________________
૪૨
શાસ્રમ, (૭) મનુષ્યાલય ચ'દ્રિકા, (૮) વાસ્તુવિદ્યા, (૯) શ્રી તત્વનિધિ, (૧૦) મય શાસ્ત્રમ્, (૧૧) પ્રતિમા લક્ષાધ્યાય, (૧૨) ઈશાન શિવગુરૂદેવ પદ્ધતિ તંત્ર, વિશ્વ કર્મો પ્રકાશ, (૧૪) વાસ્તુસાર સ`ગ્રહ, (૧૫) વાસ્તુમધ, (૧૬) હુંય શિષ પંચરાત્રમ્, (૧૭) શિલ્પ રત્નમ્ , (૧૮) બૃહદ શિલ્પશાસ્ત્ર, (૧૯) ભિલષિતાથ ચિંતામણિ, ઈ. ગ્રંથા છે. જેમાંના ઘણા હાલ મુદ્રિત પણ મળે છે.
મધ્યકાળમાં જુના શિપત્ર'થા અસ્તવ્યસ્ત થતાં તેના કેટલાક ભાગ છૂટા પડી ગયા, જે ખુદા ગ્રંથ તરીકે કેટલાક શિલ્પીઓ પાસે મળે છે. પણ એ તે કાઇ મોટા ગ્રંથના થાડા અધ્યાય જ છે. દાખલા તરીકે, આયતત્વ, કેશરાજ, નિર્દોષ વાસ્તુ, ગૃહપ્રકરણ, પ્રાસાદમજરી, સમવસરણ, પુણ્યવિદ્વી, દેવપ્રતિષ્ઠા, વાસ્તુપૂજા, જીનપ્રાસાદ, ૠષભાદિપ્રાસાદ, કેશરાદિ મેરૂ પ્રાસાદ, એકાવિતિ મેરૂ પ્રાસાદ, વિજયાદિ પ્રાસાદ જેવા ઘણા નાના નાના પ્રથા જોવામાં આવે છે. આ દરેક કાઈ એક અગર ખીજા માટા ગ્રંથના માત્ર અધ્યાય જ છે. અને આ ગ્રંથૈામાં રાજપ્રાસાદ, દેવપ્રાસાદ, જળાશયા, આરામ-વાટિકાઓ, નગર-રચના, સામાન્ય ગૃહા આદિ વિષયે ચર્ચેલા છે. મારા પોતાના ગ્રંથ સંગ્રહમાં ઉપરના ગ્રંથા મુદ્રિત તેમજ હસ્ત લિખિત એકત્ર કર્યાં છે. “વૈમાનિક પ્રકરણ” નામે એક હસ્તલિખિત ગ્રંથ છે; જે ભરદ્વાજ ઋષિના રચેલા યંત્ર સસ્વ' નામના ગ્રંથના એક અધ્યાય જ છે, વૈજ્ઞાનિક દૃષ્ટિએ આ ગ્રંથ અદ્ભુત છે. આ ગ્રંથમાં આપેલ વસ્તુ પચાસેક વર્ષ પૂર્વે આપણા સુધરેલા સમાજ પાસે કાઈ શિલ્પીએ રજુ કરી હેાત તા તેને પાગલ જ ગણી કાઢર્ચા હાત. પણ આજે પશ્ચિમના વૈજ્ઞાનિકોએ આ વસ્તુ સિદ્ધ કરી બતાવી છે. આપણા આવા ગ્રંથામાં આપેલી હકીકતના 'શોધનની જવાખદારી આપણી સર કારની છે. તેથી આપણી પ્રાચીન વિદ્યા પર પ્રકાશ પડશે અને વિજ્ઞાન ક્ષેત્રે નવી દિશા ઉઘડશે.
કળાને પ્રાત્સાહન
ભારતમાં રાજાએ, ધર્માધ્યક્ષા તથા શ્રીમ`ત વગે શિલ્પકળાને સદા પ્રોત્સાહન આપી તેને જીવંત રાખી છે. તેઓ તેને પેાતાના પ્રધાન ધર્મ માનતા હતા. પણ આજે આ ત્રણે વર્ગ અશ્ય થતા જાય છે. અને એ રીતે આ કળાની કદર કરનાર સમાજ ઘસાતા જાય છે. ખેદ સાથે કહેવુ પડે છે કે વર્તમાન રાજ્ય-સરકાર ભારતીય શિલ્પસ્થપત્ય પ્રત્યે ઉદાસીનતા સંવે છે. સરકારે પાટનગર-દીલ્હીમાં લલિત-કળા એકેડેમી નામની સંસ્થા ઉભી કરી છે. પણ આ સંસ્થામાં તે મુખ્યત્વે નાટક ચેક કે નૃત્ય-સંગીત જેવી ક્ષણિક મનાર જક કળાનેજ સ્થાન છે. સ્થાયી સ્થાપત્ય-કળા તેમજ એ કલ્પના પ્રાચીન ચૈાના સંશોધન પ્રત્યે સાવ દુર્લક્ષ જ સેવાય છે; તેથી ભારતીય કળાના મજ્ઞ સજ્જનાએ આ પ્રશ્ન ઉપાડી લઈ તેના પ્રચાર કરી આ કળાના ઉત્તેજનાથ પ્રબળ પ્રયાસ કરવે ઘડે છે. રહ્યાસહ્યા પ્રાચીન વિદ્યાના સેવકે।ને પ્રોત્સાહિત કરી એ વિદ્યાના સ ંશોધનનું કાર્ય ત્વરિત હાથમાં લેવા