________________
છે. હાલ બંધાતા નાગાર્જુન બંધના પાણી નીચે આ વિસ્તારની અમૂલ્ય શિલ્પ કૃતિ આવી જતી હોવાથી તેને બચાવી લેવા પ્રયત્ન ચાલી રહ્યા છે.
કામિરમાં પાંચમી સદીનું લડવાનું મંદિર, આઠમી સદીનું માર્તડ સૂર્યનું, નવમી સદીનું અવંતીપુરનું, અને પાંડકુંડ (જંબુ)નું એક વિશાળ મંદિર ૫૩ ગર્ભગૃહવાળું છે. માર્તડના મંદિરની ફરતી ૭૩ દેરીઓ છે-આ બધા હિન્દુ મંદિરે ભગ્નાવશેષ છે. હિન્દુ કરતાં પાંચગણી મુસ્લીમ વસ્તીવાળા આ પ્રદેશમાં બીજી શી આશા રખાય ?
કાશ્મિરની શિલ્પ પદ્ધતિ નાગરાદિ શૈલીથી ભિન્ન છે. અહીં સ્તંભ પર અને દ્વાર પર વિકેણાકાર ઘાટના ગેબલ જેવી આકૃતિ હોય છે. સ્તંભ, કુભિ અને ઉપરના સરા (કેપીટલ)ના ઘાટ ભારતના અન્ય પ્રદેશના સ્થાપત્યથી સાવ નિરાળા છે. ગાંધાર-પેશાવરના અવશેષો પરથી તથા ખાસ કરી ગાંધારના મુતિ વિધાન પરથી પાશ્ચાત્ય વિદ્વાને તેનું શિ૯૫ ગ્રીક કળાકૃતિના અનુકરણરૂપ માને છે. પણ આ માન્યતા ગલત છે. ગાંધાર, સરહદ પ્રાંત અને કાશિમરની કૃતિ એક જ સરખી છે. આગળ કહ્યું તેમ કાળ બળે અને પ્રાંતિય ભેદે શિષ શેલીની આ ભિન્નતા છે. કાશિમર, ગાંધાર, પંજાબ, બંગાળ, બિહાર અને પ્રધાન હિન્દુ તીર્થધામ મથુરા, અયોધ્યા, પ્રયાગ, કાશી-બનારસ, ગયા તીર્થમાં ભારતીય શિલ્પની પ્રાદેશિક શિલ્પશેલી ધમધતાના કારણે પૂર્ણ સ્વરૂપે આજે જોવા મળતી નથી.
નેપાલ તથા હિમાલયના પાર્વતીય પ્રદેશના કેટલાક મંદિરે કાષ્ટની બનાવટના ચીની પેગડાને મળતા છે. કેટલાક નાગરાદિ શૈલીના રૂપને મળતા છે. રાધાકૃષ્ણનું નેપાલનું મંદિર, પંજાબના આધુનિક મંદિર અને હીમાલયના બદ્રીકેદારના રસ્તા પરના મંદિરે લગભગ નાગરાદિ શૈલીના છે.
સરહદ પ્રાંતમાં આઠસોક વર્ષથી હિન્દુઓની અલ્પ સંખ્યાના કારણે પ્રાચીન સ્થાપત્યોની આશા રાખવી જ નિરર્થક છે. ત્યાંનું ગાંધાર શૈલીનું મૂર્તિવિધાન અજબ કેટીનું હતું. તક્ષશિલાના ખોદકામમાંથી ઉચ્ચ કોટીના નમુનાઓ ઈ. સ. પૂર્વેથી માંડી આઠમી નવમી શતાબ્દિના મળે છે. બિહારના નાલંદાનું પણ તેમજ છે.
બંગાળ બિહારમાં પાલવંશીય વાસ્તુકળાના અવશેષે દટાયલા ભૂમિમાંથી ઉપલબ્ધ થાય છે. ત્યાં પૂર્ણ અવસ્થાના સ્થાપત્યને અભાવ છે. બંગાળમાં મુગલ કાળ પછી વર્તમાન કાળમાં ઉભાં થયેલાં મંદિરે કેશ મુંડેલા મસ્તક જેવા ઘુંમટવાળા, છત્રી સહિતની કમાનવાળા, બ્રણ શિલ્પના નમુના રૂપ છે. વાંસની ઝુંપડી કે કુબાની પ્રતિકૃતિ રૂપ આ મંદિરમાં પ્રાચીનતાને અંશ માત્ર નથી. બુદ્ધ ગયાનું પ્રાચીન મંદિર-બિહારની પ્રાચીન કૃતિને આછો ખ્યાલ આપે છે. નાલંદાના અવશેષો પરથી એ પ્રદેશની શૈલીની કલ્પના થઈ શકે છે. વિખ્યાત નાલંદા વિશ્વવિદ્યાલયના ખંડેરોમાંથી પ્રાચીન શિલ્પના પાષાણ અને