________________
शानप्रकाशदीपार्णव-उत्तरार्ध ।
એક આંગળથી અગિયાર આંગળ સુધીની પ્રતિમા ગૃહસ્થ ઘરને વિષે પૂજવી. ને ઉપરના માપની પ્રતિમા પ્રાસાદ-દેવાલયમાં પૂજવી.
प्रतिमाकाष्ठलेपाश्मदंत-चित्रायसां गृहे ।
न्यूनाधिका परिवाररहिता नैव पूजयेत् ॥ ४७॥ પ્રતિમા કાષ્ટની, લેપની કે પથ્થરની કે દાંતની કે ચિત્રની, માનથી ન્યૂન કે અધિક હોય કે પરિવાર-રહિત હોય તે તે ગૃહના ઘરે પૂજવી નહિ. प्रतिमादोष
रौद्री च हन्ति कर्तारमधिकांगी च शिल्पिनम् ।
कृशा द्रव्यविनाशाय दुर्भिक्षाय कृशोदरी ॥४८॥ ભયાનક પ્રતિમા કર્તાને નાશ કરાવે છે. અધિક અંગવાળી પ્રતિમા શિલ્પીને સંહાર કરાવે છે. પાતળી પ્રતિમા લક્ષ્મીને નાશ કરાવે છે અને પાતળા પેટવાળી પ્રતિમા દુકાળ પડાવે છે.
वक्रनासा च दुःखाय हस्वा गोत्रक्षय करी । अनेत्रा नेत्रनाशाय स्थूला सौभाग्यवर्जिता ॥ ४९ ॥ जायते प्रतिमा हीनकटिराचार्य घातिनी । जघाहीना भवेत् राष्ट्रपुत्रमित्रविनाशिनी ॥ ५० ॥ पाणिपादविहीना च धनधान्य विघातिनी ।
चिपिटार्चा कृतार्चा न तत्त्वं च व्ययो भवेत् ॥ ५१ ॥ પ્રતિમાનું નાક વાંકું હોય તે તે દુઃખદાતા જાણવી. ટૂંકા નાકવાળી પ્રતિમા ગોત્રને ક્ષય કરે છે. નેત્ર વગરની પ્રતિમા આંખે અંધાપે લાવે છે. જાડી પ્રતિમા એશ્વર્યનો નાશ કરે છે. હીન કટિવાળી આચાર્યને ઘાતક જાણવી. ટૂંકા જંઘાપગવાળી પ્રતિમા રાજ્યને, પુત્ર અને મિત્રને વિનાશ કરે છે, હાથ અને પગહીન પ્રતિમા ધનધાન્યને નાશ કરે છે. ચપટી પ્રતિમાના પૂજનનું ફળ મળતું નથી, વળી તે ખર્ચમાં ઉતારે છે.
अर्थहृत् प्रतिमोत्ताना चिंताहेतुरधोमुखी । अथापदे तिरथीना नीचोच्या तु विदेशदा ।। ५२ ॥ अन्यायव्यनिष्पन्ना परवारस्तु समुद्भवा । न्यूनाधिकांगी प्रतिमा सपरिवारनाशिनी ।। ५३ ॥