________________
પુરણમાં આપેલા સ્થાપત્ય વર્ણનમાં ત્રણ મુખ્ય શિલ્પવિશારદના નામે મળે છે. (૧) વિશ્વકર્મા (૨) મય (૩) પુરોચન; જેમની અલૌકિક શક્તિના વર્ણન તથા દેવાસુર યુદ્ધના માટેના તેમના રચેલા ર તથા અસ્ત્રશસ્ત્રના નામ આપેલાં છે. “મનુષ્યાલય ચંદ્રિકામાં વિશ્વકર્મા અને કુમારના નામે આપેલાં છે. ગર્ગ, પરાશર, નારદ, વસિષ્ઠ અને અત્રિ એ પાંચેની સંહિતા વર્તમાનકાળમાં મળે છે. તેમાં તિષ સાથે શિલ્પની પણ ઓછીવત્તી ચર્ચા આપી છે. ઉપરોક્ત વાસ્તુ શાસ્ત્રના ગ્રંથકર્તા ઋષિમુનિઓને યથાશય પરિચય નીચે આપે છે –
૧. વિશ્વકર્મા :- રામાયણ મહાભારતમાં અને પુરાણોમાં વિશ્વકર્માનું નામ દેવાના શિલ્પી તરીકેના ઉલ્લેખમાં આપ્યું છે. વાસ્તુશાસ્ત્રના સાહિત્યમાં પ્રથમ સૌથી વધુ પ્રસિદ્ધ વિશ્વકર્માનું નામ છે. સ્કંધપુરાણનાં પ્રભાસખંડમાં ઉલ્લેખ છે કે અષ્ટવસુમાં પ્રભાસના પુત્ર વિશ્વકર્મા થયા. જે ભૃગુઋષિની બહેનના પુત્ર હતા. તેમણે મામા પાસેથી શિક્ષણ લીધું -પ્રભાસક્ષેત્રમાં પ્રભાસ અને તેના પુત્ર અર્થાત્ વિશ્વકર્મા (પ્રભાસવાસી સોમપુરા શિ૯પી) થયા. આમ સોમપુરા શિલ્પી વિશ્વકર્માની પુરાશૈક્ત ઉત્પતિ ગણી શકાય.
વિશ્વકર્મા પ્રકાશમાં પ્રારંભમાં કહ્યું છે કે શિવે પ્રાચીન વાસ્તુશાસ્ત્ર પરાશર ઋષિને શિખવ્યું. તેમણે બ્રહદ્રથને, બ્રહદ્રથે વિશ્વકર્માને અને વિશ્વકર્માએ જગતના કલ્યાણાર્થે લોકોમાં તે પ્રવર્તાવ્યું છે. ( અન્ય ગ્રંમાં આ શાસ્ત્ર શિવને બદલે ગળે પરાશરને શિખવ્યાનો ઉલ્લેખ છે). વિશ્વકર્મા વિશ્વકર્તા પ્રજાપતિ-બ્રહ્મા, શિલ્પશાસ્ત્રોના કર્તા વિશ્વકર્મા અને લોકવાર્તાના વિશ્વકર્મા એ ત્રણે ભિન્ન છે. કેટલાક વિદ્વાને નિઃસંદેહ માને છે કે ગુપ્તકાળ પહેલાં વાસ્તુશાસ્ત્રના રચનારા વિશ્વકર્મા નામે એક વિદ્વાન પુરુષ હતા. તેમના નિરૂપેલા સિદ્ધાંતે ઘણા લોકપ્રિય થયેલા. તેથી આયશાસ્ત્રોમાં તેમને વિષે અનેક વાર્તાઓ મળે છે. આ શિલ્પીઓ વિધકર્માનું પૂજન કરે છે. હેમાદ્રીએ તેનું મૂર્તિ સ્વરૂપ આપેલ છે. સ્કંધ પુરાણમાં ઉલ્લેખ છે કે વિશ્વકર્મા પ્રભાસના પુત્ર મહાન શિલ્પી સ્થપિતિ તેમજ પ્રજાપતિ હતા. અગ્નિપુરાણે વિશ્વકર્માને અનેક મનુષ્યને આજીવિકા દેનારા હજારે શિલ્પકળાના સર્જક તરીકે ઓળખાવ્યા છે. ગરૂડપુરાણમાં તેમને દેવાના પ્રખ્યાત શિલપી કહ્યા છે. મહાભારત અને રામાયણના મહાકાવ્યોમાં તેમના ઉલ્લેખ ઘણા ઘણા મળે છે. તેમણે વિસ્મયકારી કળાયુક્ત રાજપ્રાસાદે બાંધ્યા, દેને યુદ્ધના અસ્ત્રશસ્ત્ર, થે અને વિમાન બનાવી આપ્યાં હતા. દેવેના આ સૂત્રધારે લોકકલ્યાણને સારૂ જ પૃથ્વી પર વાસ્તુશાસ્ત્રની રચના કરી છે. વિશ્વકર્મા બ્રહ્માના અવતારરૂપ પણ મનાય છે. તેમને ઉગમ બ્રહ્માના મુખથકી થયે એવું “માતા ” ગ્રંથનું વિધાન છે. સુવર્ણની લંકા અને શ્રીકૃષ્ણની દ્વારિકાની રચના તેમણે કરી આપી હતી. સૂર્ય, કુબેર, ઇન્દ્ર તથા અગત્યને તેમણે જ ભવને બાંધી આપ્યાં હતા. બ્રહ્માને સારુ પુષ્પક રથ પણ તેમણે જ બનાવી આપે હતો. હિમાલયની વિનંતિથી સભાગૃહની