________________
વળી તેમાં બતાવેલા ગણિત તથા અન્ય વિષની સક્રિય સમાજ માટે હું આલેખન (ડોઇંગ) પણ કરતે. અમારા શિલ્પસંગ્રહના કેટલાક ગ્રંથની નકલે મેં જાતે કરવા માંડી. આયતત્વ તથા કેશરાજ જેવા ગ્રંથના અનુવાદ પેનસીલથી જુકી નેટબુકમાં ઉતારતે. એથી તે સવિશેષ સમજાતા હતા. જ્યાં જ્યાં વડીલેની સહાય જરૂરી લાગતી ત્યાં તેમની પાસેથી એ વિષય પુરે સમજી લેતે. અને કુટુંબમાં ચાર ભાઈઓમાં હું સૌથી નાનું હોવાથી આ કુળ પરંપરાની વિદ્યા બરાબર જળવાઈ રહેશે એ જોઈ કુટુંબના સૌ વડીલેને સંતેષ થતું.
શિલ્પ શાસ્ત્રના સંસ્કૃત ગ્રંથે ગુજરાતી અનુવાદ સાથે પ્રગટ થાય તે સામાન્ય શિલ્પી પણ તે સમજી શકે એવા વિચાર મનમાં ઉઠતા હતા. શિ૯૫નું સક્રિય જ્ઞાન તો દિવસે કામ પર હોઉં ત્યારે વડીલો દ્વારા મળતું હતું. રાત્રે બેસી ગુજરાતી અનુવાદ કરવા પ્રયત્ન કસ્તે. અનુવાદ કરવા કઠણ છે. છતાં દઢ સંકલ્પ કરીને તે કામ હાથમાં લીધું. વિ. સં. ૧૯૭૩માં પ્રાસાદ મંડનના અનુવાદને પ્રારંભ કર્યો. જુની હસ્તલિખિત પ્રતામાંના અપૂર્ણ અનુવાદ પુરા કરતે. તેમાં મુશ્કેલી તે ઘણી આવતી. શબ્દભાષામાં તેમજ ક્રિયામાં મેળ બેસે તે જ એ અનુવાદ સામાન્ય શિલ્પી વર્ગને ઉપયોગી થાય. તેથી મનમાં ભાંજગડો ઉઠતી. મુંઝવણ થતી. આમાં પૂર્વ જ વડીલોના દોરેલા નકશા કઈવાર મદદરૂપ થતા. આમ શિલ્પકમ તથા શિલ્પગ્રંથોના વાચન સાથે મારા અભ્યાસનું ગાડું પ્રગતિ કરતું ગયું.
વિ. સં. ૧૯૭૫-૭૬ ૭ દરમ્યાન કામકાજ અર્થે મુંબઈમાં ત્રણેક વર્ષ રહ્યો. તે વેળા મારે આ જ્ઞાન-પ્રાપ્તિને હેતુ સફળ થવાની આશા બંધાઈ. જોકે તે સમયે બહુ સફળતા મળતી નહિ ત્યારે હું નિરાશ થતે. પણ વિધિને હજુ મારી કસોટી કરવાની બાકી હતી. વિ. સં. ૧૯૭૯માં તબીયતના કારણે મારા વ. બંધુ રેવાશંકર ભાઈ પાસે હું એકાદ વર્ષ ખંભાત રહ્યો. અને પ્રારબ્ધગે અંબાજી-કુંભારીયાજીના જૈન મંદિરનું જીણોદ્ધારકામ મને સુપ્રત થયું. તે સમયે મારી બહારની શિલ્પસ્થાપત્યના ધંધા અંગેની યાત્રા શરૂ થઈ નહોતી. તેથી કુંભારીયાજીમાં જે પાંચેક વર્ષ હું રહ્યો તે દરમ્યાન સ્થિરતા તથા શાન્તિને લીધે મારા અનુવાદના કાર્યને વેગ મળે. વળી
ક્ષીરાણુંવ” તથા “દીપાવ” જેવા અઘરા થેના સંશોધનનું કાર્ય પણ મેં હાથમાં લીધું. રૂપમંડન, વાસ્તુમંજરી, વાતુસારના અનુવાદ મેં અહીં જ કર્યા. અલબત્ત સંસ્કૃત ભાષાના મારા મર્યાદિત જ્ઞાનને લીધે આ સર્વ સાહિત્યનું ટાંચણ હું પનસીલથી જ કરતા હતા. દરમ્યાન કૌટુંબિક આર્થિક સ્થિતિ પણ સુધરવા લાગી.
આપણા શિપમાં અશુદ્ધિ ઘણી છે. કેટલાક શબ્દનું મૂળ શેધી તેની વ્યાકરણ શુદ્ધિનું કામ વિદ્વાનોને પણ કઠણ લાગે છે. પારિભાષિક શબ્દોમાં તે મોટા મહા મહોપાધ્યાયને પણ સુઝ પડતી નથી. સારા થેની પ્રાપ્તિ માટે પ્રયત્ન ચાલુ જ હતા. મુંબઈ રૈયલ એશિયાટીક સોસાયટીની લાઈબ્રેરીના એક ચેપડામાં વૃક્ષાર્ણવ” ગ્રંથના કેટલાક અધ્યા જોયા. આ ગ્રંથ કંઈ સામાન્ય નથી. તેમાં