________________
અહિંસા
તો બનતાં સુધી દિવસે જમો તો ઉત્તમ. તમારું શરીર પણ બહુ સુંદર
રહેશે. એવું વહેલું કાયમને માટે જમો છો ?
પ્રશ્નકર્તા : હમણાં હમણાં ચાલુ કર્યું છે.
દાદાશ્રી : કોણે કરાવડાવ્યું ?
પ્રશ્નકર્તા : પોતાની ઈચ્છાથી.
દાદાશ્રી : પણ હવે આ અહિંસાના હેતુપૂર્વક કરું છું એવું માનજો. ‘દાદા’એ મને સમજણ પાડી છે અને મને એ ગમી એટલે અહિંસા માટે જ હું આ કરું છું એવું કરજો. કારણ કે એમ ને એમ હેતુ ના હોય તો ત્યાં સુધી બધું નકામું જાય. તમે કહો કે મારે ફોરેન જવા સારુ જ આ પૈસા ભરું છું. તો ફોરેન જવાની ટિકિટ તમને ભેગી થાય. પણ તમે કશું ના કહ્યું હોય તો શેની ટિકિટ આપે ? તમને સમજ પડી ને ?
કંદમૂળ, સૂક્ષ્મ જીવોતો ભંડાર !
પ્રશ્નકર્તા : કંદમૂળ ખાય એમાં કંઈ નિષેધ ખરો ?
૩૯
દાદાશ્રી : બહુ મોટો નિષેધ. રાત્રિભોજન જેટલો નિષેધ નહીં. રાત્રિભોજન સેકન્ડ નંબરે આવે.
પ્રશ્નકર્તા : કાંદા-બટાકામાં અનંત જીવ છે.
દાદાશ્રી : હા, અનંતકાય જીવો છે, તે ?
પ્રશ્નકર્તા : તો એ ખાવાનો આપ બોધ આપો છો ?
દાદાશ્રી : ભગવાને ના પાડી છે. ભગવાને ના પાડી છે એ તમારી બિલીફમાં રહેવું જ જોઈએ. અને તેમ છતાં ખવાય એ તમારા કર્મના ઉદય છે. છતાં તમારી શ્રદ્ધા બગડવી નહીં જોઈએ. ભગવાને જે કહ્યું છે, એ બધી શ્રદ્ધા નહીં બગડવી જોઈએ.
પ્રશ્નકર્તા : કંદમૂળ ન ખાવાનું કેમ કહ્યું ?
દાદાશ્રી : કંદમૂળ તો મગજને જાગૃત ના થવા દે એવું છે.
અહિંસા
પ્રશ્નકર્તા : એકેન્દ્રિયની જીવની હાનિ થાય એટલા માટે નહીં ?
દાદાશ્રી : આ તો લોકો એવું જાણે કે બટાકાના જીવડાના રક્ષણ કરવા સારું નહીં ખાવાના. હવે બટાકા ભાવતા હોય ત્યારે બહુ આઘુંપાછું ના કરશો. કારણ કે બીજું કશું આ કાળમાં ખાવાનું લોકોને ભાવતું નથી હોતું. અને એ છોડી દીધું તો શું કરશે ?
પ્રશ્નકર્તા : પણ એવું કહે છે કે બટાકા ખાય તો પાપ લાગે.
४०
દાદાશ્રી : એવું છે, કોઈ જીવને દુઃખ દેશો તો પાપ લાગશે. ધણીને, વાઈફને, છોકરાને, પાડોશીને દુઃખ દેશો તો પાપ લાગશે. બાકી, બટાકા ખાવામાં તમને નુકસાન શું થશે ? કે મગજની સ્થૂળતા આવશે, જાડી બુદ્ધિ થઈ જશે. કંદમૂળમાં સૂક્ષ્મ જીવો બહુ છે, નર્યું જીવનો જ ભંડાર છે. તેથી કંદમૂળથી જડતા આવે ને કષાય ઉત્પન્ન થાય. આપણને જાગૃતિની જરૂર છે. એટલે જો કંદમૂળ ઓછાં ખવાય તો સારું, પણ તે ય ભગવાનની આજ્ઞામાં અવાય ત્યાર પછી જાગૃતિની જરૂર છે. અને કંદમૂળ ખાશો તો આ જાગૃતિ મંદ થઈ જાય છે ને જાગૃતિ મંદ થઈ તો
મોક્ષે શી રીતે જઈશ ?
એટલે ભગવાને આ બધી સાચી વાત કહી છે. આ બધી તમારાથી પળાય તો પાળો ને ના પળાય તો કશો વાંધો નથી. જેટલી પળાય એટલી પાળો. જો પળાય તો સારી વાત છે.
મોટામાં મોટી હિંસા, કષાયમાં !
આ તો બધું ઊંધું જ બાફી નાખ્યું. એક બાજુ આવું કરે અને એક બાજુ જો કષાય કરે છે ! એટલે ત્રણ રૂપિયા નફો કરે છે ને કરોડ રૂપિયા ખોટ ખાય છે !! હવે આને વેપારી કેમ કહેવાય ? ને આ તો જુઓ, આમ ઠેઠ સુધી ઝાલી બેઠાં છે અને આમ પાર વગરની હિંસા કરે છે. મોટામાં મોટી હિંસા હોય આ જગતમાં, તો કષાયની (એટલે ક્રોધ-માનમાયા-લોભની) ! કોઈ કહેશે કે ભઈ, આ જીવ મારે છે અને આ કષાય કરે છે, તે કોને વધારે પાપ લાગે ? તો કષાય એટલા બધા કિંમતી છે કે જીવ મારે તેનાં કરતાં કષાયમાં વધારે પાપ છે.