________________
તેટલે સમૃદ્ધ કરી ગુજરાતી ભાષા ટીકા સાથે પ્રકટ કરવા નિર્ણય કર્યો. આમ આ પ્રસ્તુત ગ્રંથ પ્રકાશનને મારે આ પ્રથમ પ્રયત્ન ઈશ્વરકૃપાથી સફળ થત જોઈ મને હર્ષ થાય છે.
અન્ય કેટલાક-ક્ષીરાર્ણવ, વૃક્ષાર્ણવ, માર્ણવ, જયચંધ, અપરાજીત, સૂત્રસંતાન આદિ ગુરૂશિષ્યના સંવાદરૂપ વિશ્વકર્મા પ્રણિત મહાગ્રંથે લાખ લાખ શ્લેકના કહેવાય છે. આ શિષગ્રંથમાં યંત્ર, નૃત્ય, વાઘ, સ્વર, ચિત્ર, કાવ્ય, છંદ આદિ કળાના પણ વિધાન કરેલા છે. આ ર૩૯ અધ્યાયને દસેકહજાર હેકનો મહાગ્રંથ અપરાજિત ઉપલબ્ધ છે.
ગ્રંથના ભાષાનુવાદ તથા પ્રત્યેક અંગની ટકા સાથે અન્ય ગ્રંથોના મતભેદની નોંધ પણ આપવી જોઈએ. પ્રત્યેક વિષયને અમે પણ સમજવું જોઈએ. એકલા ગ્રંથવાચનથી અગર ટીકાથી અર્થ સરતું નથી. પરંતુ ક્રિયાત્મક (પ્રેકટીકલ) જ્ઞાનના મર્મ આપવાથી જ ગ્રંથ સંપૂર્ણ બને છે. તે સાથે કોઠાઓ, નકશા, તથા ચિત્ર પણ આપવા જોઈએ. અહીં આ સર્વ સાથે વિષયને સ્પષ્ટ કરવા માટે ગ્રંથાના બન્યા તેટલા અવતરણે (રેફરન્સીઝ) પણ આપ્યાં છે. જેની વિદ્વાન વાચકે કદર કરશે એવી આશા છે.
ક્ષમા યાચના: એક વિદ્વાન કહે છે કે કવિની જીભમાં અને શિલ્પીના હાથમાં સરસ્વતી વસે છે. શિષીની વાણ-ભાષામાં અશુદ્ધિ-વ્યાકરણની ત્રુટીએ સહજે હાય છે. તે વસ્તુ ધ્યાનમાં લઈ સુજ્ઞ વાચકે આ ગ્રંથની વ્યાકરણાદિ દેની રહી જવા પામેલી અશુદ્ધિ પ્રત્યે ઉપેક્ષા બતાવી ગ્રંથનો મૂળ અર્થ–ભાવજ ગ્રહણ કરશે એવી આશા છે. અલબત્ત અહીં બની શકે તેટલી વ્યાકરણ શુદ્ધિને પ્રયાસ કરવામાં આવ્યું છે. છતાં પણ છેવટ તે આ શિ૯પીઓની ભાષાને ગ્રંથ છે. તેથી સહજ અશુદ્ધિ રહેજ.
જ્યોતિષ, તંત્ર આદિ ગ્રંથમાં પણ એજ વસ્તુ જોવામાં આવે છે. એક વિદ્વાન કહે છે –
ज्योतिषे तंत्रशास्त्रे च विधादे वैद्यशिपके ।
અર્થ માત્ર તુ યા જાત્ર રાષ્ટ્ર વિવાર છે જ્યોતિષ, તંત્રશાસ્ત્ર, વિવાદગ્રંથ, આયુર્વેદ અને શિલ્પગ્રંથમાં તેની ભાષાના શબ્દને બહુ વિચાર ન કરતાં તેના અર્થનેજ ગ્રહણ કર,
આથી સુજ્ઞ વાચકોને હંસવૃતિથી આ ગ્રંથ વાંચવા વિનતિ છે. જે કંઈ ક્ષતિ જણાય તે પ્રત્યે લક્ષ ખેંચવાથી બીજી આવૃતિમાં તેનો સહર્ષ સ્વીકાર થશે.
આભાર દર્શન વડેદરાના સ્વ. મહારાજા સયાજીરાવના લક્ષમીવિલાસ પેલેસના શિલ્પી તેમજ ભાવનગર દાદાસાહેબના વિશાળ જૈન મંદિરના તથા અન્ય ગુજરાત સૌરાષ્ટ્રના જૈન મંદિરના નિર્માતા મારા પિતાશ્રીના કાકાશ્રી પ. પૂ. કૈલાસવાસી પ્રાણજીવન જેઠારામના ચરણે બેસી શિષશાસ્ત્રના અભ્યાસને મેં પ્રારંભ કર્યો. અને તેમણે