________________
શિલ્પીઓની ભાષામાં “સુતર છોડ” કહે છે. નકશા દોરનાર ડ્રાફસમેન-ઉપરાંત બધા કાર્યનું મંડાણ કરે તે નિપુણ, સ્થપતિને આજ્ઞાપાલક સૂત્રગ્રાહી (આચિટેકટ).
૩ તક્ષક–સૂત્રમાન પ્રમાણને જાણનાર; નાના મોટા પાષાણ કાર્ય કરનાર કરાવનાર; સાદું નકશી કે રૂપ કામ કરનાર; સદા પ્રસન્ન ચિત્તાવાળે; સ્થપતિ પ્રત્યે સફભાવ ધરાવનાર તક્ષક જાણો.
૪ વર્ધકી શાસ્ત્રમાં તેના બે પ્રકાર કહ્યા છે. એક તે કાષ્ટ કાર્ય કરનાર વધુ કી (સુત્રધાર=સુતાર) તથા બીજો માટી કાર્યમાં નિપુણ મેડેલીસ્ટ) ગુરૂ ભકત વર્ધક જાણ.
વર્તમાન કાળમાં સમપુરા શિલ્પીઓને કચ્છમાં “ગઈધર” કહે છે. ગજધર (ગજને ધારણ કરનારને તે અપભ્રંશ છે. સૌરાષ્ટ્ર ગુજરાતમાં રોળમી સતરમી સદીમાં “સુત્રધાર” કહેતા. સેમપુરા શિપી વર્ગમાં એક બીજ વેવાઈઓને “ઠાર નામે સંબોધતા. આ “કાર” શબ્દ (સુત્ર)-ધાર”નો અપભ્રંશ છે. ઓગણીશમી સદીમાં અંગ્રેજી રાજ્ય શાસન કાળમાં કારીગરોના સમુહના ઉપરીને મીસી શબ્દથી સંબેધવાનું શરૂ થયું. આ મીસ્ત્રી શબ્દ પ્રત્યેક કારીગરના ઉપરીને લાગુ પડે છે. તેથી શિલ્પીઓને મીસ્ત્રી શબ્દથી સંબોધવું એગ્ય નથી. શિલાને ઘડનારે તે શિલાવટ-તેનું અપભ્રંશ રૂપે “સલાટ શબ્દ છે. શિલાવટ શબ્દ ઉત્તર ભારતમાં આજ પણ પ્રચલિત છે.
જૈન ગ્રંથોમાં ઉલ્લેખ છે કે ચક્રવર્તી રાજા પાસે ચૌદ રત્ન સદા હાજર રહેતા હતા. જેથી આ રાજા જે ચીજની ઈચ્છા કરે તેવી જ તે વસ્તુ તેની પાસે ખડી થાય. આ ચૌદ રત્નોમાંના એકનું નામ વર્ધકી આપે છે. તેનું કામ રાજા જેવી ઈચ્છા આજ્ઞા કરે તેવું જ સ્થાપત્ય-બાંધકામ ત્વરિત ઊભું કરી દેવાનું હતું. તેથી જ લોકવાર્તાના પ્રસંગમાં વિશ્વકર્માએ એક રાતમાં આ રચના ઊભી કરી એવું બોલાય છે.)
સ્થાપત્યને વિકાસ ભારતીય સ્થાપત્યને વિકાસ ધાર્મિક ભાવથી બંધાતા દેવ-મંદિર, જળાશ્રયે ઈ ને આભારી છે. કિલ્લા, નગર, રાજભવન જેવી સ્થાપત્ય રચના દ્વારા રાજાએ તથા ધનાઢયાની ઉદાર વૃત્તિથી જ આ વિકાસ થયો છે, જેના પ્રાચીન ભગ્ન અવશેષે છેક ઈસ્વી પૂર્વે પાંચમી સદીના મળે છે. શિલ્પ-સ્થાપત્ય તથા વિદ્યા કળા કૌશલ્યની સમૃદ્ધિ આ દેશમાં અજોડ હતી, જેના વર્ણન અતિ પ્રાચીન મહાકાવ્યમાં પણ આપેલાં છે. - દીર્ઘ કાળના વ્યવહારૂ અનુભવ પછી જ શિલ્પશાસ્ત્રના નિયમ રચાયા હતા. એવું પ્રાચીન સ્થાપત્યના કાળક્રમ પરથી અનુમાન બંધાય છે. યુરોપના શિ૫રસન્ન ગ્રીસ દેશના શિલ્પનિષ્ણાતોએ પણ આ નિયમે પાળ્યા હતા. આ દેશની સમુદ્ર યાત્રાધે ઈવી પૂર્વથી જ આવતા આરબ તેમજ યુરોપીય વિદ્વાનો દ્વારા એ નિયમો તે પ્રદેશમાં પ્રસર્યા હતા.