________________
પૂર્વાd arg
૨૭૭ બાકી સમપાદ, આભંગ, ત્રિભંગ, અતિભંગ, આલીય, પ્રત્યાલીઢ, પાદમુદ્રા અને શરીર મુદ્રાવાળી પ્રતિમાઓ કહી છે.
સિવાય જેનોમાં કાર્યોત્સર્ગ (ઉભી ધ્યાનસ્થ) મુદ્રા અને શયનાસન, પર્યકાસન મૂર્તિ વિષ્ણુની હોય છે.
બૌદ્ધ પ્રતિમાઓમાં આસને વિશેષ કહ્યાં છે. આલિત્ય, પ્રત્યાલિસ્ટ, વજાપર્યક, લલિતાસન, પર્યકાસન, અપર્યકાસનઃ આદિ કહ્યાં છે અને તેવી બુદ્ધ પ્રતિમાઓ જેવામાં આવે છે.
૩. વર્ણ પ્રત્યેક પ્રતિમાને પૃથક પૃથક વર્ણ (રંગ) શિલ્પ ગ્રંથમાં કહ્યો છે. પણ તે મૂર્તિ શાપગી બહુ અલ્પ છે. પરંતુ ચિત્ર શાસ્ત્રીયગી છે. અમુક દેવને તેમાં ગુણ પ્રમાણે વર્ણ કહેલ છે. જો કે બધામાં તેમ નથી. “અભિલક્ષિતાર્થ ચિન્તામણીમાં પ્રત્યેક પ્રતિમાના વણું કહ્યા છે. જો કે મૂર્તિશાસ્ત્રમાં વર્ણ (રંગ) પ્રમાણે પ્રમુખ મૂર્તિ રચવાનું યજમાનની શ્રદ્ધા પર અવલંબે છે. શ્યામ વર્ણની મૂર્તિ, પીત (સુવર્ણ) વર્ણની, શ્વેતવર્ણની આમ આવી જાતના પાષાણે મેળવીને તે વર્ણ (રંગ)ના પાષાણની મૂર્તિ કરાવી પ્રમુખ દેવ તરીકે પધરાવે છે. શ્રી કૃષ્ણને શ્યામવર્ણ તેમજ જીન પાર્શ્વનાથજીને શ્યામવર્ણ કહ્યો છે. અને તે વર્ણની મૂર્તિઓ કરેલી જોવામાં આવે છે.
ઇ. પરિકર આ રીતે ભારતીય સ્થાપત્યમાં દેવ–મૂર્તિનાં આયુધ, વાહન, આભુષણે, મુદ્દાઓ અને વર્ણના વિશે શિલ્પગ્રથના આધારે ઉપર કહ્યું. આ સિવાય પ્રમુખ પૂજ્ય પ્રતિમાને તેના પર્યાય સ્વરૂપવાળું અગર અન્ય આકૃતિનું પરિકર કરવામાં આવે છે તેમાં જૈન પ્રતિમાને અષ્ટ પ્રાતિહાર્યવાળું પરિકર હોય છે. વિપશુને દશ અવતારવાળું તેમ સૂર્યને તેના અન્ય સ્વરૂપવાળું પરિકર મૂળ પ્રતિમાને ફરતું આવરી લે તેવું કળામય કરવામાં આવે છે.
પ. પ્રતિમા મુદ્રા હસ્તમુદ્રાઓના જુદા જુદા પ્રકારે આગમ ગ્રંમાં, ચોગમાં, તાંત્રિકમાં, બ્રાહ્મણ ક્રિયમાણ માં અને ભારત નાટ્યમાં કહ્યા છે. કેટલાક વિદ્વાને મુદ્રાના ત્રણ વર્ગ પાડે છે–વૈદિક, તાંત્રિક, લૌકિક, તેમાં કલાની ૬૪ મુદ્રાઓ આપે છે. અને તંત્રમાં ૧૦૮ મુદ્રાઓના પ્રકાર કહે છે. મહારાજા ભેજદેવ “સમરાંગણુસૂત્રધાર ગ્રંથના ત્રણ અધ્યાયમાં મુદ્રા વિશે સવિસ્તર કહે છે. હસ્તમુદ્રાઓ ૬૪, પાદમુદ્રાઓ ૬ અને