________________
છે પણ વાસ્તુવિદ્યા વિવારે જોડાયા છે
बाणलिङ्गाधिकारः
श्री विश्वकर्मा उवाच--
अथातः सम्प्रवक्ष्यामि बाणलिङ्गस्य लक्षणम् ।
कथयामि समासेन सर्वपापहरं शुभम् ॥ १॥ હવે હું બાણલિંગનાં લક્ષણે સંક્ષેપમાં કહું છું. બાણલિંગ સર્વ પાપોને જલ્દી હરનારું છે. અને તે શુભ ફળદાયક છે. ૧ બાણલિંગનાં ઉત્પત્તિ સ્થાન
कुरुक्षेत्रे च लिङ्गानि सरस्वत्यां तथा पुनः । वाराणस्यां प्रयागेषु गंगायाः सङ्गमेषु च ॥२॥ यानि वै नर्मदायां च अन्तर्वेधां च सङ्गमे ।
केदारे च प्रभासे च बाणलिङ्ग सुखावहम् ।। ३ ।। કુરુક્ષેત્ર, સરસ્વતી નદી, કાશી, પ્રયાગ, ગંગાને સંગમ ત્રિવેણી સંગમ), નર્મદા નદી, ગંગાયમુના નદી વચ્ચેના પ્રદેશમાં, કેદારનાથમાં, પ્રભાસતીર્થમાંઆટલા પ્રદેશમાં જે જે સ્વાભાવિક લિંગ ઉત્પન્ન થાય છે તેને બાણલિંગ કહે છે. તે સુખકારક છે. ૨-૩ બાણલિંગની પરીક્ષા -
त्रिपंचवारं यस्यैवं तुलासाम्यं न जायते ।
तदा बाण समाख्यातं शेष पाषाणसम्भवम् ॥४॥ જે લિંગને ત્રણ કે પાંચ વાર તોળવા છતાં જે લિંગનું વજન એક સરખું ન આવે, તેને બાણલિંગ કહેલું છે. બાકી બધા પાષાણુ જાણવા. ૪
૧. અહીં બાણલિંગ અને રાજલિંગના ભેદ જાણવા આવશ્યક છે. રાજલિંગ એટલે માનુષકૃત લિ ગ ઘટિતલિંગ અને બાણલિંગ એટલે શાસ્ત્રકારોએ કહેલી પવિત્ર નદીઓના કુદરતી અંડાકૃત પાષાણુ. સ્વયંભુ લિંગ એટલે કુદરતી પ્રગટ થયેલું, હજારો વર્ષથી પૂજાતું લિંગ. તે લિંગ આકૃતિમાં બરાબર ગોળાકૃતિ કદાચ ન પણ હોય. જલિંગના દશ ભેદો કહ્યા છે તેમાં મુખલિંગ પણ આવે છે, જેના દશ ભેદો આ ગ્રંથના ૧૭મા અધ્યાયમાં આપેલા છે.
જ્ઞા. ૨૭