________________
શાના : अंते हीनवितानमारचयतु ब्रह्मोपलान्तायतम्
तुर्यानं सकलेषु वैधसमिदं वृत्तं क्वचिच्चैश्वरम् ॥ ६६ ॥ પ્રતિમાના વશ આગળ વિસ્તૃત અને પાંખડીમાં અથવા પ્રાંત ભાગમાં એક આગળ બમણ વિસ્તારને આઠ પર્વના અંગના અંશે વડે વિસ્તૃત નાલ બનાવો. અંતમાં ઓછા વિસ્તારવાળું “બ્રહ્મોપલાનાયત બ્રહ્મશિલા સુધી વિસ્તૃત દરેકમાં ચતુર્થાંશ ભાગને આશ્રય કરીને રહેલું, કેઈ ઠેકાણે ઈશ્વર એવા બ્રહ્મા સંબંધી વૃત્ત છે.
ઈતિ આયુરાન દ્રવિડ શિપરામ
S
પરિશિષ્ટ ૨. બદ્ધ સ્થાપત્યના ચાર વર્ગ
પ્રાચીન ઉપલબ્ધ બૌદ્ધ સ્થાપત્યના મુખ્યત્વે ચૈત્ય, વિહાર, સ્તૂપ અને સ્તંભે એમ ચાર ધર્મોપયોગી વિભાગ પાડેલા છે. ચિત્ય શબ્દનો પ્રયોગ વેદ યુગમાં પણ થતો હતો. જૈન આગમ ગ્રંથોમાં ચિત્યને દેવમંદિરના અર્થમાં લે છે. બૌદ્ધો પણ તેમજ માને છે. વેદકાળમાં પવિત્ર પુરૂની સમાધિ તેમની યાદગીરીમાં બંધાવતા હતા. ચત્ય શબ્દની વ્યુત્પત્તિ મુજબ ચિતા-સમૃતદેહના અગ્નિસંસ્કાર માટે ખડકેલે કાષ્ટને ઢગ) આવો અર્થ થાય છે. વેદયુગના ચિત્યને અર્થ સૂપમાં પરિણમ્યું છે. ચિત્ય મંદિરની રચના, પ્રવેશમાં ઉંડાણમાં વધુ હોય છે. મધ્યથી બન્ને બાજુ સ્તની બે હાર તથા પરસાળ હોય છે. ઉંડાણમાં મધ્યમાં બુદ્ધ પ્રતિમા સ્થાપન કરેલ હોય છે. તેના પર ઘંટાકૃતિ તૂપ હોય છે અને ફરતે પ્રદક્ષિણા--માર્ગ હોય છે. કાર્લીની ગુફા એ તેને સુંદર નમુન છે. ગુફામાં તેમજ સાંચી માફક સપાટ જમીન પર પણ ચિત્ય રચેલા હોય છે. ચિત્યનું રૂપાન્તર ભારત બહાર બર્મામાં થયું છે. ત્યાં ગેળને બદલે શંકુ આકારના શિખરવાળું થાય છે. ઇટે કે પાષાણથી બાંધેલ આવાં અંડાકાર મંદિરે હોય છે. ઉંધા વાળેલા ટેપલા જેવી આકૃતિને સ્તૂપ હોય છે. સ્તૂપ બનાવવાને હેતુ બુદ્ધ તેમજ બૌદ્ધ મહાપુરૂષના પવિત્ર અસ્થિ (રાખ, વાળ ઈ)ને સુવર્ણની દાબડીમાં ભરી તે ઉપર સ્તુપ ચણી પવિત્ર સ્મારક રચનાને છે. પાછલા કાળમાં સ્તૂપને કેમ્પાઉંડ વોલ જેવો કઠેડ કરી ચારે બાજુ