________________
૩૧
અહિંસા
અહિંસા ત્યારે ! અને તમારે તો હજુ આ બુશકોટ પહેરવાનો છે ને ?!
પ્રશ્નકર્તા : તે ય ઈસ્ત્રીવાળો !
દાદાશ્રી : અને તે પાછું ઈસ્ત્રીવાળો ! એટલે આ સંસારના લોકોને તો દરેક ચીજ જોઈએ છે. માટે કહે છે કે, “ભગવાનના માથે ફૂલ મેલજો. તે આપણા તીર્થંકર ભગવાનની મૂર્તિ પર ફૂલ મૂકે છે કે નથી મૂકતા ? તમે નથી જોયાં હજુ ? મૂર્તિપૂજા કરવા નથી ગયેલા ને ?! ત્યાં મૂર્તિ પર ફૂલ મૂકે છે.
ભગવાને સાધુઓને કહ્યું હતું કે તમે ભાવપૂજા કરજો. અને જૈનો દ્રવ્યપુજા સાથે કરે. દ્રવ્યપૂજા કરવાથી એમની અડચણો બધી તૂટી જાય. એટલે અમે શું કહીએ છીએ કે જેને અડચણ હોય તે જ્ઞાની પુરુષને ફૂલ ચઢાવે ને અડચણ ના હોય તેને કંઈ જરૂર નથી. બધાંને કંઈ સરખું હોય છે ? કેટલાંકને કેવી કેવી અડચણો હોય છે ! તે બધી જતી રહે. અને જ્ઞાની પુરુષ'ને તો આમાં કશું અડતું ય નથી ને નડતું ય નથી.
છતાં કેટલાંક લોકો મને કહે છે કે, “પુષ્પ પાંખડી જ્યાં દુભાય, જિનવરની નહીં આજ્ઞા. ભગવાનની આજ્ઞા નથી ને ?” મેં કહ્યું કે, “આ તો કોલેજના ત્રીજા વર્ષની વાત અત્યારે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં શું કામ લાવો છો ? કોલેજના ત્રીજા વર્ષમાં એનું એટેન્શન દેવાનું. તમે અત્યારે સેકન્ડમાં શું કરવા લાવો છો આ બધું ?” ત્યારે એ કહે છે, “એ તો વિચારવા જેવી વાત છે.' મેં કહ્યું કે, ‘ત્યારે વિચારો. આ સેકન્ડ, થર્ડ સ્ટાન્ડર્ડમાં લાવવાની જરૂર નથી. તમે છેલ્લા વર્ષમાં આવો ત્યારે કરજો ને !” ત્યારે કહે છે કે, “એની લિમિટ કેટલી હોય ?” મેં કહ્યું કે, “છેલ્લા અવતારમાં ભગવાન મહાવીર પૈણેલા હતા, એવું તમે નથી જાણતા ?” ત્યારે કહે કે, “હા, પૈણેલા હતા. મેં કહ્યું કે, “કેટલા વર્ષ સુધી સંસારમાં રહ્યા હતા ?” ત્યારે કહે, ‘ત્રીસ વર્ષ સુધી.” મેં કહ્યું કે, “સંસારમાં રહ્યા એનો કોઈ પુરાવો છે તમારી પાસે ?” ત્યારે કહે કે, “એમને છોડી હતી ને !' મેં કહ્યું કે, સંસારમાં રહે છે, એટલે એ તો સ્ત્રીના અપરિગ્રહી તો નહોતા જ ને ? પરિગ્રહી હતા. પરિગ્રહી હોય તો છોકરી હોય ને ? નહીં તો પુરાવો કેવી રીતે હોય ? એટલે ત્રીસ વર્ષ સુધી એ પરિગ્રહી હતા.
તો ભગવાને એવું શું જોયું કે સ્ત્રીનો પરિગ્રહ તે અવતારમાં હોય અને તે અવતારમાં મોક્ષે પણ જવાય ? તો એમણે એવી શી શોધખોળ કરી ?! એટલે આ ફાઈનલ પરની વાત છે બધી.
એટલે મૂર્તિને ય ફૂલ ચઢાવાય ને આપણા તીર્થકરોની મૂર્તિને ય ફૂલ ચઢાવાય. આ તો આમ પુષ્યપાંખડી નથી દુભવતા અને આમ જોડેવાળાની જોડે કષાય કરી કરીને દમ કાઢી નાખે છે. પુખની પાંખડી ના દુભાય એવા માણસથી તો એક કૂતરું ઊંઘતું હોય ને એ ત્યાં રહીને પસાર થાય તો કૂતરું જાગે નહીં એવું હોય.
આ પુષ્યપાંખડી સુદ્ધાં ય ન દુભાય એ છેલ્લા અવતારમાં છેલ્લાં પંદર વર્ષ મોક્ષે જતાં બાકી રહ્યાં હોય ત્યારે જ બંધ કરવાનું હોય. એટલે છેલ્લાં પંદર વર્ષ માટે સાચવી લેવાનું છે. અને જ્યારથી સ્ત્રીનો જોગ છોડીએ ત્યાર પછી એની મેળે આ પુષ્પ ને એ બધું ય મૂકી દેવાનું. અને એ તો એની મેળે જ બંધ થઈ જાય છે. એટલે ત્યાં સુધી વ્યવહારમાં કશું ડખલ કરવી નહીં.
એકેન્દ્રિય જીવોની સૃષ્ટિ ! પ્રશ્નકર્તા : આ અપકાય, તેઉકાય, પૃથ્વીકાય, વાયુકાય, વનસ્પતિકાય એ શું છે ?
દાદાશ્રી : એ બધાં એકેન્દ્રિય જીવો છે.
પ્રશ્નકર્તા : પાણીમાં જીવ છે એ અમને શ્રદ્ધા બેસી ગઈ છે એટલે અમે ઊકાળીને પાણી પીએ છીએ.
દાદાશ્રી : મારું કહેવાનું કે પાણીમાં જીવોની વાત તમે જે સમજ્યા છો ને કહો છોને, એ તો આ લોકોએ કહેલું કે તમે માની લીધેલું છે. બાકી, વાત આમાં સમજણ પડે એવી નથી. આજના મોટા મોટા સાયન્ટિસ્ટોને સમજણ પડે એવી નથી ને ! ને વાત બહુ ઝીણી છે. એ જ્ઞાનીઓ પોતે સમજી શકે. પણ આને વિવરણપૂર્વક સમજાવવા જાય તો ય તમને સમજાય નહીં એવી વાત છે. આ પાંચ જે છે ને, એમાં વનસ્પતિકાય એટલું જ સમજાય એવું છે. બાકી વાયુકાય, તેઉકાય, જલકાય અને પૃથ્વીકાય, આ