________________
મળે છે તેના સૌંદર્યને યશ યુરોપી વિદ્વાને ગ્રીક શિલ્પીઓને આપે છે. પણ તે વસ્તુ જ બીન પાયાદાર છે. પ્રત્યેક દેશમાં પોતપોતાની આગવી જ શિલ્પ શૈલી ઉદ્ભવી છે. એથી યુપી વિદ્વાની ભારતીય શિલ્પને ગૌણ ગણી કાઢવાની આ ક૯૫ના મિથ્યા છે. ઉલટી ગ્રીક કળા ગાંધાર કળામાંથી ઉદભવી હોય તેમ દેખાય છે-એવું વિધાન કેમ કઈ કરતું નથી? ભારતીય કળાએ તે જગતના શિલ્પ સ્થાપત્યમાં ઘણો કિંમતી અજોડ ફાળો આપ્યો છે.
મનુ આદિ પ્રાચીન સ્મૃતિકાએ નૃત્ય-ગીતની કળાના અતિ સેવનમાં નીતિનાશનો ભય જોઈને તેના આવા કળાકારને અપરાધી ગણી શિક્ષા સૂચવી છે. અને તેને અપમાનિત કરી નગરમાંથી બહિષ્કૃત કરવા સુધીની આજ્ઞા ફરમાવી છે. એ જ નૃત્ય-ગીતની કળાને વર્તમાન કાળમાં રાજ્યાશ્રયે ભારે ઉત્તેજન મળી રહ્યું છે. જ્યારે સ્થાયી સુંદર શિલ્પકળા પ્રત્યે દુર્લક્ષ સેવાય છે ત્યારે ક્ષણિક મનોરંજનની કળા રાજ્યાશ્રય પામી સમાન પામે છે. એને પણ કાળની વિચિત્રતા જ માનવી પડે છે. વસ્તુને નગ્ન સ્વરૂપે આખી અભદ્ર વિકાર જાગ્રત કરનારને આપણું શાસ્ત્રકાર અપરાધી ગણે છે. પણ આધુનિક વિવેચક કહે છે કે નગ્ન દેહ તે કુદરતી છે. તેના પર બનાવટી વાનો ઢાંક પિછેડે કરવાથી કળા મારી જાય છે. તેમને મારે એક જ પ્રશ્ન છે કે શું કળા સાથે નીતિને કંઈ સબંધ જ નથી ?
મૂર્તિ-વિધાનમાં બધા જ શિલ્પીએ સરખા કર્તવ્યશીલ હોતા નથી. અપ્રતિમ કુશળતા વિના કેઈએ મૂર્તિ ઘડવી જ નહિ એવો પ્રતિબંધ શકય નથી. તેથી ભિન્ન ભિન્ન શિષીઓના હાથે નિર્માણ થયેલી મૂર્તિ એમાં કમી અધિક સૌંદર્ય નજરે પડે છે. કળા-કૃતિ કુદરત સાથે સામ્ય સાધતી હોવી જોઈએ એવું સૌંદર્યપૂજકે માને છે. આ દષ્ટિએ ભારતીય કળા-કૃતિઓને જોતાં ભારતીય શિલ્પીઓ કુદરત કરતાં ભાવનાને વિશેષ પ્રબળ માને છે એમ સ્પષ્ટ દીસે છે.
સુપ્રસિદ્ધ સ્થપતિ. જુદા જુદા કાળમાં જે સોમપુરા સ્થપતિઓ થઈ ગયા તેમના કમવાર ઉ૯લે મળવા દુર્લભ છે જે કંઈ મળ્યું છે તે પરથી અહીં નોંધ લીધી છે. સોમપુરા શિલ્પી મુખ્યત્વે પાષાણુ કામ કરે છે. ઉપરાંત ધાતુ કામમાં પણ તેઓ નિષ્ણાત હતા. તેમના પ્રાચીન કાળના ધાતુ કામના નમુનાઓ તેમજ મધ્યકાળના નમુનાએ આજે પણ જોવામાં આવે છે. આવી એક ધાતુ પ્રતિમાં વડોદરા પાસે આકોટામાંથી મળેલી છે. જીવીત સ્વામીની મહાવીરની દિક્ષા પહેલાંની આભુષણવાળી ઉત્તર ભારતની શ્રેષ્ઠ સમૃદ્ધ ધાતુ શિ૯૫ની આ સુંદર ખંડિત મૂર્તિ ગુપ્તકાળની પાંચમી સદીની મરૂમંડળના શાહધર નામના શિપીની બનાવેલી છે. ધાતુ મૂર્તિના બીજા એક નિર્માતા ગુજરાતના શિલ્પી “શિવનાગ” નામે હતા, તેણે વિ. સં. ૭૪૪ માં