________________
અહિંસા
અહિંસા
૩૩ ચાર જીવો સમજવા માટે બહુ ઊંચું લેવલ જોઈએ.
પ્રશ્નકર્તા : સાયન્ટિસ્ટો એ જ શોધખોળ કરી રહ્યા છે ને !
દાદાશ્રી : પણ સાયન્ટિસ્ટો નહીં સમજી શકે. આ ઝાડમાં એકલામાં સમજી શકાય. તે ય બહુ રીતે નહીં, અમુક જ રીતે સમજી શકાય.
એવું છે, આ તમને ભગવાનની ભાષાની વાત કહી દઉં. આ ઝાડપાન જે બધાં ઊઘાડી આંખે દેખાય છે, એ વનસ્પતિકાય છે. આ ઝાડમાં પણ જીવ છે. આ વાયુકાય એટલે વાયુમાં પણ જીવો છે, એ વાયુકાય જીવો કહ્યા. પછી આ માટી છે ને, એની મહીં પણ જીવે છે ને માટી વે છે. આ હિમાલયમાં માટી છે, પથ્થર છે એ બધામાં જીવ છે. પથરાં પણ જીવતા હોય છે, એને પૃથ્વીકાય જીવ કહ્યા. આ અગ્નિના ભડકા બળે છે ને, તે ઘડીએ એ કોલસામાં અગ્નિ નથી હોતો. એ તો તેઉકાય જીવો ત્યાં ભેગા થઈ જાય છે. તે તેઉકાય જીવો. આ પાણી પીએ છે, એ નયાં જીવડાંનું જ બનેલું છે. હા, જીવ અને એનો દેહ – બે ભેગું થઈને આ પાણી છે. એને ભગવાને અપકાય નામના જીવ કહ્યા. એ પાણીરૂપી જેનું શરીર છે. એવા કેટલાં બધાં જીવોનું ભેગું થયેલું એક પ્યાલો પાણી થાય. હવે આ પાણી એ જીવો, આ ખોરાક એ જીવો, આ હવા એ ય નર્યા જીવો, બધું જીવો જ છે.
સિદ્ધિ અહિંસા તણી... પ્રશ્નકર્તા : તો હવે અહિંસા કેમ કરીને સિદ્ધ થાય ?
દાદાશ્રી : અહિંસા ? ઓહોહો, તે અહિંસા સિદ્ધ થાય તો માણસ ભગવાન થાય ! અત્યારે થોડી ઘણી અહિંસા પાળો છો ?
પ્રશ્નકર્તા : સાધારણ, બહુ નહીં.
દાદાશ્રી : તો પછી થોડીક પાળવાની નક્કી કરો ને ! વળી પાછાં સિદ્ધ થવાની વાતો ક્યાં કરો છો ?! અહિંસા સિદ્ધ થાય એટલે ભગવાન થઈ ગયો !!!
પ્રશ્નકર્તા : એ અહિંસા પાળવાનો ઉપાય બતાવો.
દાદાશ્રી : એક તો, જે જીવ આપણાથી ત્રાસ પામે તેને દુઃખ નહીં આપવું. તેને ત્રાસ નહીં આપવો. અને ઘઉં છે, બાજરી છે, ચોખા છે, એને ખાવ. એનો વાંધો નથી. એ આપણાથી ત્રાસ નથી પામતા, એ બેભાનપણે છે અને આ કીડી-મંકોડાં એ તો દોડી જાય છે, એને ના મરાય. આ છીપલાં-શંખલાનાં જે જીવ હોય છે, જે હલનચલન કરે છે એવાં બે ઇન્દ્રિયથી માંડી અને પાંચ ઇન્દ્રિયના જીવોનું નામ ના દેવાય. માકણને ય તમે પકડો તો ત્રાસ થઈ જાય. તો તમે એને મારો નહીં. સમજ પડીને ?
પ્રશ્નકર્તા : હા, સમજ પડી. દાદાશ્રી : હા, બીજું, સૂર્યનારાયણ આથમ્યા પછી જમો નહીં.
હવે ત્રીજું, અહિંસામાં જીભનો બહુ કંટ્રોલ રાખવો પડે. તમને કોઈ કહે કે તમે નાલાયક છો, તો તમને સુખ થાય કે દુઃખ થાય ?
પ્રશ્નકર્તા : દુ:ખ થાય.
દાદાશ્રી : તો તમારે એટલું સમજી જવું કે આપણે એને ‘નાલાયક' કહીએ તો એને દુઃખ થશે. એ હિંસા છે, એટલે આપણે ના કહેવું જોઈએ. જો અહિંસા પાળવી હોય તો હિંસા માટે બહુ સાવચેતી રાખવી પડે. આપણને જેવું દુ:ખ થાય એવું બીજાને ન કહી શકીએ.
પછી મનમાં ખરાબ વિચાર પણ નહીં આવવો જોઈએ. કોઈકનું મફતમાં લઈ લેવું છે, પડાવી લેવું છે એવા વિચાર કોઈ આવવા ના જોઈએ. બહુ પૈસા ભેગા કરવાના વિચાર ના આવવાં જોઈએ. કારણ કે શાસ્ત્રકારોએ શું કહ્યું છે કે પૈસા તારા હિસાબના જે છે, એ તો તારા માટે આવ્યા જ કરે છે. તો બહુ પૈસા ભેગા કરવાના વિચાર કરવાની તારે જરૂર જ નથી. તું એવા વિચાર કરે તો તેનો અર્થ હિંસા થાય છે. કારણ કે બીજા પાસેથી પડાવી લેવું. બીજાનો ક્વોટા આપણને લઈ લેવાની ઇચ્છા થાય છે, એટલે એ ત્યાં પણ હિંસા સમાયેલી છે. એટલે આવાં કોઈ ભાવ નહીં કરવા.
પ્રશ્નકર્તા : બસ, આ ત્રણ જ ઉપાય છે અહિંસાના ?