો ‘ફુલ’ જ્ઞાન થાય ત્યારે એ આખા બ્રહ્માંડમાં પ્રકાશ થાય. અને તમારામાં આત્મા તો એવો જ છે, પણ તે નર્યો આવરાયેલો છે.
આત્મા મોક્ષે જાય છે ત્યારે આખો પ્રકાશ બધે જ બ્રહ્માંડમાં ફેલાય
૧૬૬
આપ્તવાણી-૮
છે. સર્વવ્યાપક પ્રકાશ તે બ્રહ્માંડમાં ફેલાય છે. એ દ્રષ્ટિએ સર્વવ્યાપક છે. અને આમ જે ભગવાન દેખાય છે. તે તો દિવ્યચક્ષુથી દેખાય છે. અને તે પણ સામું ક્રિએચર હોય તો દેખાય, નહીં તો ક્રિયેશન હોય તો ના દેખાય. આ તો ‘ગોડ ઈઝ ઈન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઈન્વિઝિબલ, નોટ ઈન ક્રિયેશન !' આ મશીનની મહીં ભગવાન નથી. તે આપણા લોકોએ દરેક જગ્યાએ ભગવાન છે’ એવું ઠોકી બેસાડ્યું.
જગતમાં બધે જ આત્મા ?
આખું બ્રહ્માંડ ક્રિએચરથી, જીવોથી જ ઠાંસી ઠાંસીને ભરેલું છે અને એ જીવોની મહીં ચેતન રહેલું છે. હા, એટલે જીવોમાં જડ અને ચેતન, બે ભાગ છે. અને ચેતન એ શુદ્ધ ચેતન છે, એ જ આત્મા છે, એ જ પરમાત્મા છે.
પ્રશ્નકર્તા : એટલે બધે ઠેકાણે આત્મા સિવાય બીજું કંઈ છે જ નહીં ? દાદાશ્રી : ના. આત્મા એકલો નથી. દરેક જીવમાં અનાત્મા પણ છે
ને આત્મા પણ છે. અને સર્વવ્યાપીનો અર્થ તો જુદો છે, પણ આ લોકો તો સમજ્યા વગર બધું ઊંધું લઈ બેઠાં છે. એવું જો સર્વવ્યાપી હોય ને તો સંડાસ કરવા ક્યાં જવું ? આમ ઘરમાં સંડાસ અને રસોડું જુદું રાખે છે ને ?! બધામાં ભગવાન રહે તો આપણે ક્યાં લાકડાં સળગાવવાં ને ક્યાં લાકડાં ના સળગાવવાં ? એટલે જરા સદ્વિવેક તો સમજવો પડેને ?! કૃષ્ણ ભગવાને જડ અને ચેતન, આત્મા અને અનાત્મા એમ બે કહ્યાં છે.
આ ચેતન અને જડ એ જુદી જુદી બે વસ્તુઓ છે. જડ છે એને તમે વાપરી શકો, પણ ચેતનને તમે મારો તો તમને પાપ લાગશે. ઝાડ છે એમાં ચેતન રહેલું છે. એને કાપશો, બાળશો તો પાપ લાગશે. અને અહીં ગમ્મે તેવું લાકડું પડ્યું હોય તેને બાળી નાખો તો વાંધો નહીં. કારણ
કે એમાં ચેતન નથી.
‘તાદૃશ' દ્રષ્ટાંતમાં, ‘મૌલિક ફોડ' !!
એટલે કૃષ્ણ ભગવાને ફોડ પાડ્યો કે આત્મા અને અનાત્મા બે વસ્તુ