________________
૩૨
જ્ઞાનસાગર હતું. વાસિષ્ઠતંત્રના વાસ્તુગૂંથના તે પ્રણેતા હતા તેવું અગ્નિપુરાણમાં વિધાન છે. વરાહમિહિરે બૃહદસંહિતામાં વસિષ્ઠઋષિના પ્રમાણે “પ્રતિમાલક્ષણમાં આપેલાં છે. તેમની રચેલ વસિષ્ઠ સંહિતામાં શિલ્પ અને જ્યોતિષનો વિષય છે.
૫ અત્રિ-મૃતિગ્રંથકાર અત્રિ મુનિ વાસ્તુશાસ્ત્રના આચાર્ય પણ હતા. સપ્તર્ષિ માંના તેઓ એક છે. તે બ્રહ્માની ચક્ષુમાંથી જન્મ્યા. મત્સ્યપુરાણમાં તેમને વાસ્તુશાસ્ત્રના ગુરૂ કહ્યા છે. અગ્નિપુરાણ તેમને આત્રેયતંત્રના વાસ્તુગ્રંથના કર્તા ગણાવે છે.
૬ નારદ-આ શુદ્ર માતા અને બ્રાહ્મણ પિતાના પુત્ર દેવર્ષિ ગણાય છે. માનસા૨માં ઉલ્લેખ છે કે વાસ્તુશાસ્ત્રના એક પ્રણેતા નારદ રૂષિ હતા. તેમના રચેલા “નારદીય તંત્ર' નામે ગ્રંથને અગ્નિપુરાણમાં ઉલ્લેખ છે. “નારદીય શિલ્પશાસ્ત્ર” નામને એક ગ્રંથ મારા ગ્રંથ સંગ્રહમાં છે.
૭ ગગ–આ પ્રસિદ્ધ મહર્ષિ બ્રહાના પુત્ર હતા. તેમના “ગાર્ગતંત્ર” ગ્રંથની રચનાને અગ્નિપુરાણમાં ઉલ્લેખ છે. વરાહમિહિરના પ્રાસાદલક્ષણ નામે ગ્રંથમાં ગર્ગના મતને પ્રમાણ રૂપે માન્ય છે.
કુમાર-વાસ્તુશાસ્ત્રના આ આચાર્ય “કુમારામ” નામે ગ્રંથના કર્તા હતા તે “મનુષ્યાલય ચંદ્રિકા” શિલ્પગ્રંથમાં ઉલ્લેખ છે. (“શિલ્પરત્નમ્ ” નામના ગ્રંથના કર્તા શ્રી કુમાર સોળમી સદીના પાછલા ભાગમાં કેરલ દેશમાં થઈ ગયા છે).
૯ શૌનક-વાસ્તુશાસ્ત્રના આ આચાર્ય–ઉપદેશક “શૌનકતંત્ર’ નામના શિલ્પ ગ્રંથના કર્યા હતા તે અગ્નિપુરાણમાં ઉલ્લેખ છે.
૧૦ વિશાલાક્ષ-તે રાજનિતિશાસ્ત્રના પ્રસિદ્ધ મુનિ હતા. કૌટિલ્ય નીતિશાસ્ત્ર તથા અર્થશાસ્ત્રમાં વિશાલાક્ષને પ્રમાણરૂપે માન્યા છે. સેમદેવ નામના એક જૈન લેખકે પિતાના “યશસ્તિલક ચંપુ” નામના ગ્રંથમાં તેને નીતિશાસ્ત્રના પ્રણેતા કહ્યા છે. પરંતુ મસ્યપુરાણમાં વાસ્તુવિદ્યાના આચાર્ય તરીકે તેમને ઉલ્લેખ છે.
૧૧ શુક્ર-દેત્યોના પ્રસિદ્ધ ગુરૂ શુક વાસ્તુશાસ્ત્રના આચાર્ય હતા. અનેક વિદ્યા કળામાં તેઓ પારંગત હતા. નીતિવાકયામૃત” અને “યશસ્તિલક ચંપુ’ નામના ગ્રંથ રચનાર જૈન વિદ્વાન સોમદેવ શુક્રના નીતિશાસ્ત્રના ગ્રંથને પ્રસિદ્ધ પ્રમાણરૂપ માને છે. તેમના શુક્ર નીતિગ્રંથમાં વિજ્ઞાનિક વિષ ઉપરાંત વ્યવહાર, રાજનીતિ, આયુર્વેદ અને શિલ્પની પ્રત્યેક શાખા પર સવિસ્તર હકીકત આપી છે.
૧૨ બહસ્પતિ-સર્વ વિદ્યામાં નિષ્ણાત દેવોના આ ગુરુ વાસ્તુશાસ્ત્રના પણ આચાર્ય ઉપદેશક હતા, તે માનસારમાં ઉલ્લેખ છે.
૧૩ પ્રહાદ–અગ્નિ પુરાણના ઉલ્લેખ મુજબ તે વાસ્તુશાસ્ત્રના આચાર્યઉપદેશક હતા અને “પ્રહાદતંત્ર” નામને શિ૯૫ગ્રંથ તેમણે રચેલે છે. “ચિત્રલક્ષણમાં