________________
વારિધિ સ. ૨૪ જાનારા રીવાળા
૨૧૩ જે બાણલિંગ ઉપર પાતળું હોય અને નીચે જાડું હોય તેવું લિંગ ભેગહીન જાણવું. જેમ પતિ વિનાની વિધવા સ્ત્રી સંસાર સ્થિતિનું કારણ કહેવાય છે તેવું તેને જાણવું. ૨૦
लिङ्गेनापि परित्यक्ता पीठिका या तथैव च ।।
पासादे पीठिका चैव वेदिका कुंड मंडपे ॥ २१ ॥ પ્રાસાદ, વેદી, કુંડ, અને મંડપને જેમ પીક હેય છે, તેમ જ લિંગને પઠિકા જળાધારી ન હોય તે તે ફળદાયક નથી. ૨૧ નાનાં શિવાલયો માટેના અપવાદરૂપ સામાન્ય નિયમ–
वृषभो द्वारशूलं च तथा ध्वजपताकयोः ।
इच्छामाने न कर्तव्य नियमो नैव जायते ॥ २२ ॥ પિઠી, દ્વાર, ત્રિશુલ, વિજા અને પતાકા એ સર્વ ઈચ્છા માનથી ન કરવું એ નિયમ નથી. આ નિયમ ગ્રામ્ય નાના શિવાલય માટે જાણ. ૨૨
ध्वजवंशश्च कर्त्तव्यो मानेन शिखरस्य च ।
'इच्छयान्यं च कारयेत् यथाप्राप्तिश्व कारके ॥ २३ ॥ ધ્વજાદંડ શિખરના માનથી જ કરે; પરંતુ (ગ્રામ્યના નાના શિવાલયને) કરનારને જેવું મળે તેવું કરે તેને દેષ નથી. ૨૩
शिवोक्तेन विधानेन प्रतिष्टा पंच कारयेत् ।
एकथा स्थापित लिङ्ग नित्यं च यस्य साधकः ॥ २४ ।। શિવજીએ કહેલ વિધિ પ્રમાણે એકવાર લિંગ પ્રતિષ્ઠિત સ્થાપિત કર્યા પછી અન્ય જુદા જુદા સમયે પાંચ પ્રકારે વિધિ) પ્રતિષ્ઠા કરવી. તેમજ સાધકે લિંગની હંમેશા પંચવિધ પ્રતિષ્ઠા પૂજા કરવી. ૨૪
૧. લોક ૨૨-૨૩ને ઘટીત અર્થ વ્યવહારમાં સમજીને કરવાનું છે. નાના ગામડા ઓમાં અઢ૫ દ્રવ્યથી સંકોચથી કરનારાઓને સામાન્ય નિયમ તરીકે અપવાદ જેટલી છૂટ શાસ્ત્રકારોએ આપી છે. કેટલાક ગ્રંથોમાં એવા આચાર્ય ષિ મુનિઓએ અપવાદ રૂપ માર્ગ આપેલા છે તેને અર્થ સમજનોએ કયારે અને કયાં વ્યવહારમાં મુકવો તે બુદ્ધિથી . વિચારવાનું છે. તલવાર આપી છે, પણ તે જ્યાં ત્યાં વાપરવા માટે નહિ; પ્રસંગે આત્મરક્ષણ માટે જ છે. અપવાદને નિયમ-પ્રમાણુ તરીકે ન મુકવું જોઈએ.
પાંચ પ્રતિષ્ઠાનો અર્થ લિંબ ઉથાપન કરવાનું નથી. પરંતુ સ્થાપિત લિંગને કદી પણ ઉથાપન ન થાય, પરંતુ તેની પ્રતિષ્ઠા વિધિ જુદા જુદા પાંચ સમયે પ્રતિષ્ઠા જેવા ઉત્સવ કરવાથી લિંગ કે પ્રતિમાનું તેજ વધે છે તેમ માહાપ પણ વધે છે.