________________
૨૭૬
નકશા શાળા નામને ભાગ, ભારતના હસ્તલિખિત ગ્રંથ સંગ્રહમાં એક સ્થળે પ્રાપ્ત થાય છે. આ અદભૂત ગ્રંથની હસ્તલિખિત પ્રત મારા ગ્રંથ સંગ્રહમાં છે.
આયુધાના જુદા પ્રકારે છે. તેના ચાર વર્ગ પાડી શકાય. તીવ્ર મહારક આયુધશસ, વાઘ (તંતુવાદ્ય ઘનવાદ્યાદિ), પ્રાણુઓ (હરણ, કુકુંટ, નકુલ સર્પ), સાવિક (ધ્વજા, લેખીની, પુરતક, ફલ, કુંભ, મેદિક સૂત્ર, ગજ, આદિ)-એમ ચાર પ્રકારનાં ગણાવી શકાય. સાત્ત્વિક રાજસ અને તામસ એમ ત્રણ પ્રકારે પણ આયુધે ઓળખાવી શકાય છે.
દ્રવિડ શિલ્પમાં મૂર્તિશાસ્ત્ર અને લીંગ વિષેની નોંધ ઘણી સવિસ્તર આપેલ છે. તેમાં પ્રતિમાના કયા અંગ વિભાગે કયું આયુધ ધારણ કરાવવું. ખભા બરાબર કયું કાન બરાબર કયું નાસિકા બરાબર કયું છાતી બરાબર કર્યું એ રીતે કહેલું છે. વળી દ્રવિડ મૂર્તિઓને ઉપલા હાથમાં આયુધો પકડાવવાની એક વિશિષ્ટ પ્રકારની રીત છે. તર્જની અને માધ્યમિકા એ બે આંગળીઓ વચ્ચે શંખ ચક આદિ આયુષે પકડાયેલાં હોય છે.
જૈન ગ્રંથમાં એક સ્થળે અસ્ત્રશસ્ત્ર, પ્રતિમાના મસ્તકથી ઉંચા હોવા ન જોઈએ તેમ કહે છે. પરંતુ તેઓમાં આ સૂત્રને પૂરે સ્વીકાર થયું ન હોય તેમ તેમની જૂની મૂર્તિઓ પરથી જણાય છે.
૨. વાહન દેવ પ્રતિમાને વિશેષ કરીને સર્વને વાહન કહ્યાં છે. પ્રતિમાની ઓળખમાં તે મદદરૂપ થાય છે. શીવને નંદી, બ્રહ્માને હંસ, વિષ્ણુને ગરૂડ, સૂર્યને સપ્તાશ્વરથ, ગણેશને મુષકઃ એમ પૃથક્ પૃથક્ વાહનમાં સર્ષ, મયૂર, અશ્વ, હરણ, બકરે, ઘેટે, હાથી, કુર્મ, સિંહ, વ્યાધ્ર આદિ પ્રાણી કહ્યાં છે. કેઈકને કમળનું આસન કહ્યું છે. દ્રવિડ શેમાં આસનમાં ભદ્રપીઠ, પદ્મપીઠ, મહા—જપીઠ આપેલાં છે. વળી કેઈ સ્થળે તે આ બેઠક–પેડસ્ટલરૂપે જોવામાં આવે છે.
સુપ્રભેદાગમમાં આસનના પાંચ ભેદ કહ્યા છે અનંતાસન, સિદ્ધાસન, યોગાસન, પાસન, અને વિમલાસન. હડયેગમાં અનેક આસને કહ્યાં છે. શિવનાં ૮૪ આસન કહેવાય છે. તેમાં ૩૨ મુખ્ય છે. યોગના આસને તેની ક્રિયામાં વપરાય છે. આ આસને સાથે પ્રતિમા વિધાનને સંબંધ બહુ અ૮૫ છે. છતાં કેટલાકે શિલ્પની સાથે આસનને સંમિશ્ર કરી ગોટાળે ઉભે કર્યો છે. પદ્માસનને અર્થ કમળ પર બેઠેલા અને અમુક રીતે પલાઠી વાળેલ. પદ્માસન, સુખાસન આવાં કઈ આસન પ્રતિમા વિધાનને એગ્ય ગણી શકાય. જૈન પ્રતિમામાં સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુની પ્રતિમાને અમુક પ્રકારની બેઠકનાં આસન કહ્યાં છે.