________________
ઓરીસા-ઉડીયાના કેશરી વંશના ચોથીથી અગ્યારમી સદી સુધીને છ વર્ષના રાજ્ય કાળ દરમીયાન સાત હજાર મંદિરે ભુવનેશ્વરની આસપાસ બંધાયા. તેમાં હાલ પાંચ મંદિરે વિદ્યમાન છે. તેમાં સિંહરાજને ભવ્ય પ્રાસાદ, મુકતેશ્વરનું કળા પૂર્ણ મંદિર રાજારાણીનું સુંદર મંદિર, તેમજ ૧૩૦૦ ૭૦૦ ફુટના માપના જળપૂર્ણ પવિત્ર બિન્દુ સાગરના કાંઠા પાસેના મંદિરે દર્શનીય છે.
કોણાર્કનું ભવ્ય સૂર્ય મંદિર બંકીયર હાલતમાં છે. છતાં દેવી સંપત્તી રૂપ કળાના ભંડાર સમું તે આજે ઉભું છે. પૂર્વ ભારતનું આ સૂર્ય મંદિર અને પશ્ચિમનું આપણું મોઢેરાનું સૂર્ય મંદિર બંને કળાના ભંડાર સમા છે.
જગન્નાથપુરી આસપાસના વિષ્ણુ આદિ દેવ મંદિરે ભવ્ય કળા કારીગીરીથી ભરપુર છે. પૂર્વના યાત્રાધામ જગન્નાથજીના મંદિરમાં શ્રીકૃષ્ણ. બલદેવજી અને સુભદ્રા એમ ભાઈબહેનની ત્રિમૂર્તિઓ મુખ્યત્વે પૂજાય છે. જ્યારે અન્ય તીર્થોમાં લક્ષ્મી-નારાયણનાં દેવદેવીનાં યુગ્મ પૂજાય છે.
મધ્ય ભારતના બંદેલખંડના ખજુરાહોમાં ૮૫ મંદિરમાંથી હાલ વીશ જ ઉભાં છે. પાસે કલિંજરને સુપ્રસિદ્ધ કિલ્લો હતે. રાજા વંગદેવે દશમી શતાબ્ધિમાં કંદરે મહાદેવનું સુપ્રસિદ્ધ મંદિર બંધાવેલ છે. અહીં આઠ મંદિરે જેનેના છે. એક ચોસઠ યોગીનીનું મંદિર ૧૦x૬૦ ફુટના માપનું ચેકવાળું નવમી શતાબ્ધિનું ઉભું છે. જેની મૂળ બંધાયેલી ૬પ દેરીઓમાંથી હાલ કર અવશિષ્ટ છે. કંદર્પ મહાદેવનું મંદિર ૧૦૯ ફૂટ ઉચું, ૧૧૬ ફૂટ લાંબુ અને ૬૦ ફૂટ પહેલું છે. આવાં મંદિરે આઠ દશ જ છે. તેની છત કેતરકામથી વિભૂષિત છે. તેમાં બે થી ત્રણ કુટ ઉંચી મૂર્તિઓની સંખ્યા ૮૭ર છે. બીજી નાની મૂર્તિઓ તે હજારે છે. અહીંનું શિલ્પ અનેખું છે. અહીં ચારસો વર્ષ સુધી રહી આ ઉત્તમ કળાધામનું નિર્માણ શિલ્પીઓએ પોતાની પંદર સેળ પેઢી સુધી કરેલું છે. લક્ષમણજીના મંદિરની તુલનામાં આવે તેવું મંદિર ભારતમાં ભાગ્યે જ હશે. '
વાલિયરનું સહસ્ત્રબાહુ ( સાસબહુ)નું મંદિર ઈ. સ. ૧૦૯૪ માં બાંધેલું છે. તે વારતકળાના એક ભવ્ય અનેખા નમુના રૂપ છે. ઉદયાદિત પરમાર રાજાના ઉદયેશ્વરના સાત મજલાના મંદિરના અંગ પ્રત્યાંગ પર કળાકારેએ તન મન અર્પણ કરીને અભૂત કારીગીરી કંડારી છે. વાલીયરમાં તેલીનું મંદિર પણ સુંદર ઉલ્લેખનીય છે કેટલાક મંદિરે કલચૂરિ રાજાઓના બંધાવેલા છે. અહીં ચોસઠ ચેગિણીનું મંદિર ઉત્કૃષ્ટ નમુનાનું હજુ વિદ્યમાન છે. દેવગઢના પ્રાચીન ભગ્નાવશેષનું શિલ્પ ગુપ્ત કળાના ઉત્કૃષ્ઠ નમુનારૂપ છે. જબલપુરના મંદિરના અવશેષે પણ પ્રસંશનીય છે.
ગુજરાત અને રાજસ્થાનની સ્થાપત્ય શૈલી નાગરાદિ પ્રકારની છે. રાજસ્થાનના રાજપુત રાજ્યના સમુહ બળ વડે એ પ્રદેશના મંદિરે સુરક્ષિત રહી શકયાં છે. તેમાં જેસલમેર, ચિતોડ, ઉદયપુર, આમેર, જોધપુર, શીહી, બિકાનેર ઇત્યાદીના