________________
पूर्वार्ध परिशिष्ठ સુંદર તેરણવાળા દ્વાર મૂકવામાં આવતા હતા. સ્તૂપ પર ચડવાને પગથીયા તથા ઉપરના ભાગે કઠેડાવાળી ચેરસ અગાશી જેવું બાંધે છે. અને મધ્યમાં ઉભે પાષાણને દંડ કરે છે. ગોળ હોય છે. પણ ઈજીપ્ત-મીસરના સ્મારકે પીરામિડ ત્રિકોણાકારના હોય છે. સ્તૂપને પાલી ભાષામાં થપ્પા, બર્મામાં પાગડા, સીલેનમાં દાભગા અને નેપાલમાં ચિતા પરથી સૂપ કહે છે. જાપાનમાં તેણુને તેરિ કહે છે. તોરણનું ભારતીય સ્વરૂપ જાપાનમાં ગયું છે. સાંચીને સ્તૂપ ઈ. સ. પૂર્વ બીજી શતાબ્દિમાં બંધાયેલો હતો. પ્રથમ તેના કમ્પાઉંડને દક્ષિણ દરવાજે બંધાર્યો અને તે આંધ્રના સાતકણું રાજાના શિલ્પીઓમાં પ્રમુખ સ્થપતિ આનામદાએ પિતાના ખર્ચે તૈયાર કરાવ્યાને લેખ છે.
વિહાર=બૌદ્ધ સાધુઓને રહેવાના મઠને અભ્યાસ ચિંતનના સ્થાનને વિહાર કહે છે. તેમાં મધ્યમાં ગુરૂને બેસવાનું સ્થાન હોય છે અને ફરતા શિ બેસે તેવી વ્યવસ્થા હેય છે. પર્વમાં કોતરેલા વિહારમાં ઝરણના પાણીના ટાંકાની સુંદર વ્યવસ્થા હોય છે. જેનોમાં વિહારને વસતિ કે ઉપાશ્રય કહે છે.
સ્તની બૌદ્ધપ્રથા સનાતન બ્રાહ્મણી ધર્મનું અનુકરણ છે. પ્રાચીન કાળમાં મંદિરની સન્મુખ સ્તંભની પ્રથા પ્રચલિત હતી. વર્તમાન કાળમાં ઉત્તર કરતાં દ્રવિડમાં આ પદ્ધતિ હજુ જળવાઈ રહી છે. જેનોમાં દિગંમ્બરી સંપ્રદાયમાં સ્તંભની વિશેષ પ્રથા છે. તેઓ સ્તંભને માનસ્તંભ કહે છે. પ્રસિદ્ધ ધર્મસ્થળ પર તેમજ બૌદ્ધ ભગવાનના યાત્રા કે ઉપદેશના સ્થાન પર સમરણ ચિહ્ન તરીકે ધર્મારાપણુ સ્તંભે બૌદ્ધોએ ઉભા કરેલા છે. બૌદ્ધ સ્તંભે વિશાળ ને ઉભા હોય છે. તેના પર ધર્મચક, સિંહ, વૃષભાદિ કેરેલા હોય છે. સ્તંભના ઉપર લેખ પણ કતરેલા મળે છે. કેટલાક ચળકતા પાષાણના સ્તંભ છે.
કેટલાક લેહના સંભે બે હજાર વર્ષ જેટલા જાના કશા પણ કાટ લાગ્યા વગરના હજુ આજે પણ ઉભા છે. બૌદ્ધ સ્થાપત્યના ઉપર કહેલા ચાર અંગ ગિરિ પર્વતેમાં કતરેલા છે. તેમજ પ્રથમ સ્વતંત્ર બાંધકામ તરીકે પણ તે ઉભા કરતા. સૂપ ઊભા કરવામાં અને અને પછી પાષણને ઉપગ થયો છે. ચિત્ય, વિહાર અને તૂપો લાંબા કાળ પર્યત થયા કર્યા છે. ઈ. સ.ની પૂર્વથી નવમી શતાબ્દિ સુધી ગુફાઓ કેતરાઇ છે. આજ રીતે જૈન સ્થાપત્યો પણ બંધાયાં છે. જેને ઉલ્લેખ ઉત્તરાર્થના પરિશિષ્ટ રૂપે આપેલ છે.