________________
મહિરે હોય છે. મંદિરમાં પ્રવેશતાંજ પહેલી બજાર આવે છે. આ રીતે દ્રાવિડ મંદિરની એક નાના નગર જેવી રચના હેાય છે.
દક્ષિણ ભારતના દ્રાવિડ શિલ્પમાં તે તે યુગની મિટી મોટી ભવ્ય પ્રતિમાઓ, પુરાણોની વાર્તાઓના દશ્ય, સ્થાની વિવિધ આકૃતિઓ, છતની કરણી તથા વિશાળ બાંધકામ જેનાં મન પ્રસન્ન થાય છે. પ્રવેશતાજ મહાકાય ગોપુરમ પાંચ સાત કે બાર માળનો હોય છે. દક્ષિણના કેટલાક ભાગમાં થી પાંચમી સદીના મંદિરે જીર્ણાવસ્થામાં છે. દ્રાવિડના લગભગ બધા સ્થાપત્યે મોટા મેટા વિશાળ કાય સખ્ત ગ્રેનાઈટની વીસથી પચ્ચીશ ફૂટ લાંબી શિલાઓથી બાંધેલા છે.
પાંડથ રાજાઓની રાજધાની મદુરામાં હતી. મદુરામાં નાયક વંશના રાજા વિશ્વનાથે નિર્માણ કરેલ મદુરાનું ભવ્ય મંદિર ઈ. સ. ૧૯ર૩ માં શરૂ કરી બાવીશ વર્ષે પુરૂં કરેલું છે. દ્રાવિડમાં આ અનુપમ મંદિર સૌથી લાંબુ (૭૩૦૪૮૫૦ ફૂટના માપનું) છે. તેના પ્રદક્ષિણા કિલ્લાને નવ ગેપુરમ છે. દરેક કિલામાં અકેક તળાવ અને ચોક તથા હજાર સ્તંભને એક સભામંડપ છે. તેનું એક ગોપુરમ ૧૫ર ફૂટ ઉચું છે.
શ્રીરંગમ મંદિર સર્વોતમ કળાના નમુનાનું વિષ્ણુ મંદિર છે. તેને વિજય નગરમના રાજાએ બંધાવેલા સાત કિલ્લાઓ છે. બારસે સ્તંભને સંભામંડપ ૪૬૦ ફૂટ લાંબો અને ૧૩૦ ફૂટ પહોળે છે. તેનું ગેપુરમનું અલંકરણ અજોડ છે. કાવેરી નદીના ટાપુ પર રામાનુજ સંપ્રદાયના આ મંદિરને નાના મેટા અઢાર ગપુરમ છે. તેમાં બે તે બહુજ વિશાળ ઉ.ાત છે.
ચિદમ્બરમ-દ્રવિડના પ્રાચીન શિવ મંદિરોમાં ચિદંમ્બરનું શિવાલય દર્શનીય છે. તેને એક કિલ્લે, મધ્યમાં તળાવ, તેની એક તરફ પાર્વતી મંદિર, બીજી તરફ સહસ્ત્ર સ્તંભ મંડપ તથા પશ્ચિમે શિવ ગર્ભગૃહ છે. સ્તની કળા બહુ સુંદર છે. તેના મૂળ ગર્ભગૃહનો ધ્વંસ થયેલ છે. અહીંની વિશાળ નટરાજની સુપ્રસિદ્ધ મૂર્તિ પાંચમી શતાબ્દિમાં કાશિમરના રાજા હરણ્યવર્મા ચકવતિએ લંકા જીત્યા પછી સ્થાપેલ છે. વીર ચૌલ નામક રાજાએ દશમી શતાબ્દિમાં તે બંધાવ્યાનું પણ કહે વાય છે. કુભકણમ સમૂહના અનેક મંદિરે અને જળાશયે સુંદર કળામય છે.
તાર-ચૌલ રાજાની રાજધાનીના તાર નગરમાં દશમી સદીનું બૃહદીશ્વરનું શિવમંદિર દ્રવિડ શૈલીથી ભિન્ન છે. બસે ફૂટ ઉંચું શિખર નાગાદિ શૈલીને મળતું. બુદ્ધ ગયાના શિખરની આકૃતિ જેવું છે. તેને પડછાયે પડતા નથી તેવું કહેવાય છે. ત્યાંનું ગોપુરમ ૯૦ ફૂટ ઉંચું છે. શ્યામ પાષાણને મંદી એક જ પત્થરને સેળ ફૂટ લાંબે છે. મંદિરને તેર મજલા છે. ત્યાં સેળમી શતાબ્દિીનું સુબ્રહ્મણ્યમનું મંદિર છે.