________________
भृगुरवि सिष्ठश्च विश्वकर्मा भयस्तथा । नारदो नग्नजिच्चैव विशालाक्षः पुरंदरः ।। १ ।। ब्रह्मा कुमारी नंदीश: शौनका गर्ग एव च। वासुदेवोऽनिरुद्धश्च तथा शुक्रबहस्यती ॥२॥
અાશરે વિચાર રિસ્પોરાઃ . ૧ ભૂગુ, ૨ અત્રિ, ૩ વસિષ્ઠ, ૪ વિશ્વકર્મા, ૫ મય, ૬ નારદ, ૭ નગ્નજિત, ૮ વિશાલાક્ષ, ૯ પુરંદર, ૧૦ બ્રહ્મા, ૧૧ કુમાર, ૧૨ નંદીશ, ૧૩ શૌનક, ૧૪ ગર્ગ, ૧૫ વાસુદેવ, ૧૬ અનિરુદ્ધ, ૧૭ શુક, અને ૧૮ બ્રહસ્પતિ એ શિલ્પશાસ્ત્રના વિખ્યાત અઢાર આચાર્યા હતા.
બૃહદ સંહિતાદિ ગ્રંથમાં આ ઉપરાંત બીજા સાત વધુ-મનુ, પરાશર, કાશ્યપ, ભારદ્વાજ, પ્રહાદ, અગસ્ત્ર અને માકડેયના નામ પણ આપ્યાં છે.
ઉપરના અઢારે ઋષિમુનિઓ વાસ્તુશાસ્ત્રના ઉપદેશક અને આચાર્યો હતા. તેઓના લખેલા ગ્રંથે પ્રાપ્ત થતા નથી. પણ એ ગ્રંથના કઈ છૂટક અધ્યાય મળે છે, અગર અન્ય શિ૯પગ્રંથમાં આ આચાર્યોના મતના અવતરણુ આપેલાં છે,
અગ્નિપુરાણ (, ૩હ્માં) લોકાખ્યાયિકામાં આવતા શિલ્પશાસ્ત્ર પરના નીચેના ૨૫ ગ્રંથની નોંધ મળે છે. તે તંત્રગ્રંથ છે છતાં તેમાં શિલ્પશાસ્ત્રના ઘણા ઉલેખો છેઃ- (૧) પંચરાત્ર, (૨) સપ્તાત્ર, (૩) હયશીર્ષતંત્ર, (૪) ચેલેક્યુમેહનતંત્ર, (૫) વૈભવતંત્ર, (૬) ચૌથ્થરતંત્ર, (૭) નારદીયતંત્ર, (૮) શાંડિલ્યતંત્ર, (૯) વૈશ્યકતંત્ર, (૧૦) શૌનકતંત્ર, (૧૧) જ્ઞાનસાગર, (વાસિષ્ઠ) તંત્ર, (૧૨) પ્રલ્હાદતત્ર, (૧૩) ગાગૃતંત્ર, (૧૪) ગાલવતંત્ર, (૧૫) સ્વાયંભુવતંત્ર, (૧૬) કપિલતંત્ર, (૧૭) તાક્ષતંત્ર, (૧૮) નારદીયતંત્ર, (૨) (૧૯) આત્રેયતંત્ર, (ર૦) નારસિંહ તંત્ર, (૨૧) આનંદતંત્ર, (૨૨) આરૂણતંત્ર, (ર૩) બધાયનતંત્ર, (૨૪) આર્થતંત્ર, (૨૫) વિકત તંત્ર.
ઉપરાંત આ અઢારે પ્રસિદ્ધ સ્મૃતિ કાર આચાર્યોના રચેલા સંહિતાગ્રંમાં પણ શિલ્પના ઉલ્લેખો છે, ઉપર આપેલા ૨૫ ગ્રંથેના નામ પરથી જ સિદ્ધ થાય છે કે નારદ, શાંડિલ્ય, શૌનક, વસિષ્ઠ, અલ્હાદ, ગગ, ગાલવ, સ્વાયંભુવ, કપિલ, અત્રિ, નૃસિંહ તથા વિશ્વકર્મા આ તંત્ર ગ્રંથ તથા શિલ્પગ્રંથના લેખક હતા. પણ કમભાગ્યે આમાંના કેટલાંયે ગ્રંથ ઉપલબ્ધ નથી. પણ મધ્યયુગના શિ૯૫ગ્રંથકારેએ આ પ્રસિદ્ધ ઋષિમુનિઓના મતદર્શક પ્રમાણ આપેલાં છે.
દા. ત. બૃહત્સંહિતામાં શિલ્પાચાર્ય વરાહમિહિરે ગગને મત પ્રમાણ રૂપે આપેલ છે. વળી મય, નગ્નજિત અને વસિષ્ઠના નામે પણ તેમાં આપ્યાં છે.