________________
અવશે પણ ગૌરણ પૂર્ણ છે. એકલા આ અવશેષ દેખીને પણ આજે વિદેશી કળા પારખુઓ આશ્ચર્યમુગ્ધ બને છે.
ભારતીય શિલ્પીઓએ ભારતીય જીવન દર્શન અને સંસ્કૃતિને પિતાનું સર્વોત્તમ લક્ષ માનીને રાષ્ટ્રના પવિત્ર સ્થાને પસંદ કરીને ત્યાં પિતાનું જીવન વિતાવી વિશ્વની શિલ્પ કળાના ઈતિહાસમાં અદ્વિતિય વિશાળ ભવને નિર્માણ કર્યા છે. જે જોતાં જ સૌ કેઈ આશ્ચર્ય મુગ્ધ બને છે. ભારતીય શિલ્પકારોએ પહાડના દુધિયા, અગીયા, રતુંબડા, શ્યામ, રેતાળવા કે નાળવા પત્થરની દીર્ઘકાય શિલાઓ ખોદી કાઢીને ભૂખ અને તરસની પણ પરવા કર્યા વગર પોતાના ધર્મની મહત્તમ ભાવના રાષ્ટ્રના ચરણો પર ધરી છે. અને જનતા-જનાર્દન અને ધર્મ-સંસ્કૃતિના પ્રતિકનું પ્રસ્થાન કર્યું છે. જનતાએ પણ શંખનાદ વડે પિતાના શિલ્પકારની અક્ષય કીર્તિને ચતર્દેિશ ફેલાવી છે. જગતે આવા શિલ્પીઓની અજબ સ્થાપત્ય કળાના કારણે ભારતને અજર અમર પદે સ્થાપેલ છે. આવા પુણ્યવાન શિલ્પીઓને કેટી કેટી ધન્યવાદ ઘટે છે.
અંગત નોંધ. સામાન્ય રીતે માણસને અંગત નોંધ આપતાં સંકેચ થાય છે. કેમકે કેટલાક વાચકને તેમાં આત્મશ્લાઘાની ગંધ આવે છે. તેથી આ નેંધ લખતાં હું પણ સંકેચ અનુભવું છું. તેથી એ વિષે મૌન જ સેવવા મારે ઈરાદે હતો. પણ કેટલાક વડીલ મિત્રો તથા શુભેચ્છકેને આગ્રહ હતું કે આવી નોંધ દ્વારા જીજ્ઞાસુ વાચકને પ્રેરણા તથા દરવણું મળે છે. માટે નિસંકેચ અંગત નોંધ અહીં આપવાના તેમના દબાણને વશ થઈ આ નોંધ અહીં આપું છું. જે માટે સુજ્ઞ વાચકે ક્ષમા કરો એવી આશા છે.
શિલ્પ-સ્થાપત્ય અમારે વંશપરંપરાને કૌટુંબિક વ્યવસાય છે. બાળવયે વધુ અંગ્રેજી વિદ્યાભ્યાસની મહેચછા હતી. પણ કુટુંબના આર્થિક કારણે આડે આવ્યાં અને ત્રણ અંગ્રેજી ધેરણથી વધુ અભ્યાસ થઈ શકશે નહિં. મારા સદ્દગત વડીલ બંધુ ભાઈશંકરભાઈના હાથ તળે હું શિલ્પ વ્યવસાયમાં જોડાયો. અને ક્રમશ: શિલ્પકર્મ હાથ બેસતું ગયું. માણસ વિધિના હાથનું પ્યાદું જ છે. વ્યવસાયમાં જોડાયા પછી સમય મળે ઘરના જુના પટારામાં પડેલાં પોટલાં બહાર કાઢી અંદર બાંધેલા શિલ્પસંગ્રહની હસ્ત લિખિત પોથીઓ, એળીયાં, નેધોના કાગળ, પૂર્વજોએ કરેલા બાંધકામના નકશા એ સર્વ ઉઘાડીને હું જેતે. આ પિોથીઓ વાંચતે. કઈ કઈ પિથીમાં જુની ગુજરાતી ભાષામાં કરેલા અનુવાદ પણ લોક સાથે આપેલા હતા તે ધ્યાનથી વાંચતે. દિવસે તે શિલ્પકર્મના ધંધાપર જ. તેથી રાત્રે આ ગ્રંથવાંચન શરૂ કર્યું. સૌ પ્રથમ શિલ્પના પ્રાથમિક ગણિતને “આયતત્વ” નામે ના ગ્રંથ પિતાએ મુખપાઠ કરાવ્યું. કેશરાજ મુખપાઠ કર્યું. ત્યાર બાદ પ્રાસાદમંડનના ૪ અધ્યાય મુખપાઠ કર્યા. આ બધું હું કડકડાટ મા બેલી જ.