________________
राजलिङ्गाधिकार अ. १३ शानप्रकाश दीपाव ઘટિત રાજલિંગની પહોળાઈ બ્રહ્મભાગ, વિષ્ણુભાગ અને શંકરભાગની ત્રણેની જે સરખી હોય તે તેનું નામ સર્વસમ જાણવું. અને તે ધનધાન્યની પ્રાપ્તિ કરાવે છે. (ચોવીશ ભાગ લિંગની ઉંચાઈમાં અને પહેલાઈમાં બ્રહ્મા, વિષ્ણુ, શિવના આઠ આઠ ભાગ રાખવા.) ૨૭
हीनाधिक्यौ न कर्त्तव्यौ भागौ ब्रह्मत्रिलोचने ।
उच्छूयेऽपि च लिङ्गानां न न्यूनो नाधिको हरिः ॥ २८ ॥ લિંગની ઉંચાઈના કહેલા ભાગથી બ્રહ્મા, શિવના ભાગો ઓછા કે વધારે કરવા નહિ. ઉંચાઈમાં પણ નાના કે મોટા ભાગ વિષ્ણુના ન કરવા. ૨૮ માનુષલિંગ દશ ભેદ (ગ્રન્થાન્તરે –
समलिङ्ग वर्धमान शैवाधिक च स्वस्तिकम् । सर्वदेशिकलिङ्ग च त्रैराशिक सहस्रकम् ॥ २९ ॥ धारालिङ्ग च शैवेष्टय मुखलिङ्गमुदाहृतम् ।
लिङ्गं च दशभेदं स्यान्मानुष तत् प्रकीर्तितम् ॥ ३० ॥ રાજલિંગ, ઘટિતલિંગ=માનુષલિંગના દશ ભેદ (પ્રકાર) કહે છે. ૧ સમલિંગ, ૨ વર્ધમાન, ૩ શિવાધિક, ૪ સ્વસ્તિક, પ સર્વદેશિક લિંગ, ૬ વૈરાશિક લિંગ, ૭ સહસકલિંગ, ૮ ધારાલિંગ, ૯ શિષ્ટલિંગ, ૧૦ મુખલિંગ. એ રીતે માનુષ (ઘટિત) લિંગના દશ ભેદ જાણવા. તેનું વિવરણ નીચે આપે છે. ૨×૩૦ (૧) સમલિંગ
लिङ्गायामे त्रिभागे तु एकांश चतुरस्रकम् ।
मध्ये व्योम तु वस्वत्रं वृत्तं चाप्येकमंशकम् ॥ ३१ ॥ લિંગની લંબાઈના ત્રણ ભાગ કરવા. તેમાં નીચેને એક ભાગ ચારસ (બ્રહ્મભાગ), વચલો અાંશને એક ભાગ વિષ્ણુભાગ, અને પૂજાભાગ, ગોળ પણ એક ભાગ એ રીતે વિપ્રપૂજ્ય સમલિંગ જાણવું ઇતિ સમલિંગ. ૩૧ (૨) વર્ધમાન લિંગ
भानुद्वचशे तथायामे सप्तांशे चतुरस्रकम् । अष्टास्रमष्टभागेन नवांशे वृत्तमुच्यते ॥ ३२ ॥