________________
૭
પ્લાન આ ગ્રંથના પાછલા ભાગમાં ઉત્તરાના પરિશિષ્ટમાં આપેલ છે. તેનાથી ચતુર્થાંશ રાણકપુરને ધરણી વિહાર પ્રાસાદ છે. દેપાકની લેાક કથા પણ પ્રચલિત છે.
વિ. સ’. ૧૧૭૩માં દક્ષિણ કર્ણાટકના એલરના સુપ્રસિદ્ધ મંદિરના નિર્માતા શિલ્પી ડંકનાચાર્યાં હતા. પંદરમી સદીમાં મેવાડના કુંભા રાણાના રાજ્યમાં ચિતેાડગઢ પરના કેટલાક સ્થાપત્યની રચના સુપ્રસિદ્ધ સૂત્રધાર સ્થપતિ મને કરેલ છે, તેના પિતા ખેતા મૂળ મહીલપુર પાટણના હતા. મેવાડ રાજ્યના નિમ ંત્રણથી તેણે ત્યાં નિવાસ કર્યો હતા. સૂત્રધાર ખેતાના પુત્ર મડન સુપ્રસિદ્ધ સ્થતિ હતા. તેણે અનેક શિલ્પગ થાની રચના કરી છે. તેમજ શિલ્પના અશુદ્ધ અને અસ્તવ્યસ્ત થયેલા ગ્રંથાને વ્યવસ્થિત કર્યો છે. તે શ્રી વિશ્વકર્માના અવતાર સ્વરૂપ હતા. આ મહાપુરૂષે શિલ્પકળાની ભારે સેવા કરી છે. તેના નાનાભાઈ નાથુજી પણ કુશળ શિલ્પી હતા. તે વાસ્તુ માંજરી ગ્રંથના કર્તા હતા, ચિંતાડના કીર્તિસ્થંભના ઉપલા માળે ખેતાપુત્ર મંડનના આખા કુળ પરિવારની મૂર્તિએ કોંડારેલી છે.
'
સત્તરમી સદીમાં મેવાડમાં કાંકરેાલી પાસે રાયનગર પાસેના વિશાળ સરવર રાયસાગરને કાંઠે ‘નવ ચાકીએ ’ના નામે હજારેક ફૂટ લાંબા આરસથી આંધેલું છે. એ વેળા મહારાણાએ તેમાં મુખ્ય શિલ્પીને ગામ ગરાસ અને સત્તર હજાર ક્રમ (તે કાળના સિક્કા) બક્ષીસમાં આપી સન્માન કર્યાના લેખ ત્યાં કાતરેલ છે. પાસેના રાયનગર નામે શહેરમાં તે કાળે ત્રણસે ઘર સામપુરા શિલ્પીએના હતા. શિલ્પ સ્થાપત્યના ઉત્તેજનના અભાવે અને ત્યાંની આરસની ખાણેાના માલના ઉપાડના અભાવે હાલ તેમનું એક પણ ઘર ત્યાં નથી.
વિ. સ', ૧૫૬૬ની સાલની અચળગઢ આબુની ધાતુની જૈન ચામુખની મૂર્તિએ શિલ્પી વાચ્છાના પુત્ર દેવાના પુત્ર અખુદના પુત્ર હરદાસે બનાવ્યાનેા ઉલ્લેખ મળે છે. તેની જોડૅની વિ. સ. ૧૫૧૮ની ચામુખની એક ધાતુ મૂર્તિ ડું’ગરપુર નિવાસી શિલ્પી લુભા અને લાંપાએ ભરી છે તેવા લેખ તે પર કેત્તરેલા છે.
વિ. સ’. ૧૮૮૫માં પાલીતાણાના જૈનોના પવિત્ર શત્રુન્ય પહાડની બે ભિન્ન ભિન્ન ટેકરીઓ હતી. જગ્યાના અભાવે અને ટેકરીયાની વચ્ચેના ગાળા પુરી માટી ટુંક માટેની સમતલ જગ્યાની યેાજના સ્થપતિ શ્રી રામજી લાધારામે કરી હતી અને તેમણે શેઠ સેાતીશાહને વિશાળ ટુંક તે સ્થળે બાંધી આપી. શ્રી રામજી મહા કુશળ સ્થપતિ હતા. તે યુગના વિશ્વકર્મા સ્વરૂપ હતા. શિલ્પની કેટલીક રૂઢિમાં સાદાઈ લાવવાને ચિલા તેમણે જ પાડેલા છે. તેમણે યુવાવસ્થાથી માંડી વૃદ્ધાવસ્થા સુધીના અરધી સદી જેટલા કાળમાં ઘણા સ્થાપત્યેની રચના ગુજરાત સૌરાષ્ટ્રમાં તે યુગમાં કરેલ છે. શત્રુજ્ય પર તેમણે ત્રણ ટુકા ખાંધેલી છે. મુંબઈ જેવી ઉગતી નગરીમાં ભાયખલાના જૈન મંદિર તેમણે માંધેલા છે. તેઓ આ ગ્રંથ લેખકના ચાથી પેઢીએ પ્રપિતામહ થાય છે.
અમદાવાદનુ` શેઠ હઠીસીંગનું જૈન ખાવન જીનાલય વિ. સ'. ૧૯૦૦માં સામપુરા