________________
દક્ષિણ દ્રવિડથી કંઈક ભિન્ન છે. ત્યાં વિરૂપાક્ષ શિવનું કલાપૂર્ણ ભવ્ય મંદિર છે. ઈ. સ. ૧૫૪૨ માં અચુત રાવળે વિઠ્ઠલ સ્વામીનું મંદિર બંધાવવા માંડયું; પરંતુ તે પૂર્ણ ન થઈ શક્યું. તેને ભવ્ય શૃંગારમય મંડપ અજોડ છે. વિશાળ વ્યાલ શાળા પ્રવેશ દ્વાર પર છે. વિજયનગર સામ્રાજ્યની એ કાળની સમૃદ્ધિ અને જાહેરજલાલી જગતમાં આશ્ચર્યમુગ્ધ કરે તેવી હતી. ત્યાં હીરાની ખાણે હતી. આ વિભાવશાળી અને તેજસ્વી ત્રણ વર્ષના હિંદુ રાજ્યનો અંત એક ખેડુત (સેની)ની સ્વરૂપવાન કન્યાના કારણે ઉભા થયેલા કલેશના પરિણામે આવ્યું. અને આસપાસના મુસ્લીમ સુલતાનના હાથમાં આ હિન્દુ રાજ્ય આવ્યું. તુંગભદ્રા નદીના કિનારા પર ત્રણ માઈલના વિસ્તારમાં આજે વિજયનગરના અવશે વિપુલ પ્રમાણમાં વેરણું છેરણ પડયા છે. ત્યાં અનેક ખંડિત મંદિરે છે. ખુલ્લામાં પડેલી એક જ પાષાણથી કેરેલી પચ્ચીશ ફૂટ ઉંચી પ્રચંડ ભવ્ય નૃસિંહજીની મૂર્તિ દર્શનીય છે.
ઉતર દ્રવિડમાં વર્તમાન મસુર રાજ્ય વિસ્તારમાં પ્રાચીન હયશાળ રાજ્ય કાળના અગ્યારમી બારમી સદીના ત્રણ પ્રસંશનીય મંદિર ભારતની શિલ્પ સમૃદ્ધિના મુકુટ રૂપ છે. હયશાળ રાજાઓના પ્રસિદ્ધ શિલ્પકાર ડંકનાચાર્યું આ મંદિરનું નિર્માણ કર્યું હતું. ત્યાંની લેક કથામાં તે પ્રસિદ્ધ છે. હયશાળ રાજ્યની શિલ્પ પદ્ધતિના મંદિરે દ્રવિડના અન્ય મંદિરની કૃતિથી ભિન્ન છે. આ મંદિરની કળા કૃતિનું વર્ણન એક સ્વતંત્ર પુસ્તક માગે છે. ભારતના દેવી શિલ્પીઓએ અહીં સ્વર્ગ ખડું કર્યું છે. સનીના જેવી બારીક કારીગીરી-ઘાટવાળું કામ અહીં નજરે પડે છે. આ હયશાળ રાજ્યવંશના એક પુરૂષે જ પાછલા કાળમાં વિજ્યનગરના રાજ્યની સ્થાપના કરી હતી. તેમનાથપુરમમાં પ્રસન્ન કેશવના મંદિરના મંડપની ત્રણ દિશામાં ત્રણ ગર્ભગૃહે છે. તેમાં એકમાં પ્રસન્ન કેશવ, બીજામાં ગોપાલજી, અને ત્રીજામાં જનાર્દને સ્થાપિત છે. ત્રણે ગર્ભગૃહ પર ત્રણ શિખરે છે. નીચે મહાપીઠથી ઉપર સુધી કારીગીરીથી ભરપુર છેતરકામ છે. રામાયણ મહાભારત અને ભાગવતની કથા ઘટનાઓ પત્થરોમાં કંડારી છે. હલબીડમાં હોયશળેશ્વર શિવમંદિર ઉંચા પ્લીંથ પર છે. તેની કારીગરી વિચિત્ર છે. ત્યાં એક બાજુ નાનું કેદારેશ્વરનું કળામય શિવમંદિર છે. બેલુર પ્રાચીન કાળમાં દક્ષિણનું કાશી કહેવાતું. ત્યાં ચિન્ત કેશવનું વિશાળ વિષ્ણુ મંદિર છે. તેને બે ઉત્તમ ગેપુરમ છે. ચંદ્રગિરીના એક જ પહાડમાંથી કોરેલી કળાકૃતિરૂપ શ્રમણ બેંલગુલાની સાઠ ફૂટ ઉંચી મહાકાય દિગમ્બર જેન મૂર્તિ એક હજાર વર્ષ જુની છે. જે ટાઢ, તડકે અને વર્ષોમાં આજે પણ અખંડ ઉભી છે.
આંધ્ર પ્રદેશના શિલ્પ સ્થાપત્યો આસપાસના મુસ્લીમ શાસકોના ધર્મઝનુનના કારણે બંગાળ બિહારની જેમ પૂર્ણ સ્વરૂપે જોવા મળતા નથી. બૌધ સંપ્રદાયના વૈજ્ઞાનિક આચાર્ય નાગાર્જુનના નામથી વસેલા સ્થળે માઈલેના ખેદકામમાંથી અને વરંગુલ આદિ અન્ય સ્થળેથી આંધની અમૂલ્ય શિલ્પકૃતિઓના અવશેષ મળે