________________
૨૧૦
રાન્નિધિર ૨૪ શાનદાર રીપર विषम च यधेकं च द्वितीयं समतायनम् ।
बाणलिङ्ग समाख्यातं शेष रोह समुद्भवम् ॥ ५॥ એક અગર બે વાર તોળવાથી એકજ વજન ન જણાય અને પછી જે બે અથવા ચારવાર તળવાથી એકજ વજન જણાય તો તેવા લિંગને પણ બાણલિંગ જાણવું, બાકીનાં રેહ જાણવાં.
પહેલીવાર તળવાથી વજનમાં વિષમતા જણાય અને બીજીવાર તેળવાથી વજનમાં સમાનતા જણાય છે તેને પણ બાણલિંગ જાણવું. બાકી પાષાણુ જાણવા. ૫ વર્જનીય લિંગ
वामन दीर्घजच च करालास्यं यवाकृतिम् ।।
स्कंधहीन कबंध च षडेते स्वामिघातकं ॥६॥ જે બાણલિંગ ૧ વામન અર્થાત ટુંકું, ૨ લાંબી જાંઘવાળું, ૩ વિકરાળ દેખાય તેવું, ૪ જવના આકારનું, ૫ કંધ રહિત અને ૬ ખરાબ સ્કંધવાળું હોય એવા છ પ્રકારનાં લિંગ, સ્વામીને નાશ કરનાર છે. ૬
मण्डलं जालक ज्ञेयं केकिन शिखरं तथा ।
कबुरं च कृशं ज्ञेयं षड्लिङ्गानि वर्जयेत् ॥ ७ ॥ ૧ ગોળ મંડળવાળું, ૨ જાળાં થાય તેવું, ૩ મયુર શિખાની (મોરપીછની) આકૃતિ દેખાતી હોય તેવું, ૪ શિખરના આકારનું, ૫ કાબરચીતરૂં (અનેક રંગવાળું) અને ૬ પાતળું—એ છ જાતનાં બાણલિંગે પણ તજવાં. ૭
'स्थापिता सर्वदेवैस्तु विना स्फुटिकयोरपि ।
संयोग च कृते तेषां प्रतिमा सा प्रकीर्तिता ।। ८॥ સર્વ દેવોએ સ્થાપેલી, ફાડ્યા વગરની બે શિલાઓને જોડી દેવામાં આવે તે પણ તે પ્રતિમા (અખંડ) કહેવાય અને તે પૂજવી. ૮
૧. ઉત્તમ પ્રકારના બે જોડેલા પાષાણની પ્રતિમા અખં માનીને પૂજવી, આમ પ્રમાણે છે. તે સામાન્ય રીતે બધા સંજોગોમાં માની લેવાનું નથી. પરંતુ ખુબ વિશાળ પ્રતિમાના માટે આ વિધાન છે. તેને દુરૂપયોગ બધા દાખલામાં થઈ શકે નહિ. આવું ઉદાહરણ તારંબાજીની અછતનાથની પ્રતિમા છે. તેને કટ ઉપરનો ભાગ અને નીચેને પલાડીને ભાગ એ બે જુદી છે. વાસ્તુશાસ્ત્રના કર્તાએ બુદ્ધિથી એવા સંગ માટે પ્રમાણ આપ્યું છે. તેનો સદુપયોગ કર. લોક આઠમાને અર્થ તે કેવોથી પૂજાયેલા તેવા પાષાણ કે મહાપુરૂષોએ સ્થાપિત કરેલા તેવા પાષાણની પ્રતિમા કે લિંગ પૂજવાનું કહ્યું છે. એકાદ સૈકા પરની કે જુની દેવમૂર્તિ કે લિંગ પુતિ કે લંગ હોય તે પણ તેને પૂજવાની શાસ્ત્રાગા છે. .