________________
અહિંસા
૩૮
અહિંસા
માંસ ના ખાઈશ તું. હવે એથી ય આગળ વધવું છે, તો એને કહ્યું કે, ‘તું કંદમૂળ ખાજે.' એથી પણ આગળ વધવું હોય તો એને અમે કહીએ,
આ કંદમૂળ સિવાય દાળભાત, રોટલી, લાડવા, ઘી, ગોળ બધું ખા.” અને એથી આગળ વધવું હોય તો આપણે કહીએ કે, “આ છ વગઈ છે – ગોળ, ઘી, મધ, દહીં, માખણ ને એ બધું બંધ કર ને આ દાળ-ભાતરોટલી-શાક ખા.” પછી આગળ આ કશું રહેતું નથી.
આ પ્રમાણે ખોરાકના ભાગ છે. એમાં જેને જે ભાંગો પસંદ પડે તે લે. આ બધા રસ્તા બતાવેલા છે. આ રીતે ખોરાકનું વર્ણન છે. અને આ વર્ણન જાણવા માટે છે, કરવા માટે નથી. આ ભાંગા શેને માટે ભગવાને પાડ્યા છે ? કે આવરણ તૂટે એટલા માટે. આ રસ્તે ચાલે તો મહીં આવરણ તૂટતા જાય.
વિજ્ઞાત સત્રિભોજન તણું ! પ્રશ્નકર્તા : રાત્રિભોજન અંગે કંઈક માર્ગદર્શન આપો. જૈનોમાં એ નિષેધ છે.
દાદાશ્રી : રાત્રિભોજન જો ન કરાય તો એ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે. એ સારી દ્રષ્ટિ છે. ધર્મને ને એને લેવા-દેવા નથી. છતાં આ તો ધર્મમાં ઘાલેલું, એનું કારણ શું ? કે જેમ શરીરની શુદ્ધિ હોય એટલું ધર્મમાં આગળ વધે. એ હિસાબે ધર્મમાં ઘાલેલું. બાકી, ધર્મમાં કંઈ એની જરૂર નથી. પણ શરીરની શુદ્ધિ માટે સારામાં સારી વસ્તુ એ છે.
પ્રશ્નકર્તા ઃ તો આ વીતરાગોએ લોકોને જે કહ્યું કે રાત્રિભોજન ન લેવું. એ પાપ-પુણ્ય માટે હતું કે શારીરિક તંદુરસ્તી માટે હતું ?
દાદાશ્રી : શારીરિક તંદુરસ્તી અને હિંસા માટે ય કહેલું. પ્રશ્નકર્તા : પણ રાત્રિભોજન શા માટે ન લેવું જોઈએ ?
દાદાશ્રી : સૂર્યની હાજરીમાં સાંજનો ખોરાક લેવો જોઈએ. એવું જૈનમતે કહ્યું અને વેદાંતે ય એવું કહ્યું. સૂર્ય જ્યાં સુધી હોય ત્યાં સુધી અંદર પાંખડી ખુલ્લી રહે છે, માટે તે વખતે જમી લેવું, એવું વેદાંતે કહ્યું. એટલે રાત્રે તું ખોરાક લઈશ તો શું નુકસાન થશે ? કે પેલું કમળ તો
બીડાયું, એટલે પાચન તો જલદી ના જ થાય. પણ બીજું શું નુકસાન થશે ? એ આમણે, તીર્થંકરોએ કહ્યું કે રાત્રે સૂર્યનારાયણ આથમે એટલે જીવજંતુઓ જે ફરે છે એ બધા જીવો પોતાના ઘર ભણી પાછાં વળે. કાગડા, કૂતરા, કબૂતર પછી આકાશના જીવો બધા ઘર ભણી વળે, પોતાના માળા ભણી વહન કરે. અંધારું થતાં પહેલાં ઘરમાં પેસી જાય. ઘણી વખત આકાશમાં વાદળ જબરજસ્ત હોય અને સૂર્યનારાયણ આથમ્યો કે ના આથમ્યો એ ખબર ના પડે. પણ જીવો પાછાં ફરે તે વખતે સમજી લેવું કે આ સૂર્યનારાયણ આથમ્યો. પેલા જીવો એમની આંતરિક શક્તિથી જોઈ શકે છે. હવે તે વખતે નાનામાં નાના જીવો પણ ઘરમાં પેસે છે અને બહુ સૂક્ષ્મ જીવો, જે આંખે ના દેખાય, દૂરબિનથી ના દેખાય, એવા જીવો પણ ઘરમાં મહીં પેસી જાય. અને પેસીને જ્યાં આગળ ખોરાક હોય તેની પર બેસી જાય. આપણને ખબરે ય ના પડે કે મહીં બેઠાં છે. કારણ કે એનો રંગ એવો હોય છે કે ભાત ઉપર બેસે તો ભાતના જેવો જ રંગ હોય અને ભાખરી પર બેસે તો એ ભાખરીના રંગના દેખાય, રોટલા પર બેસે તો રોટલાના રંગના દેખાય. એટલે રાત્રે આ ખોરાક નહીં ખાવો જોઈએ.
રાત્રિભોજન ન કરવું જોઈએ, છતાં પણ લોકો કરે છે. એ કેટલાક લોકોને ખબર નથી કે રાત્રિભોજનથી શું નુકસાન છે અને ખબરવાળા હોય તે બીજા સંજોગોમાં ગૂંચાયેલા હોય. બાકી રાત્રિભોજન ના કરે તો બહુ ઉત્તમ છે. કારણ કે એ મહાવ્રત છે. એ પાંચ ભેગું છä મહાવ્રત જેવું છે.
પ્રશ્નકર્તા : સંજોગવશાત રાત્રિભોજન કરવું પડે તો એમાં કર્મનું બંધન ખરું ?
દાદાશ્રી : ના. કર્મનું બંધન કશું ય નહીં. તે શેના આધારે તોડવું પડે છે ? અને જે રાત્રિભોજન ત્યાગ કર્યું, તે કોઈકે શીખવાડ્યું હશે ને ?
પ્રશ્નકર્તા : જૈન તરીકેના સંસ્કાર હોય ને !
દાદાશ્રી : હા. તો ભગવાન મહાવીરનું નામ દઈને પ્રતિક્રમણ કરવું. એ ભગવાનની આજ્ઞા છે એટલે આજ્ઞા પાળવી. અને જે દહાડે ના પળાય તો એમની માફી માગી લેવી. એટલે જો અહિંસા પાળવી હોય
ધર્મમાં ઘાલેલું, અબ ધર્મમાં ઘાલેલારી વસ્તુ એ છે.