________________
સ્થાપત્યોમાં મુખ્યત્વે દેવમંદિરાદિના વિવિધ વિભાગની ઘાટ પદ્ધતિને વિકાસ કમશઃ પૃથક પૃથક કાળમાં તેમજ દેશના પ્રત્યેક પ્રાંતમાં ક્રમે ક્રમે સ્વયં થતે ગયે છે. ધાર્મિક માન્યતા-ભાવના-સાધનાના ગે ભિન્ન ભિન્ન ઘાટ ઉદ્દભવ્યા છે. તેથી અમુક પદ્ધતિ ચેકસ સંપ્રદાયની છે એમ કહેવું તે ભૂલ ભરેલું છે. અમુક ઘાટ અમુક સંપ્રદાયે પ્રવર્તાવ્યો તેથી તે બ્રાહ્મણ, બૌધ કે જૈન સંપ્રદાયની શૈલી છે એ વિધાન બીનપાયાદાર છે. દેશના ચેકસ વિભાગમાં પ્રવર્તતા એક કે બીજા સંપ્રદાયની શૈલિમાં દેશના એ વિભાગમાં કાળ બળે નવમી-દસમી સદી સુધી શિ૯૫કૃતિમાં પરિવર્તને થતાં જ ગયાં છે. તે પછી જ તેની રચનાના ચેકસ સિદ્ધાંત નક્કી થયા હશે એમ માનવું પડે છે. દાખલા તરીકે નવમી દસમી સદીના દેવમંદિરના મૂળ પ્રાસાદને ફરતું છજું જોવામાં આવતું નથી તેમજ દેવમંદિરની ભિંતના થરવાળા પણ તેમાં એાછા જોવામાં આવે છે. તેમજ થરવાળામાં ખાસ દેવસ્વરૂપ પણ લેતા નથી. વળી તેનું પીઠ-કુંભાનું કામ વર્તમાન કાળના નિર્માણ કરતાં સાદું હતું. દશમી સદીની અગાઉની રચનામાં પીઠ ઈત્યાદિનું શિ૯૫ પણ પાછલા કાળથી ભિન્ન થયેલું દેખાય છે. એથી દેવમંદિરની રચનાના રૂઢ નિયમો પાછલા કાળમાં બંધાયા હતા એમ ચોકસ માનવું પડે છે.
પરદેશી વિદ્વાને ભારતીય શિલ્પકળાના સાંપ્રદાયિક ભેદ પાડીને શિ૯૫ રચનાને ઓળખાવે છે તે તદ્દન ખોટું છે. એ તે માત્ર પ્રવર્તમાન શિલ્પ પદ્ધતિના કાળભેદ, અગર પ્રાંતીય ભેદ છે. આ દેશની શિલ્પકળાનું વિશિષ્ટ લક્ષણ તે તેના બાંધકામના ઘાટની સહેતુક રચના છે. જે વેદિક, જેન કે ધ કોઈ પણ સંપ્રદાયના મંદિરમાં સ્પષ્ટ દેખાય છે.
શિલ્પ રેલીના પ્રકાર વિશ્વકર્મા પ્રણિત ગ્રંથમાં આ વસ્તુ સ્પષ્ટ આપી છે. ભારતના વિવિધ પ્રાંતમાં શિલ્પની ચૌદ જાતિઓ પ્રવર્તતી હતી, જેમાંની આઠ ઉત્તમ ગણાય છે. દેશના કયા ભાગમાં તે જાતિના પ્રાસાદની રચના થતી હતી તેને પણ તેમાં ઉલ્લેખ છે -
नागरा द्राविडाश्चैव भूमिजा लतिनास्तथा । सांधाराश्च विमानाश्च मिश्रकाः पुष्पकांकिताः ॥ ત્તેિ રાષ્ટ ગુમાર શુદ્ધjરાઃ પીર્તિતા:
તેર–ગતિ-થાન-મેufથતા | (૧) નાગરાદિ, (૨) દ્રાવિડાદિ, (૩) ભૂમિજાદિ, (૪) લતિનાદિ, (૫) સાંધારાદિ, (૬) વિમાનાદિ, (૭) મિશ્રકાદિ, (૮) પુકાદિ એ આઠ જાતિના પ્રાસાદ (ચૌદ જાતિમાં) શુદ્ધ છંદના દેશ-જાતિ-કુળ સ્થાન પ્રમાણે વરૂપભેદે ઉપસ્થિત