________________
'૪૪
એક સ્પષ્ટ ચિન્હ છે. ધર્મ પ્રવૃત્તિથીજ ધાર્મિક સ્થાપત્ય ભારતમાં ઉભાં થયાં અને તે દ્વારા જ શિલ્પી વર્ગને ઉત્તેજન મળ્યું છે. પ્રાચીન કાળમાં શિલ્પીને બ્રહ્માના પુત્ર ગણી તેનું પૂજન થતું. એશીયા ખંડમાં-જાપાનમાં બુધ્ધ ધર્મનો પ્રચાર થતાં એ દેશની રાજ્યમાતાએ પ્રજામાં સર્ષ ઢંઢેરા દ્વારા ઈછા પ્રદર્શિત કરી હતી કે મારા રાજ્યના નગરો તથા ઉપવનમાં શિલ્પીઓને ટાંકણાને ગુંજારવ સદા થતો રહે!
ભારતના શિલ્પીઓએ પુરાણના પ્રસંગોને પાષાણુમાં સજીવ કેતર્યા છે. તેમના ટાંકણાની સર્જનશકિત પરમ પ્રશંસાને પાત્ર છે, પત્થરો પરના શિ૯૫ પરથી શૌર્ય તથા ધર્મબોધ પ્રાપ્ત થાય છે. જડ પાષાણને વાચા આપનારા આવા કુશળ શિ૯પીઓ પણ કવિ જ છે, જે ભારે ધન્યવાદને પાત્ર છે. અલબત્ત કળા કઈ ધર્મ કે જાતિની નથી. એ તે સમગ્ર માનવ સમાજની છે ભારતીય શિલ્પીઓએ આ કળા દ્વારા સ્વર્ગવૈકુંઠને પૃથ્વી પર ઉતાર્યું છે અને રાષ્ટ જીવનને સમૃદ્ધ કરી પ્રેરણું આપી છે. આવી આપણી સ્થાપત્ય કળા પ્રત્યે આજે રાજયકર્તા સરકાર બેકાર બની છે શ્રીમંત વગ દુર્લક્ષ સેવ થયા છે. એ જ દેશનું દુર્ભાગ્ય સૂચવે છે. જડ પાષાણમાં પ્રેમ, શૌર્ય, હાસ્ય, કરૂણા કે કઈ ભાવ મૂર્તિમંત કરે બહુ કઠણ છે. ચિત્રકાર તે રંગરેખાથી તે દર્શાવી શકે છે. પણ શિલ્પી આવી રંગની મદદ વિના જ પાષાણમાં ભાવાત્મક સર્જન કરે છે ત્યાં જ તેની અપૂર્વ શકિત રહેલી છે.
મૂર્તિપૂજા. ભારતના પ્રત્યેક સંપ્રદાયમાં મૂર્તિ પૂજન પ્રાધાન્ય સ્થાને છે. તેના પ્રારંભ કાળ વિષે વિદ્વાનોમાં મતભેદ છે. વેદમાં પણ મૂર્તિ વિષે ઉલ્લેખ છે. ધ્યાન ગની સિધ્ધિ સારૂ જ્ઞાની મહાપુરૂષે પ્રતિમાની આવશ્યકતા સ્વીકારે છે. વેદ કાળમાં યજ્ઞના ક્રિયાકાંડમાં દેવને સ્તુતિ સાથે બલિ આપતા હતા. આ દેવના આયુધ, વાહન, શક્તિ ઈત્યાદિની કલ્પના પરથી પ્રતિમાના સ્વરૂપ રચાયા છે. ભક્તિમાર્ગમાં પ્રતિમા પૂર્ણ આલંબન રૂપ છે. તેથી મૂર્તિપૂજા જરૂરી મનાઈ છે. આ માન્યતાને મૂળ પ્રારંભ નિરાકાર લિંગ પૂજનથી થયે છે. તે પછી જ સાકાર મૂર્તિઓની કલ્પના થઈ. ધાર્મિક દષ્ટિએ સાધક, સાધ્ય અને સાધનમાં અનુક્રમે ભક્ત, મેક્ષ અને મૂતિ–પ્રતિમા મનાય છે. આ પ્રતિમાની સ્થાપના માટે ઉભા કરેલા સ્થાપત્યને મંદિર-દેવાલય કહે છે. આપણા સર્જક, પાલક, સંહારક દેવે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે. બ્રહ્માની પ્રતિમાનું પૂજન બહુ સ્વલ્પ થાય છે. વિષ્ણુ, શિવ, શકિત, ગણેશ સૂર્ય–આ પંચ દેવેની પ્રતિમાના પૂજન માટે ભારતમાં સ્થળે સ્થળે મંદિરે રચાયાં છે. દક્ષિણ-દ્રવિડમાં કંધ-કાર્તિકસ્વામી બહુ પૂજાય છે. સૂર્ય-પૂજન પાછલા કાળમાં શરૂ થયું હતું. પણ પછીથી સૂર્ય પૂજા અસ્ત પામી. મધ્યકાળના સૂય દેવના ભગ્ન મંદિરો નજરે પડે છે. વર્તમાન કાળમાં તે નવાં બંધાતા નથી. વિવિધ સ્થાનના મહામ્ય પ્રમાણે દેવ દેવીઓના મંદિરે ભારતના પ્રત્યેક પ્રાંતમાંચાયાં છે. તક્ષશિલાગાંધારની કળાના અવોયરૂપ બુદ્ધ યુગ પછીની જે સુંદર મૂર્તિઓ