________________
કાંજિવરમ-શિવકાંચિ-વિષ્ણુ કાંચી એમ બે વિભાગમાં કાંજીવરમ તીર્થ છે. શિવ કાંચિમાં બે કિલ્લાનું ભારે મોટું મંદિર છે. તેનો ગેપુરમ પાસે ચિમ્હબરમ શિવ અને નંદીની વિશાળ સુવર્ણની મૂર્તિઓ છે. ત્યાં એક સરોવર છે. વિપણુ કાંચિમાં વરદરાજ નામક વિષ્ણુનું વિશાળ મંદિર પાંચ કિલ્લાવાળું છે. અહીંના મંદિરના મંડપના ખુણા પર ઝુકતા છજામાં પત્થરોના આંકડા સાથે જોડે પત્થરનો એક ઘંટ લટકે છે. જે અજબ શિલ્પ કળા છે.
યવન આક્રમણના ભયથી કાંચિ, તથા ચિદંમ્બરમને શ્રીરંગમના જેવા ઉંચા કિલ્લાએ વિજયનગરના રાજાઓએ બંધાવેલા. ત્યારથીજ મૂળ મંદિરના શિખર કરતાં ગપુર ઉંચા બાંધવાની પ્રથા શરૂ થઈ છે, તે શિલ્પશાસ્ત્રમાં સાર દેષ યુક્ત ગણાય છે.
પલ્લવ રાજ્ય કુળના મહેન્દ્ર વર્માએ ઈ. સ. ૬૨૫ માં મદ્રાસથી ૨૫ માઈલ કાંચીના સમુદ્ર તટ પર મામલપુરમ (મહાબલિપુરમ)માં પત્થરોની ભેખડો કાપીને સાત વિશાળ રથ-મંદિરે કેતરાવ્યા છે. તેમાં પાંચ પાંડવોના રથ તથા વરાહ અને મહિષાસુર મર્દિની દુર્ગાના બે એમ સાત મંદિરે કંડારેલા છે. ધર્મરાજ રથમાં નસિંહની મૂર્તિ છે. ભીમ રથ બે મજલાને ૩૮૪૨૫ ના માપને છે. બીજા રાની અપેક્ષાએ આ સર્વોત્તમ વાસ્તુકળાના નમુના રૂપ છે.
તિરૂવલુર-મદ્રાસથી ૩૦ માઈલ પશ્ચિમે આવેલું છે. ૯૪૦ ફૂટ લાંબા અને ૭૦૧ ફીટ પહોળા વિશાળ મંદિરમાં શિવ પાર્વતીની ભવ્ય મૂતિઓ છે.
રામેશ્વરનું સુપ્રસિદ્ધ શિવ મંદિર ૧૧ મી શતાબ્દિના દ્રવિડ કળાના સર્વોત્તમ નમુના રૂપ ભવ્ય વિશાળ છે. મૂળ મદિર પ૮૪૩૦ ના માપનું બહાર છે. પાંચ કિલ્લાઓ વિશ ફીટ ઉંચા છે. ચાર ઉંચા ગોપુરમ છે. તેમાં અંદર બહાર શ્રીરામ ચરિત્રના અદભૂત દક્ષે કતરેલાં છે. બે સ્તની હારવાળી પ્રદક્ષિણાની લંબાઈ ચાર હજાર ફુટની છે. જે વિશથી ત્રીશ ફુટ પહોળી અને પીશેક ફુટ ઉંચી છે. છત સુંદર અલંકૃત છે. સામસામા બે વિશાળ સ્થમાં જુદી જુદી આકૃતિઓ મનુષ્ય કે અશ્વની પુરા કદની કરેલી છે. સમુદ્ર તટ પર ગંધમાદન પર્વત નામે ટાપુ પર બાંધેલું આ રામેશ્વરનું મંદિર બહુ પ્રાચીન કહેવાય છે.
કન્યાકુમારી, વિવેદ્રમ, વેલર આદિ મંદિર દ્રવીડીઅન કળાના સર્વોતમ પ્રતિનિધિ રૂપ છે. તેમાં ઉત્તમ કોટિનું ભવ્ય મૂર્તિવિધાન છે. દ્રવિડ મંદિરોના પ્રઢક્ષિણ માર્ગના સામસામા બે વિશાળ સ્તંભમાં હાથી ઘોડા કે મનુષ્યોની પુરા કદની આકૃતિઓ જોરદાર રૂપે કરેલી હોય છે. જે નજરે જોતાં જ તેની વિશાળ ભવ્યતાને ખ્યાલ આવે છે.
તુંગભદ્રાના કિનારે હેપી કિષ્કિા પાસે ઈ. સ. ૧૩૭૬ માં વિજયનગરની સ્થાપના વિદ્યારણ્ય નામે સ્થપતિ અને જયોતિષીના હાથે થઈ છે. તેની વિશિષ્ટ શૈલી