________________
એ ક્ષેત્રમાં રસ જાગૃત કર્યો. તેમના ઋણને અહીં ઉલ્લેખ કરતાં મને હર્ષ થાય છે. પંચાળના ત્રિનેત્રેશ્વર (તરણેતરનો મહા શિલ્પપ્રાસાદ તથા અન્ય ઉત્કૃષ્ટ સ્થાપના નિર્માતા મારા કલાસવાસી પરમ પૂજ્ય પિતાશ્રીઓ તથા મુંબઈ પાંજરાપોળનું ભવ્ય જૈન મંદિર તથા સૌરાષ્ટ્રના અન્ય જૈન મંદિરના સ્થપતિ સ્વર્ગસ્થ વડીલબંધુ ભાઈશંકરભાઈએ મૂળથી જ શિ૯૫ વિદ્યાના જે સંસ્કાર સીંચ્યા છે તેમનું ઋણ તે મારાથી વાળી શકાય તેમ નથી. તેમજ સ્વ, વડીલ બંધુ ઝૂંબકલાલભાઈએ આ ગ્રંથની પ્રાથમિક ચર્ચાળા આપેલા કેટલાંક સલાહ-સૂચન માર્ગદર્શક બન્યાં છે તે માટે તેમને ઉપકૃત છું. ઉપરાંત આ ગ્રંથ પ્રકાશનના દુર્ઘટ કામમાં વ. બંધુ રેવાશંકરભાઈએ પિતાના વિજ્ઞાન તથા ભક્તિના પચીસેક ગ્રંથના લેખન પ્રકાશનના દીર્ધ અનુભવને લાભ આપી મારા આ ગ્રંથ-ત્રકાશનનું કાર્ય સરળ, સુઘડ, ક્રમબદ્ધ કરી આપ્યું છે. અને સીત્તેર વર્ષની વય છતાં પ્રકાશનના સર્વ કામનો બે ઉપાડી લઈ મને નચિંત કર્યો છે. તેમની ખંત તથા શ્રમ વિના આટલો વહેલે આ ગ્રંથ પ્રગટ થઈ શકત નહિં. આ સર્વ વડીલોના ઋણ સ્વીવારની નેધ લેતાં મને હર્ષ થાય છે. તેમના શુભાશીર્વાદની કૃપાવષ સદા મારા પર થતી રહે એવી જગન્નિયંતા શ્રીહરિ પાસે મારી નમ્ર યાચના છે.
સૌર સંયુક્ત રાજ્યના ભૂતપૂર્વ પ્રમુખ સાહેબ અને સેમિનાથ ટ્રસ્ટના માનદ મુખ્ય સંચાલક નામદાર જામસાહેબ સર દિગવિજયસિહજી બહાહરે સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે શ્રી સોમનાથના ગગનચુંબી શિવાલય-મહામેરૂપ્રાસાદ-ની રચના દર મ્યાન મારા પ્રત્યે અપૂર્વ કૃપા-સદભાવ દર્શાવી સ્વજન જે ગણી વારંવાર જે ઉત્સાહ પ્રેર્યો છે તે માટે હું તેમને સદાને ઋણી છું. તેમણે આ ગ્રંથ-દીપાવ” ની રચના થતી જાણ હર્ષ પ્રદર્શિત કરી સદા ઉત્સાહિત કર્યો છે, અને આ ગ્રંથ પર શુભાશીર્વાદાત્મક બે શબ્દો લખી આપવા કૃપા કરી છે તે માટે હું તેમને ઋણું છું. ઉપરાંત આ કાર્યમાં મારા શુભેચ્છક માર્ગદર્શક સન્મિત્ર શ્રીમાન પ્રભુદાસભાઈ હ. પ્રેમાણી સાહેબને પણ હું ઉપકૃત છું.
પ. પૂ. જગતગુરૂ ૧૦૦૮ શ્રી દ્વારકાપીઠાધીશ્વર શંકરાચાર્યજી સ્વામીશ્રી અભિનવ સચ્ચિદાનંદતીર્થજી મહારાજે દીપાર્ણવ ગ્રંથ અંગે પાઠવેલા શુભાશીર્વાદ બદલ હું તેમનો પરમ ઉપકૃત છું. તેમજ જૈનાચાર્ય શ્રીમદ વિજયસૂરીશ્વરજી મહારાજ સાહેબે દીપાર્ણવ ગ્રંથની ઉપયુકતતા સાથે દર્શાવેલી શુભાશિષ માટે હું અંતરથી ઉપકાર માનું છું.
આ ગ્રંથને આમુખ ગુર્જર સાહિત્યમાં અસ્મિતા પ્રકટાવનાર, અનેક સમૃદ્ધ પુસ્તક દ્વારા ગુજરાતનું ગૌરવ વધારનાર, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ ગવર્નર, શ્રીમાન કનૈયાલાલ મા. મુનશીજીએ મારા પરના પ્રેમભર્યા સદભાવના કારણે લખી આપવા વચન આપ્યું હતું. તે તેમણે ત્વરિત લખી મોકલી જે ઉત્સાહ પ્રેર્યો છે તેમનું જણ ભૂલી શકાય તેમ નથી.
આ ગ્રંથ પ્રકાશન માટે પ્રોત્સાહન આપી વ્યાકરણ શુદ્ધિ ઉપરાંત પ્રફ તપાસી