________________
છેવટ શુદ્ધિપત્રક લખી દેવા માટે જયપુર નિવાસી વિદ્વાન પંડિતજી શ્રી ભગવાનદાસભાઈ જેને જે શ્રમ લીધે છે તે માટે તેમને હૃદયપૂર્વક ઉપકાર માનું છું. * ભારત સરકારના પુરાતત્વ ખાતાના એ. ડિરેકટર જનરલે શિલ્પ સ્થાપત્યના આવા પ્રાચીન ગ્રંથના પ્રકાશન કાર્યમાં ઉત્સાહ બતાવી હિંદ સરકારનું લાય દેરી આ ગ્રંથ પ્રકાશનના ઉત્તેજનાથે રૂા. ચાર હજારની ગ્રાંટ મેળવી આપવા બદલ તેમને તેમજ વહી સરકારના સાયન્ટીફીક રીસર્ચ એન્ડ કલ્ચરલ અફેર્સ ખાતાના આસિ. એજ્યુકેશનલ એડવાઈઝરને પણ ઉપકૃત છું.
કાશી બનારસ હિન્દુ યુનીવર્સીટીના પ્રાચ્ય વિદ્યાના અધ્યક્ષ શ્રી વાસુદેવ શરણું અગ્રવાલજી શિલ્પ સ્થાપત્યના પ્રાચીન સાહિત્યમાં ઊંડો રસ ધરાવે છે. તેમણે આ દીપાર્ણવ ગ્રંથ વાંચી હર્ષ પામી જે માર્ગદર્શક ભૂમિકા સાથે શુભાશીર્વાદ મોકલ્યા છે તે માટે હું તેમને ઋણી છું. ઉપરાંત પુરાતત્વ ખાતાના ટેમ્પલ સર્વે પ્રોજેકટના સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રી. કૃષ્ણદેવજીએ મારા પ્રત્યે જે સદ્ભાવ બતાવી આ કાર્યમાં સાથ દઈ ગ્રંથ વિષે જે સહાનુભૂતિપૂર્ણ શબ્દો લખી મોકલ્યા છે તે બદલ તેમને હૃદય પૂર્વક આભાર માનું છું. સંસ્કૃત સાહિત્યના રસજ્ઞ પાલીતાણાના જજ ડે. ભાનુશંકરભાઈ આચાર્યની જડેની ચર્ચા પણ માર્ગદર્શક બની છે તેની સહર્ષ નોંધ લઉં છું. - આ ગ્રંથમાં છએંહ જેટલા ચિત્ર, નકશા, કેઠા ઈઆપેલા છે. તે અવકાશના સમયે બેસી મેં તૈયાર કર્યા છે. પણ બહારગામની મારી શિ૯૫કાર્યના ધંધા અંગેની યાત્રાના લીધે મને પુરે સમય નહિ મળતું હોવાથી રૂપકામના સૌરાષ્ટ્ર-ગુજરાતના પ્રખ્યાત યુવાન શિ૯પી ધ્રાંગધ્રા નિવાસી શ્રી ચંદુલાલ ભગવાનજીએ કેટલાક ચિત્રો તૈયાર કરી આપેલ છે તેને સહર્ષ ઉલલેખ સાથે ઉપકાર માનું છું. ઉપરાંત અન્ય કેટલાયે આલેખને દેરવામાં મારા ભાણેજ ચિ. ભગવાનજી મગનલાલ પણ મને ખૂબ મદદગાર થયેલ છે તેની સહર્ષ નોંધ લઉં છું.
પ્રેમાળ વડીલ જે સ્વજનભાવ દર્શાવનાર શુભેચ્છક મિત્ર અને છાપકામની અનેક ગુંચ ઉકેલી આપી આ ગ્રંથ પ્રકાશનનું કામ સરળ કરી આપનાર ભાવનગર સમાચાર પ્રેસના માલેક શ્રી જયંતીલાલભાઈનો મારા પર પરમ ઉપકાર થયે છે જેની હું સહર્ષ નોંધ લઉં છું. તેમજ તેમના પ્રેસ-કામદારેએ પણ પ્રકાશનની કાળજી રાખી બનતું સુઘડ કામ કરી આપ્યું છે તે માટે ધન્યવાદ ઘટે છે. તેમજ આ ગ્રંથને ઉત્તર ભાગ અપના છાપખાનામાં શ્રી ચંદુભાઈએ ત્વરિત છાપી આપવા બદલ તેમને તેમજ તેમના પ્રેસ-કામદારોને ધન્યવાદ ઘટે છે. વળી આ ગ્રંથમાં છાપેલા સર્વ લાઈન બ્લેક તથા હાફન ફેટ બ્લોક રાજકોટના રૂપમ બ્લેક મેકર્સ શ્રી બાબુભાઈએ કાળજીથી ત્વરિત તૈયાર કરી આપી મને આભારી કર્યો છે-સર્વે સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યતુ, મા કાશ્વ૬ દુઃખે આખુયાત્ ઈતિશુભ. વિ. સં. ર૦૧૬ના આધિન વિજયાદશમી ગુરૂવાર. તા. ૨૯૯-૧૯૯૦ શિલ્પ-નિવાસ-પાલીતાણા (સૌરાષ્ટ્ર)
પ્રભાશકર એાઘડભાઈ સેમપુરા,