________________
વિસ્મયકારી રચના તેમણે કરી તથા તેને પશુપક્ષીના ચિત્રોથી અલંકૃત કર્યો હતે. તેમજ ભારત નાટ્યશાસ્ત્રને અનુરૂપ નાટ્યગૃહ તેમણે ત્વરિન બાંધી આપ્યું હતું. અનેક વાસ્તુશાસ્ત્રના ગ્રંથની તેમણે રચના કરી છે.
જૈનગ્રંથોમાં પાંડવોની રાજમહેલસભાની રચના “ અર્જુનના મિત્ર મણિચુડ વિદ્યાધરે” કરી હતી એવો ઉલ્લેખ છે. “વિદ્યાના બળવડે ઈન્દ્રની સભા જેવી નવીન સભા રચી. તેમાં મણિમય સ્તંભે ઉભા કર્યા હતાં. સ્ત્રીના ચરિત્રની જેમ રત્નની ક્રાંતિથી ભૂમિ (જમીનતળ) અનેક વર્ણવાળી જણાતી હતી. દેવેને પ્રિય અપ્સરાના જેવી રત્નમય-પુતળીઓ બનાવી હતી, ભીંતે બુદ્ધના મતની પેઠે ક્ષણમાં દેખાય અને ક્ષણમાં ન દેખાય તેવી બનાવી હતી. એવી સભા રચીને સુવર્ણના સિંહાસન પર યુધિષ્ઠિરને બેસાડી મણિર્ડ વિદ્યાધરે પિતાની મિત્રતા સફળ કરી હતી” આથી જણાય છે કે જેનામાં વિશ્વકર્માને મણિચૂડ વિદ્યાધર તરીકે ઓળખાવ્યા છે.
જૈનગ્રંથના કથન મુજબ ચક્રવર્તિ રાજા પાસે ચૌદ રત્નો હોય છે, તેમાં શિલ્પી, તિષી, રત્ન, બર્ગ, સ્ત્રી આદિ રને હોય છે. આ ચક્રવર્તિ રાજા ઈરછા થાય ત્યારે વર્ધકીરત્નશિલ્પીને આજ્ઞા કરી ત્વરિત રચના તૈયાર કરાવતા હતા. આ વર્ધકી રત્ન-વિશ્વકર્મા રૂપ હતા.
છઠ્ઠ મનુ ચાક્ષસના વંશમાં વિશ્વકર્મા અવતરેલા એવું વિધાન છે. છતાં વિશ્વકર્મા ક્યા યુગમાં થયા તે પ્રશ્ન છે. પરંતુ પ્રત્યેક યુગમાં પિતે હતા અગર તેમના અંશસ્વરૂપ પ્રત્યેક યુગમાં વાસ્તુશાસ્ત્રના નિષ્ણાત વિશ્વકર્માના નામે ઓળખાતા હતા. હાલ પણ દ્રવિડમાં સેમપુરા જેવા બ્રાહ્મણ જાતિના શિલ્પીઓ વિશ્વકર્મા તરીકે ઓળખાય છે. તેવી જ રીતે ઉડીયા (ઓરીસ્સા)માં મહાપાત્ર શિ૯પીએ પિતાને વિશ્વકર્મા સ્વરૂપ માને છે. શિલ્પના ગહન જ્ઞાનવાન પુરુષ વિશ્વકર્મા સ્વરૂપ જ છે. તેથી તેમણે રચેલા ઉત્તમ વાસ્તુશાસ્ત્રના ગ્રંથે પણ વિશ્વકર્માના જ ગણાયા છે.
પાશ્ચાત્ય વિદ્વાન ડો. એચ. કેન કહે છે કે ઈવી. છઠ્ઠી સદીના પ્રારંભમાં વરાહમિહિરને પ્રખ્યાત યુગમાં વિશ્વકર્માની હૈયાતી હતી. પણ કેનની આ માત્ર ભ્રમણા જ છે. વિશ્વકર્મા તે યુગે યુગે થયા છે.
વિશ્વકર્માના માનસ ચાર પુત્રો જય, મય, સિધ્ધાર્થ અને અપરાજિત નામે હતા. કેઈ ગ્રંથમાં સિદ્ધાર્થના બદલે ત્વષ્ટાનું નામ આવે છે. સિદ્ધાર્થ (ત્વષ્ટા) એ લેહકર્મ-યંત્રકર્મમાં કુશળતા મેળવી હતી. બાકીના ત્રણ પુત્રો (શિ)એ વિશ્વકર્મા પાસેથી પ્રશ્નો પૂછીને વિદ્યા સંપાદન કરી હતી, તેથી લગભગ બધા શિલ્પગ્રંથના ગુરૂ વિશ્વકર્મા અને શિષ્ય વચ્ચેના સંવાદરૂપે જ મળે છે. સેમપુરા, દ્રવીડી અને ઉડીયાના શિલ્પીઓના વૃતાંત પરથી જણાય છે કે વિશ્વકર્મા શબ્દ શિપનું એક વિશેષણ જ હતું, જેને અર્થ આજના એંજીનીયર થાય છે.