________________
પરંપરાના ધંધાવાળા એક કુંચિતકૃષણ નાયડુ નામે શ્રીરંગમના વતની શિલ્પી મને એ પ્રદેશમાં મળેલા. પણ તે દ્રવિડના જુના શિલ્પી વર્ગ-જ્ઞાતિના નહતા તેમ તેમની પાસે આ વિદ્યાના કેઈ ગ્રંથ પણ નહોતા. રૂઢિ પરંપરાના કારણે શિ૯૫કામમાં તે કુશળ હોય તેમ લાગ્યું. તેણે કહેલું કે દ્રવિડની શિલ્પી જ્ઞાતિ પિતાને વિશ્વકર્માના વંશજ બ્રાહ્મણ કુળના હોવાને દાવો કરે છે. તેમના કેટલાંક કુટુંબ સીલેન (લંકા)માં વસે છે. કુંભકોણમ પાસે શિલ્પીઓનું એક આખું નાનું ગામ વસેલું છે. તેઓ ધાતુકામ તથા મૂર્તિરચના કળામાં પ્રવીણ છે.
તેરમી સદીમાં થયેલા હેમાદ્રિપંત યાદવ વંશના દેવગિરિના નૃપતિ મહાદેવ તથા રામદેવના પ્રસિદ્ધ પ્રધાન હતા. આ વિદ્વાન પુરૂષ “ચતુર્વ-ચિંતામણિ” તથા “રાજપ્રશસ્તિ” જેવા ગ્રંથોના લેખક હતા. મેડી લિપિની શોધ તેની જ છે. તે ધાર્મિક વૃત્તિના પરમ ભક્ત હતા. તેણે પોતાના રાજાને પ્રેરણા આપી એ પ્રદેશમાં ત્રણ મંદિર બંધાવ્યાને ઉલ્લેખ મળે છે. તેમને એ પ્રદેશના મહાન રથ પતિ પણ માને છે. તેમના બાંધેલા આ ત્રણ મંદિરની ચેકસ રચના પરથી તે શૈલિ હેમાદ્વિપત નામે ઓળખાય છે.
મહેસુર પ્રદેશમાં પણ આ શિલ્પી વર્ગ છે. પણ હું તેમને મળી શકે નથી. હયશાળ રાજ્ય કુળે બંધાવેલા હલીબડ, બેલુર તથા સોમનાથપુરમના મંદિરની. કૃતિ ઉત્તમ આશ્ચર્યકારક છે. તેના ડંકનાચાર્ચ નામે મહાન શિક્ષાચાર્ય ઈસ્વી ૧૧૧૭માં થયા. તે યુગના અન્ય શિલ્પીઓમાં મહિલતમા, બાલેયા, ચંદેયા, બામયા, ભર્મયા, નાનજય અને યાલમસીયાના નામે પ્રસિદ્ધ છે. વર્તમાન કાળમાં હૈસુરમાં શિલ૫સિદ્ધાંતિ શિવલિંગ સ્વામી નામે એક વૃદ્ધ શિલપી હતા. તેઓ શિષ્યને પ્રાસાદ શિલ્પને અભ્યાસ કરાવતા હતા તેમજ પ્રતિમા વિધાનનું પ્રત્યક્ષ શિક્ષણ દેતા હતા. મહેસુર-કર્ણાટકની શિલ્પશલિ વેસર કે વિરાટ જાતિની કહેવાય છે. ઉત્તર દ્રવિડની શિલ્પશલિ મધ્યમ વેસર છે.
ભારતના અન્ય પ્રાંતમાં ધર્માધિતા, વટાળ પ્રવૃતિ ત્થા ધર્મ પરિવર્તનના કારણે શિલ્પીઓની જાતિ નષ્ટ થયેલી લાગે છે. સંભવ છે કે આ જાતિ શિ૯૫ના કામના અભાવે બીજા વ્યવસાયમાં પણ પડી ગયેલ હોય.
મધ્ય પ્રદેશ, ઉત્તરપ્રદેશ આદિ ઉત્તર ભારતના કેટલાક ભાગમાં “જાંગડ” નામની શિલ્પીઓની એક જાતિ છે. પરંતુ તેઓ કોઈ કર્મ, સાર્દ પાષાણુ કામ, ચિત્રકામ અને ખેતી આદિ વ્યવસાય કરે છે. તેમાંના કેટલાક લેહનું કામ પણ કરે છે. તેઓ વિશ્વકર્માને પિતાના ઈષ્ટ દેવ માને છે. ઉત્તર પ્રદેશમાં શાસ્ત્રીય બાંધકામ કરે તે વર્ગ હજુ જાણવામાં આવ્યું નથી. પાષાણનું સાદું કામ કરનાર કારીગરોને વર્ગ ત્યાં છે જ. :
જયપુર અલવર તરફના પ્રદેશમાં ગૌડ બ્રાહમણ જાતિના શિલ્પીઓ છે. તેઓ પ્રાસાદ શિલ્પ કરતાં પ્રતિમા મૂર્તિ વિધાનના વ્યવસાયમાં વધુ પ્રવીણ છે. તેઓ