________________
અભ્યાસ બહું અલ્પ છે. પરંતુ તેઓ રૂઢી પરંપરાથી મંદિરાદિ બાંધે છે. તેમની પાસે શિલ્પને ગ્રંથ સંગ્રહ પણ ઓછા વત્તા પ્રમાણમાં હોય છે. આજે પણ તેઓ એ જ કામના નિષ્ણાત છે.
ઈસ્વી પાંચમી શતાબ્દિમાં દશપુર-વાલિયર રાજ્યના મંદસોરના શિલાલેખમાં લાટ દેશના સોમપુરા શિલ્પીઓ માળવા અને રાજપુતાનાના પ્રદેશમાં પાંચમી શતાબ્દિમાં આવ્યા તે ઉલ્લેખ છે. તેમાં લાટ દેશના વિહારના પણ ઉલ્લેખ મળે છે.
તેમજ રાષ્ટ્રકૂટવંશીય કૃષ્ણ રાજાએ આઠમી સદીમાં ઈલોરાના કલાસ નામના અદભૂત પ્રસાદની રચને એકજ આખા પહાડમાંથી કતરાવી છે. તેણે લાટ દેશ (દક્ષિણ ગુજરાત) ના શિલ્પીઓને નિમંત્રી આ રચના કરાવી છે તેવું તેના તામ્રપત્રો પરથી જણાય છે. લાટદેશના આ શિલ્પીઓ સોમપુરા શિ૯પીઓ હતા.
અન્ય પ્રાંતિના શિલ્પીઓ આવી જ કેમ પૂર્વ ભારતના ઉડીયા ઓરિસ્સા પ્રાંતમાં છે, જે મહારાણા નામથી ઓળખાય છે. તેઓ “મહાપાત્ર”નું અપભ્રંશ મહારાણુ થયું એમ માને છે. આજ પણ શિલ્પનું સુંદર કામ તેઓ કરે છે. તેમની પાસે તે પ્રાંતની રેલીના શિષ્યોને ઠીક સંગૃહ પણ છે. તેમનું ગણિત આપણા ગુજરાતની રીતને મળતું છે. ઓરિસ્સાના પુરી અને ભુવનેશ્વરના અનેક મંદિરોની કૃતિ તેઓના વડીલની છે. કહે છે કે ભુવનેશ્વરમાં હજારો મંદિર હતા. તે સર્વની રચના આ મહારાણા શિપીએએજ કરેલી હતી. આજે આ વિશ્વકર્મા મહારાણાના ત્યાં માત્ર ૩૪ કુટુંબે જ છે. જેમાં મહાપાત્ર અને મહારાણુ એ બે પદવીઓ ત્યાંના શિલ્પીઓ વિશેષ ધારણ કરે છે. ઉડીયામાં આજે આવા જગન્નાથપુરીમાં ૩૦ ત્રીશ કુટુંબ, યાજપુરમાં બે કુટુંબ અને ભુવનેશ્વરમાં બે કુટુંબ વસે છે. આંધ્ર રાજ્યમાં પણ એવી જ શિલ્પી કોમ હતી. પણ આજે તેમની સુંદર કૃતિ બહુ જ અલ્પ દેખાય છે. પણ તે પ્રદેશના ખોદકામમાંથી અમૂલ્ય કળામય કૃતિઓ પ્રાપ્ત થાય છે. તે જોઈ તેમના પ્રત્યે માન ઉપજે છે. હમણાં જ બંધાતા નાગાર્જુનના બંધમાં આવું આખું શિલ્પનગર આવી જાય છે. તેથી કળા રસિકે તેની રક્ષાને માર્ગ શોધી રહ્યા છે. વરંગુલમાં ઉભેલી આંધ કળા કૃતિઓ સુંદર છે. વિધમ રાજ્ય શાસનના કારણે નષ્ટભણ થયેલ આંધ સ્થાપત્યના અવશેષ આજે અરણ્યમાં પડેલા છે.
ઈ. સ. પૂર્વેની પહેલી શતાકિદમાં સાંચીનો સ્તૂપને દક્ષિણ દરવાજે પ્રથમ બંધાયે. તે શ્રી સાતકણું આંધ્રરાજાના શિલ્પીઓના પ્રમુખ સ્થપતિ આનામદાએ પિતાના ખર્ચે બંધાવ્યાનો લેખ છે. ઈસ્વીસનની પહેલી સદીમાં આંધ્ર રાજયશાસન પુર બહારમાં હતું. તે સમયમાં આંધ્ર કળા ખૂબ ખીલી હતી.
દ્રવિડમાં પણ આ જ શિપી વર્ગ હતું. આ દ્રવિડ શિ૯૫ વ્યવસાયના કુળ