________________
સાંધાર મહાપ્રાસાદ, રૂદ્રમહાલ તથા મેટા ચતુર્મુખ પ્રાસાદના યમનિયમે આપેલા છે. તેમાં ઉંડા ઉતર્યા સિવાય આ ગ્રંથ સામાન્ય રીતે એકદમ સમજાય તેવું નથી. આવા મહાગ્રંથ હજુ લગણ કયાંય સંપૂર્ણ જવામાં આવતા નથી. મને પણ તેના પંદરસેં લેકજ પ્રાપ્ત થયા છે. વિ. સં. ૧૯૮૭ થી ૯૧ ના કદંબગિરિના મારા વાસ દરમ્યાન આ સર્વ શ્રેથેના અનુવાદના ટાંચણમાં છેડા સુધારા વધારા કરીને મેં પાકા લખી નાંખ્યા,
મારા સદગત વ, મિત્ર શ્રી. જગન્નાથ અંબારામના “બૃહદ્ શિ૯૫શાસ્ત્રના ગ્રંથોમાં રહેલી અશુદ્ધિઓ જોઈ મને દુઃખ થયું. વ્યાકરણ શુદ્ધિ વિના ગ્રંથનું પ્રકાશન નજ કરવું એ નિશ્ચય દઢ થયે. મારા વૃદ્ધ પરમ મિત્ર સ્વ. શ્રી. નર્મદાશંકરભાઈએ વ્યાકરણ શુદ્ધિ સાથે “શિલ્પ રતનાકર” નામે દળદાર ગ્રંથ પ્રકટ કર્યો તે જોઈ મને ખૂબ હર્ષ થયો. તેમના આ કાર્યમાં મેં પણ બનતી સહાય કરી હતી. પાંચેક વર્ષ પર જયપુરના મારા પરમ સનેહી વિદ્વાન મિત્ર પંડિત શ્રી ભગવાનદાસજી જૈન “પ્રાસાદમંડન” ગ્રંથની ચર્ચા કરવા માટે જ મારે ત્યાં પ્રભાસપાટણ પધારેલા. તે વેળા મારા ગ્રંથની પોથીઓનું દફતર જઈને તેમને ભારે આશ્ચર્ય થયું. અને “તમે તૈયાર કરેલા આ સર્વ સાહિત્યનું પ્રકાશન કેમ કરતા નથી?” એવો પ્રશ્ન કર્યો. મેં તેમને વ્યાકરણ શુદ્ધિના પ્રશ્નની મારી મુંઝવણ જણાવી. ત્યારે તેમણે તે કામ સહર્ષ માથે લીધું. આમ વ્યાકરણ શુદ્ધિના પ્રશ્નના ઉકેલથી મારા ઉત્સાહને વેગ મળ્યા.
જ્યોતિષ, તંત્ર, આયુર્વેદના તથા શિલ્પના ગ્રંથમાં વ્યાકરણ દેષ બહુ જોવામાં આવે છે. અસ્તવ્યસ્ત દશામાં પડેલા પ્રાચીન શિલ્પચ થેનું સંશોધન સળગી સદીમાં સમર્થ શિલ્પી મંડને કર્યું છે. વિશ્વકર્મા પ્રણિત “ક્ષીરાણું વ” ગ્રંથમાં એક વિષયના અધ્યાયમાં બીજો વિષય ચર્ચે છે. વળી ત્રીજે સ્થળે તે તે સાવ અપૂર્ણ હેય છે. કેટલાક અધ્યાયના ભાવાર્થની જ ભલભલા વિદ્વાનેને પણ સમજ પડતી નથી. લહીયાઓએ હસ્તલિખિત પ્રતમાં પરંપરાની ભૂલના પુનરાવર્તન સાથે ઉમેરાજ કર્યા છે. સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનમાંથી મળેલી તેમાં આ સર્વ વસ્તુને મને જાત અનુભવ છે.
દીપાર્ણવઃ “ક્ષીરાણુંવ” ગ્રંથનું સંશોધન કરી કમબધ્ધ સૂત્રમાં મૂકવાનો મારે પ્રયત્ન કંઈક અંશે સફળ થયેલ જોઈ મને આનંદ થાય છે. તે વાંચ્યા પછી જ તેની ખરી કદર તે વિદ્વાન વાચકે કરી શકશે. આ “દી પાર્ણવ” ગ્રંથનું પણ તેમજ હતું. તેને પ્રથમ અધ્યાય તેમાં મળતે નથી. બીજાથી ચૌદમા સુધીના અધ્યાય જ મળે છે. અને તે પછીના અધ્યાયો તે અમારા શિલ્પીઓના ગ્રંથ સંગ્રહમાં પણ મળતા નથી. આ સ્થિતિમાં આ ગ્રંથના સંશોધનનું કામ મેં માથે લીધું. શિ૯પશાસ્ત્રના ગણિતના મૂળવાળો ઉપગ્રંથ “આયતત્વ દીયાણું વને પ્રથમ અધ્યાય જ છે. પ્રથમના ચૌદ અધ્યા સિવાય બાકીના ૧૩ અધ્યાય અન્ય ગ્રંથની પોથીઓમાંથી પ્રાપ્ત થયા. આ સર્વ અધ્યાયને સંગ્રહિત કરી “દીપાવ” ગ્રંથ બની શકે