________________
૪૦
થયા છે. વળી આગળ કયા પ્રાંતમાં કઈ જાતિના પ્રાસાદેની રચના થાય છે તે
પણ કહેવામાં આવ્યું છે. ગંગાદેશ, અહિરાજ્ય, કામરૂ (આસામ), ગૌડ, મંગ, તુરષ્કાદડ (હાલના ચૌલ દેશ), નાલેશ્રી, નીલસ ંભવ, મલય દેશ, Îટક, કલિંગ, કાન્યકુબ્જ, વૈરાટ, કાકણ, દક્ષિણાપથ, જય'તી, માલવદેશ, કાંચીપ્રદેશ. કલિ જર પ્રદેશ, મગ, મથુરા, હીમાલય, આશ્રયપ્રદેશ, દંડકારણ્ય, સૌરાષ્ટ્ર, ગુર્જર, લાટ, કાશ્મિર, સિંધુ, ખુરાસાણુ તથા તેોગક્ષણ પ્રદેશમાં આ પ્રકારના પ્રાસાદો થતા હતા. પ્રાસાદોની આ જાતિમાના ઉદ્ભવના ઇતિહાસ શિલ્પભ્રંથમાં આપ્યું છે કે હિમાલયની ઉત્તરે દારૂકાવનમાં જે જે લેાકેાએ જે જે પ્રકારે-જે જે આકાર શિવજીના પૂજનની રચના કરી હતી તે પરથી પ્રાસાદના આ ઘાટ-આકૃતિ ઉર્દૂભવી છે. આ સર્વ જાતિના પ્રાસાદો કયા પ્રાંતેમાં કેવા સ્વરૂપના રચાતા હતા તેના સ’શાધનની જરૂર છે, જે સંશોધન કાર્યમાં વિદ્વાન શિષજ્ઞતા આને રકીને રાષ્ટ્રિય સરકારે આ ઉપયેગી કોઇ પુરાતત્વકામ ત્વરિત કરવુ ઘટે છે.
દ્રવિડ ગ્રંથામાં તે માત્ર ત્રણ જાતિના પ્રાસાદોના જ ઉલ્લેખ છે. (૧) દક્ષિણુમાં દ્રવિડાદિ, (૨) ઉત્તરમાં નાગરાદિ તથા (૩) મધ્યમાં વેસરર્શાદે (વૈરાજ્યાદિ) જાતિના પ્રાસાદની શિલ્પ રચના વર્ણવી છે. વળી કેટલાક વિદ્વાના શિલ્પની કેટલીક શૈલિને શાસનકર્તા રાજ્યકુળના નામ પરથી એળખાવે છે. ચાલુકય શૈલિ, પલ્લવ શૈલિ ઈ. પણ ઉપર કહ્યું તેમ આ વિધાન ખેતુ છે.
શિલ્પચ‘થાઃ
આયુર્વેદ, ધનુવેદ, વાસ્તુવિદ્યા (શિલ્પ સ્થાપત્ય ), જ્યાતિષ, ગણિત ર્થ અનેક વિદ્યાના પ્રાદુર્ભાવ ભારતમાં જ થયા છે. યુરાદિ દેશમાં આરબ તથા ગ્રીક પ્રજા માત આ વિદ્યા પરદેશો માં ફેલાઈ છે. આ પ્રત્યેક વિદ્યાના સિદ્ધાન્તાનુ વન તે તે વિદ્યાના પ્રાચીન સ’સ્કૃત ગ્રંથમાં એ કાળના નિષ્ણાત પ્રસિદ્ધ ઋષિમુનિઓએ કર્યું છે; અને તે ગ્રંથા તેમના નામ સાથે જોડાયલા છે. વ`માન યુગના એન્જીનીયરીંગને ટપી જાય એવુ એ અમૂલ્ય સાહિત્ય છે. ભારતમાં વિધર્મી મુસ્લીમ ધર્માધ શાસ્રકાના હાથે સ્થાપત્યોની સાથે તેના ગ્રંથાના પણુ વિનાશ થયે. એથી પ્રત્યેક પ્રાંતમાં વિકસેલી સ્થાપત્ય કળાના અમૂલ્ય નમુના અપ્રાપ્ય બનવાથી તેના અભ્યાસનું' સાધન પણ આજે રહ્યું નથી. આમ ઘણાક શિલ્પગથા વિધર્મીઓના હાથે નાશ પામ્યા. ઉપરાંત શિલ્પીઓની સ`કુચિત વૃત્તિના કારણે પણ આ ગ્રંથો કાળક્રમે ઉદ્ધઈના ભાગ અન્યા. એથી જે કાંઈ શિલ્પ-સાહિત્ય રડયુ ખડયું. જળવાઈ રહ્યું તે છિન્નભિન્ન અવસ્થામાં હસ્તલિખિત પ્રતામાં મળે છે. સાંગેાપાંગ સંપૂર્ણ ગ્રંથ મળી શકતા નથી. દેવમંદિર માંધનાર શિલ્પીઓ પાસે પેાતાના ધંધાની જરૂરીયાત પુરતા જ કઈ કોઈ ગ્રંથના ભાગ જળવાઇ રહ્યો છે, ગ્રંથના બાકીના ભાગ મળતા નથી. વળી આવી હસ્તલિખિત પ્રતા પરથી થયેલી નકલેામાં પાર વિનાની અશુદ્ધિએ જોવામાં આવે છે. કેમકે આ કારીગર વર્ગમાં સંસ્કૃત ભાષાના જ્ઞાનના અભાવ હેય છે.