________________
બંધાવી એ દેશના શહેરેને અલંકૃત કર્યા છે. આમ ભારતીય શિલ્પ-સ્થાપત્યને પરદેશમાં પ્રચાર થયો છે. મુસ્લીમ શાસકએ પિતાના શાસન કાળમાં ઉભા કરેલા
સ્થાપત્યના વર્ણન વિવેચન માટે એક જુદે જ લેખ આપ જોઈએ. આ શાસકેએ પણ કળાને પિષણ આપ્યું છે તે આપણે ભુલવું ન જોઈએ. તાજમહાલ તેની આસપાસની સુંદરતાના કારણે, દક્ષિણને બિજાપુરને વિરાટ ઘુમટ અવાજના પ્રત્યાઘાતની ખુબીના કારણે પ્રસંશનીય છે. દીલ્હી-આગ્રા-ફતેહપુર-સીક્રી-લખનૌ-માંડવગઢ-અમદાવાદ–ચાંપાનેર આદિ શહેરે મુસ્લીમ બાદશાહે કે સુલતાનેએ પિતાની રીતે બંધાવ્યા છે. તથા મસજીદે, મકરબા, રાજમહેલ, દીવાનેઆમ, દીવાનેખાસ, દરગાહે વગેરે સ્થાપત્ય, કિલ્લાએ આદિ રાજપુત શિલ્પ શૈલી પ્રમાણે બંધાવ્યા છે. માંડવગઢનું સ્થાપત્ય ખુરાસાન શૈલીની પ્રતિકૃતિ છે. એકંદરે મુસ્લીમ સ્થાપત્ય પણ પ્રસંશનીય છે.
ભારતીય શિલ્પી. ભારતના પૃથક પૃથક ભાગના હિન્દુ શિલ્પા શિલીના સ્થાપત્યના વિહંગાવલોકન પરથી ભારતીય સ્થાપત્યને વિકાસ, તેનું નિર્માણ, તથા તેના પ્રકારનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે. ભારતીય કળા અધિક મૌલિક, અધિક વૈવિધ્યપૂર્ણ છે. તેના પ્રકારમાં પણ નિત્ય નવીન વૈચિત્ર્ય છે. તેવું અન્યત્ર ભાગ્યે જ જોવા મળે છે. ભારતીય શિલ્પ સ્થાપત્ય આજ પણ જીવતી જાગતી કળા છે. યુરોપીયન શિપીએમ સાથે ભારતીય શિલ્પીઓની તુલના કરતાં કહેવું પડે છે કે ભારતીય શિલીનું લક્ષણ પિતાની કૃતિમાં કેવળ ભાવના ઉતારવાનું છે. સુરોપીય શિલ્પી તાદ્રશ્યતાનું નિરૂપણઅનુકરણ કરે છે, જ્યારે ભારતીય શિલ્પીઓએ પિતાની કૃતિમાં પૃથ્થક્કરણીય ભાવને રેડવાનું કઠીન કાર્ય કર્યું છે.
ભારતીય અને પાશ્ચાત્ય શિલ્પિઓના મૂર્તિ વિધાનનું એક જ ઉદાહરણ લઈએ. અનેક કવિઓએ સ્ત્રીની પ્રકૃતિ-વિકૃતિના ગુણોના ગાન ગાયાં છે. તેના સૌંદર્યનું પાન કરાવનાર ભવભૂતિ અને કાલિદાસ જેવા મહાન કવિઓએ તેના રૂપ ગુણની શાશ્વત ગાથા ગાઈ છે. તેની પ્રકૃતિથી રિઝેલા ભારતીય શિલ્પીઓએ સ્ત્રી=સૌંદર્યને માતૃત્વભાવે પ્રદર્શિત કરી છે. જ્યારે યુરોપીય શિલ્પીએ વાસનાના ફળ રૂપે તેને કંડારી છે.
ભારતીય ગૌરવપૂર્ણ કળા ગુપ્ત કાળ પછી નવમીથી તેરમી શતાબ્દિ સુધી ખૂબ તેજથી જળહળી છે. તે પછીના ધમધતાના કાળમાં આ કળા ખૂબ રૂંધાઈ. પ્લેના આક્રમણે થયાં કર્યો. તેમનાથ, થાણેશ્વર, કનોજ, કાશી, મથુરા, નાલંદા, અયોધ્યા વગેરે ઉત્તર ભારતના કળા ધામે પર દુર્ભાગ્યના ચક્ર ફરી વળ્યાં. ચારે બાજુ ધમધતાના કુહાડાના પ્રહાર થયા. આમ છતાં પણ ભારતીય કળાસંસ્કૃતિ જીવિત રહી છે. તેના દ્રઢ પાયા હલાવી શકાયા નથી. તેના રહ્યા સહ્યા,