________________
શravજા સવાર
પરિશિષ્ટ ૩. ભારતની ધાતુ મૂર્તિ કળા
ભારતમાં પ્રાયઃ ઈ. સ. પૂર્વેથી ધાતુકામને વિકાસ થતો ગયો. તેને જૂના નમુનાઓ નાલંદા, ગાંધાર, ગુજરાત, રાજસ્થાન તથા કવીડ પ્રદેશમાંથી મળે છે. ટીબેટમાં પણ ઈ. સ. પૂર્વની ધાતુ મૂર્તિઓ જળવાઈ રહી છે. કાંસાની (પંચધાતુ) મૂતિઓને એક જુદે જ સંપ્રદાય ઉભું થયે હતો. તેનું મૂળ ઘણું જૂનું છે. ધાતુ ઢાળવાની કળા અહીં સેંકડો વર્ષથી ઉદ્દભવી છે. ઉત્તર હિન્દના ગુમ અને પાલ રાજ્યકાળની કળા ધાતુ-મૂર્તિઓના કામ સાથે સંકળાયેલી છે.
રાજાનાન્ન રોગ૬ એgs , પાષાણની મૂર્તિ કરતાં ધાતુની મૂર્તિ વધુ સારી (શ્રેષ્ઠ) કહી છે. અણધાતુ, પંચધાતુ અને મિશ્ર ધાતુને પણ લોહ કહેવામાં આવે છે. શિલ્પ ગ્રંથમાં લેહ-લિંગને અર્થ મિશ્ર ધાતુ-લિંગ કહે છે. પ્રાધાન્ય મૂર્તિ વિશેષે કરીને પાષાણુની જ બેસારવામાં આવે છે. પરંતુ ઉત્સાદિ કાર્યોમાં વરઘોડામાં ધાતુની ચળમૂર્તિ ફેરવાય છે. જેને ભેગમૂર્તિ પણ કહે છે. ધાતુમૂર્તિઓના દાનની પ્રથા દ્રવિડમાં ઘણી હતી. દેવમૂર્તિઓ, ભક્તોની મૂર્તિઓ, દીપ-લક્ષ્મી ઈત્યાદિ મૂર્તિઓનું ધાતુકામ દ્રવિડમાં ઘણું થતું હતું. તે કારણે કળાવાન શિલ્પીઓને વગ પણ હસ્તિમાં આવ્યું. આ શિલ્પીઓના જ કેટલાક ગામે વસ્યાં હતાં. આવા ઘણા ગામોમાંનું એકાદ ગામ આજે પણ છે. કાવેરી ઉપર કુંભકોણમથી ત્રણ માઈલ દૂર સ્વામીમલ્લઈ ગામમાં પેઢી દર પેઢીના સંસ્કારવાળા પત્થર તથા કાંસાની મૂર્તિઓ ઘડનારી જ્ઞાતિના અમુક કુટુંબે આજે પણ છે. કળા અને ભક્તિને પ્રયત્નપૂર્વક જાળવી રાખનારા આ શિલ્પીઓને સમૂહ શિ૯૫ના સિદ્ધાંત પ્રમાણે આજ પણ કામ કરે છે.
ભારતીય શિલ્પ શાસ્ત્રમાં મૂર્તિ વિધાનના નિયમે સિદ્ધાંત અંગ વિભાગના પ્રમાણને અનુસરીને વર્ણવ્યા છે. તેની અવગણનામાં દોષ બતાવ્યા છે. મન કેથલિક ધર્મમાં પણ પવિત્ર મૂર્તિઓને શિ૯૫ના ચિક્કસ ઘાટ આપવાના નિયમો તેમના ધર્મશાસ્ત્રોમાં છે. જેનો ભંગ કઈ શિલ્પી કરી શકતો નહિ. દ્રવિડ દેશમાં ધાતુમૂર્તિના દાનનું મહ૬ પુણ્ય માન્યું છે. તેથી એ કળી ત્યાં ખૂબ વિકસી હતી.
ખ્રીસ્તી ધર્મમાં પણ મૂર્તિના દાન માટે કહ્યું છે.
કાંસાની ઢાળેલી મૂર્તિઓ પંચલેહ કે પંચધાતુની કહેવાય છે. તેના મિશ્રણનું પ્રમાણ નીચે મુજબ થતું હતું.
(૪) (૧) ત્રાંબું, (૨) રૂપું, (૩) સેનું, (૪) પીત્તળ અને (૫) સફેદ સિસુંએ પાંચ ધાતુ મિશ્ર કરીને ગાળતા હતા. તેમાં ત્રાંબું વધારે પ્રમાણમાં નાખવાથી