________________
હ.
પ્રયાસ થવા જોઈએ. રાજ્ય સરકારની જેટલી જ આપણી વિદ્યાપીઠ-યુનીવર્સીટીએની પણ આ ફરજ છે. ભારતીય શિલ્પકળાના સંપૂર્ણ વિકાસ માટે આ વિદ્યાને આપણી એજીનીયરીંગ કોલેજમાં પણ સ્થાન આપવું જોઈએ અને તેને ગ્રંથસ્થ (થીયેારેટીકલ) જ્ઞાન સાથે સક્રિય (પ્રેકટીકલ) જ્ઞાનની વ્યવસ્થા પણ થવી જોઈએ.
સ્થાપત્યને વહેમ માનતા સુધારકે. આપણા પ્રાચીન કાળના સષિ મુનિ પ્રણિત ગ્રંથને બુદ્ધિપૂર્વક અભ્યાસ કર્યા વિના તેને વહેમ કે હંબગ ગણું કાઢવું એ ટુંકી બુદ્ધિનું લક્ષણ છે. પુરાણ ગ્રંથમાં વાયુયાન આદિના વર્ણન છે, જેને અગાઉ આવા સુધરેલા ગૃહસ્થો હાંસીપાત્ર ગણતા હતા. પરંતુ બુદ્ધિબળ તથા પરિશ્રમ વડે પરદેશી વૈજ્ઞાનિકે એ બલુનેએલેનજેટ વિમાન જગત સમક્ષ ખડા કર્યા પછી આપણું પુરાણુ-ગ્રંથસ્થ વસ્તુઓને વહેમ-હંબગ ગણવાને હવે અવકાશ જ રહ્યો નથી. વળી ભારતના સુધરેલા ગણાતા ટુંકી બુદ્ધિના પુરૂષો માને છે કે દેવમંદિર તથા અન્ય સુંદર કળામય સ્થાપત્યો પાછળ દ્રવ્ય ખર્ચવું એ મૂર્ખાઈ છે, પણ તેને બદલે કુલોકોલેજોને ઉત્તેજન આપવું તેમાં જ દ્રવ્યને સદવ્યય છે. પણ આ ટુંકી બુદ્ધિના પુરૂષે ભૂલી જાય છે કે યુગોથી વિકાસ પામેલ શિલ્પ-સ્થાપત્યના વિદ્યા-સંસ્કાર ટકાવી રાખી દેશનું ગૌરવ વધારનારી આ કળાની પાછળના દ્રવ્યને ઉપયોગ એ પણ એક ભારે સવ્યય જ છે, જેથી દેશનું ગૌરવ જાળવનારી આ વિદ્યા-કળા ટકી રહેશે. બુદ્ધિશાળી સજજને એ ઉદાર દૃષ્ટિથી આ વસ્તુને વિચાર કરે ઘટે છે. વિદ્યા-કળાને ઉજન દેવાનું કાર્ય તે રાજ્ય તથા સમાજને ધર્મ છે. સ્વદેશાભિમાની પુરૂષએ આ વસ્તુ પ્રત્યે રાજા-પ્રજાનું લક્ષ દરવું જોઈએ.
ગૌરવપ્રદ ભારતીય શિલ્પ. પ્રાચીન સ્થાપત્ય તથા સાહિત્ય વડે જ દેશની સંસ્કૃતિનું મૂલ્ય અંકાય છે. આ વિદ્યાકળા તે દેશનું અમલું ધન છે. શિપ-સ્થાપત્ય માનવ જીવનનું અત્યંત ઉપયોગી મર્મભર્યું અંગ છે. તે દ્વારા જ પ્રજાજીવનને વિકાસ, સુઘડતા, ધ્યેય, કળાપ્રિયતા સ્પષ્ટ જોઈ શકાય છે. આ કળા હદય તેમજ ચક્ષુ બનેને આકર્ષે છે. શિલ્પ-સૌંદર્ય એ માત્ર તરંગ નથી. પણ હૃદયને સભર ભાવ છે. જગતમાં ભારતનું સ્થાપત્ય ઉત્તમ કેટીનું દેશને ગૌરવ લેવા સરખું છે. ભારતના સર્વ સાહિત્યનો પ્રારંભ ધર્મબુધિથી થયેલો છે. તેથી શિ૯૫શાસ્ત્ર પણ ધર્મભાવના સાથે સંકલિત થયું છે, જેની બુદ્ધિપૂર્વકની રચના પ્રાચીન ઋષિ-મુનિઓએ કરેલી છે.
શિલ્પની કેટલીક શૈલીજ ભારતની આધ્યાત્મિક વિચાર ધારામાંથી ઉદ્ભવી છે. પુર્નજન્મને સિદધાંત મુજબ જીવપ્રાણું વિકાસ સાધતાં અનેક ઉચ્ચ કેટીની નીએમાં જન્મતાં જન્મતાં આખરે બ્રહ્મમાં વિલીન થાય છે. આ સિદ્ધાંત દેવમંદિરના શિખરરૂપ-શંકુના આકારે મૂક્યું છે, જેમાં ભારતીય શિલ્પપધ્ધતિ અંડસૃષ્ટિના સિધ્ધાન્તની વિલીનતાનું દર્શન કરાવે છે. શિલ્પની આધ્યામિક ભાવનાનું જ આ