________________
બ્રહ્માંડપુરાણમાં એવું વિધાન છે કે વિશ્વકર્માના ગૌણવર્ણની કઈ કન્યા સાથે થયેલા લગ્નથી થયેલી સંતતિને પણ તેમણે આ કાર્યમાં જ હતી,
૨ મય–ઉપર કહ્યું તેમ મય વિશ્વકર્માના ચાર પુત્રોમાંના એક પુત્ર હતા. વળી ઘણા માને છે કે વિશ્વકર્મા દેવના શિષી હતા, અને મય દાનાના સ્થપતિ હતા. યુધિષ્ઠિર રાજાના વિચિત્ર સભાગૃહની રચના માટે કરી આપેલી તે મહાભારતમાં ઉલ્લેખ છે. દાનની નગરી પણ તેમણે બાંધેલી. માનસાર ગ્રંથમાં ઉલ્લેખ છે કે બ્રહ્માના ચાર મુખમાંથી શિલ્પીએ ઉદ્દભવ્યા. તેમાં દક્ષિણ મુખમાંથી મય ઉદ્દભવ્યા. બૃહદ્ સંહિતામાં પ્રાસાદ વિષયમાં તેમજ વજલેપ બાબતમાં મયના મતને પ્રમાણ રૂપે સ્વીકાર્યો છે. તેથી જણાય છે કે મયના વાસ્તુશાસ્ત્ર પરના ગ્રંથ છઠ્ઠી સદી અગાઉના રચેલા છે. તેમનો મામલજૂ નામે ગ્રંથ છે. મયના દ્રવિડ શિપ પરના ગ્રંથોમાં ઉલ્લેખ છે કે અન્ય દેવે અને ઋષિમુનિઓ આગળ ઉચ્ચારેલી બ્રહ્માની વાણી મયે એકત્રિત કરી. મયચિત નીચેના ગ્રંથ છે.
(૧) મયમાં (ર) વાસ્તુશાસા (૩) મયવાસ્તુ (૩) વાસ્તુશાસ્ત્ર (૪) મશિલ્પશાસ્ત્ર.
લેકિત છે કે હજાર વર્ષ પહેલા મય શિલ્પી અને તેને શિલ્પી સમુદાય સમુદ્રપાર (પાતાળભૂમિ) (અમેરિકા) તરફ જઈ વર્તમાન મેકસીકે પ્રદેશમાં વસ્ય. હાલમાં તેઓ અન્ય પ્રજાથી ભિન્ન એવી “માયા” નામથી ઓળખાય છે. તેઓના રીતરિવાજ, ધર્મ અને ધર્મમંદિરે પૃથક્ છે. અમેરીકાની ઈજનેરી કળામાં કુશળમાં કુશળ મેકસીકનો ગણાય છે. એ સર્વ મયના વંશ જ મનાય છે. ત્યાં મયનું અપભ્રંશ “માયા” થયેલું લાગે છે. કેમકે મુખ્ય પુરુષના નામ પરથી જ જાતિ ઓળખાય છે.
૩ નગ્નજિત-તે પણ દ્રવિડ શિલ્પના આચાર્ય હતા. વરાહમિહિર નગ્નજિતના વાને પ્રમાણ તરીકે ટાંકે છે. વળી નગ્નજિત નામના એક સ્થાપત્યપ્રિય રાજા પણ થઈ ગયા, જેમણે ચિત્રલક્ષણ” નામે ગ્રંથ રચ્યો છે. પૃથ્વી પર પ્રથમ ચિત્રની ઉત્પતિ સાથે નગ્નજિતનું નામ જોડાયેલું છે. આ નગ્નજિતને “ચિત્રલક્ષણ ગ્રંથ ભારતમાં દુઃપ્રાપ્ય છે, પરંતુ તિબેટન ભાષામાં તેનું ભાષાંતર થયેલું છે. તે પરથી તેનું જર્મન ભાષાંતર થયું છે. તે ગ્રંથના પ્રારંભિક બે અધ્યાયમાં નગ્નજિતે નામ સાથે ચિત્રવિદ્યાની વાર્તા આપેલી છે. તેમાં બ્રહ્માએ નગ્નજિતને કહ્યું કે તમે દેવી શિ૯પી વિશ્વકર્મા પાસે જાઓ. તે તમને ચિત્રવિદ્યા કળાનું શિક્ષણ આપશે.
શિલ્પી નગ્નજિત ઋવેદકાલીન દ્રાવિડ વાસ્તુવિદ્યાના આચાર્ય હતા. શતપથ બ્રાહ્મણમાં રાજન્ય નગ્નજિતના વાસ્તુ સિદ્ધાંતનું ખંડન કરેલું છે. તે નારદના શિષ્ય હતા એ પણ ઉલ્લેખ છે.
૪ વસિષ્ઠ-બ્રહ્માના પ્રાણમાંથી પ્રસિદ્ધ ઋષિ વસિષ્ઠને જન્મ થયેલ. તેમના પત્નિ મહાસતી અરૂંધતી હતાં. સપ્તર્ષિ તેમના પુત્રો છે આમ તેમનું કુટુંબ,