________________
શિ૯પી પ્રેમચંદજીએ બાંધેલ છે. ભારતીય સ્થાપત્યના કેટલાક અમુલ્ય નમુના રૂપ કળામંદિરના સ્તર પર બંધાવનારના નામે કતરેલા મળે છે. પરંતુ કમનસીબે આ અમુલ્ય કળાને વારસો મુકી જનાર શિલ્પીના નામે મળતા નથી. એવા નિઃસ્પૃહ સ્થપતિઓને અમારા નમ્ર ભાવે શતશઃ વંદન છે.
ભારતના પ્રત્યેક પ્રાંતના વિવિધ કાળના દર્શનીય સ્થાપત્ય ભારતના પ્રત્યેક સંપ્રદાયમાં મૂર્તિ સાધ્ય સાધન-પ્રધાન છે. આદિ કાળમાં નિરાકાર શિવલિંગની પૂજા થતી. પાછળથી સાકાર રૂપે અન્ય દેવેની કલ્પના થતાં મૂર્તિપૂજાને પ્રચાર થયો. આથી આ દેવમૂર્તિઓના મંદિરની અગત્ય ઉભી થઈ, તેની રચનામાં દેવનું સ્થાન-ગર્ભગૃહ, પ્રાર્થના મંડપ, નૃત્ય મંડપ એમ કમશઃ વિકાસ પામતાં દેવ મંદિરની પુરી રચના થઈ છે.
પ્રત્યેક મંદિરમાં ઓછાવત્તા ખંડેને આધાર દ્રવ્ય તથા સ્થાન પર છે. આ રચના સામાન્યતઃ ઉત્તર ભારતના મંદિરમાં જોવામાં આવે છે. જ્યારે દ્રાવિડ મંદિરો તે એક નાની નગરી જેટલા વિસ્તારમાં હોય છે. નીજમંદિર અને પ્રાર્થના મંડપ તે ત્યાં પણ ઉત્તર ભારતના જેવા જ હોય છે. પરંતુ દ્રાવિડ મંદિરોમાં સુંદર કળામય ભવ્ય પ્રદક્ષિણા પથ એક, બે, ત્રણ કે સાત સુધીની સંખ્યામાં હોય છે. મંદિરની સુરક્ષા માટેના ઉત્તરેતર કિલ્લા જેવા આ માર્ગ છે. જળાશયો, ભજન મંડપ, અન્ય પરિવાર-દેના બીજા મંદિરે, બજાર અને ખુલ્લા ચેકો પણ તેમાં હોય છે.
આવા વિશાળ સ્થાપત્ય સમુહ રૂપે આ મંદિરે ગ્રેનાઈટ-કાળમીંઢ પથરથી કરડે રૂપીયાના ખર્ચે જુદા જુદા સંપ્રદાયના વિખ્યાત રાજકુળોએ બંધાવ્યા છે. મંદિર નિર્માણ એ ભાવ પ્રધાન છે. પ્રત્યેક ભાવિક ભકત ભગવાનના સાકાર રૂપનું પૂજન અર્ચન કરીને પિતાને ધન્ય માને છે. દ્રાવિડ રાજ્ય વશમાં પાંડવ, ચૌલ, ચેરા અને પલવ રાજ્યો પછી ચાલુકય રાજકુળે પણ પિતાનું રાજ્ય તે દેવનું સામ્રાજ્ય માનતા હતા અને પિતાના રાજ્યની અઢળક આવકને દેવદ્રવ્ય ગણુતા હતા. પરિણામે ત્યાં આવાં વિશાળ દેવ મંદિર નિર્માણ થયાં છે.
ઉત્તર ભારતના રાજ્યવંશની પણ ભાવના કાંઈ કમ ન હતી. ગુજરાતમાં દશ. મીથી તેરમી સદી સુધી એવા વિશાળ સ્થાપત્ય રાજાઓએ ઉભા કર્યા છે. સિદ્ધપુરને રૂદ્રમહાલય અને રાજપ્રાસાદ, તથા સહસ્ત્રલિંગ સરોવરની વિશાળ રચના સોલંકી રાજાઓએ કરી છે, એમ ઈતિહાસ સાક્ષી પુરે છે. આવા વિશાળ સ્થાપત્યને વિધર્મીઓની ધર્માધતાના કારણે નાશ થયે. પરિણામે મંદિર રચનાના સંકુચિત સ્વરૂપને ઉદભવ . ભારતના પ્રત્યેક પ્રાંતની શિપ શિલીમાં ભિન્નતા જોવામાં આવે છે. એરિસ્સા-ઉડીયા, મધ્યપ્રદેશ, ગુજરાત રાજસ્થાન, દ્રવિડ, હયશાળ, કામિર-બંગાળ, બિહાર વગેરે પ્રાના આજે ભારતના રહ્યાસહ્મા સ્થાપની. માનસિક યાત્રા કરી આપણે તેનું વિહંગાવલોકન કરીએ. - '