________________
૧૭૮
कूर्मशिलाधिकार अ. १२ ज्ञानप्रकाश दीपाव જ્યાં ચાર દિશાઓ અને મધ્યમાં એમ પાંચ શિલા સ્થાપન કરવાની હોય ત્યાં-તે પાંચ શિલાના-૧ નંદા, ૨ ભદ્રા, ૩ જયા, ૪ રિક્તા, અને ૨ મધ્યની પૂર્ણ –એમ પાંચ નામે જાણવાં. તેની નીચે અનુક્રમે સ્થાપન કરવાના પાંચ કળશનાં નામ પદ્મ, મહાપ, શંખ, મકર અને કચ્છ જાણવાં. ૧૨
ખોદાવી પુરે છે. આમ કરવાને મુખ્ય ઉદ્દેશ તે વ્યશોધનનો છે. પાસાદના પાયા સળંગ ખાદવાના હોય છે. પણ બદત જે કૃત્રિમ અશુદ્ધ ભૂમિ પુરેલી જેવી નીકળે તે બધે ભાગ કઢાવી નાંખવામાં આવે છે. શિલ્પ શાસ્ત્રનો હેતુ ભૂમિશુદ્ધિ અને ઉપરના ભારે વજનનું દઢપણું જોવાનો હોય છે. પાયે કેટલે લો લેવો તે વિષે વાસ્તુરાજ કહે છે, Tryત્ત નાબત વા વાત્ત ભૂમિ: વાલુકા કે જે દેશમાં પાષાણુ આવત હોય ત્યાં તેટલે બની શકે તે જળ સુધી, અગર ગુજરાત જેવા પ્રદેશમાં ગમે તેટલા ઉંડા જતાં પણ તી જ આવે, ત્યાં દશ બાર કે પંદર ફુટ ઉંડા રેતીમાં પાવા લેવા. અગર મોરમ જેવી સાધારણ કઠણભૂમિ આવે ત્યાં સુધી ખેદી શિલારોપણ વિધિ કરવામાં આવે છે. પાયા માટે શલ્યધન કરવાની અત્યંત આવશ્યકતા છે. શિવાસ્થાપનવિધિ શિલ્પિઓ આ રીતે કરે છે. પાયાગત માં યજમાન, શિરિષ તથા આચાર્ય પૂજાદ્રવ્ય સાથે ઉતરી ગોમુત્રાદિથી સિંચન કરી પંચગવ્યથી અને પંચામૃતથી અબીલ, ગુલાલ, કંકુ, કેસર, ધૂપ દીપાદિથી વિધિસર ભૂમિનું પાન કરી ભૂમિની પ્રાર્થના કરી શિલારોપણ વિધિ કરે છે. મધ્યગર્ભમાં કુમશિલા અને અષ્ટદિશામાં આઠ શિલાઓ પ્રાસાદના બરાબર એસાર દબાય તે રીતે ઓસારની લાઈને ચાકથી દોરી રાખવામાં આવે છે. કૂર્મશિલાઓ અને અષ્ટશિલાઓ પધરાવવાનું જે સ્થાન નક્કી કરવામાં આવે ત્યાં એક નાને કળશ કુંભ મુકાય તેટલે ખાડે ખોદી મુકવામાં આવે છે. તે પહેલાં તે નાના ગર્તમાં ત્રાંબા કે ઉચ્ચધાતુને નાગ અને કાચબે મુકી તે પર કળશમાં પંચકવાય, પંચપકા, પંચગંધ, સપ્તધાન્ય, સર્વોષધિ, શ્રેષ્ઠવાતુ, કેડી ચણોઠી, નવનિધિના પ્રતિનિધિરૂપ પંચરત્નની પિટલી, ગંગાજળ કે પવિત્ર તીર્થજળ અગર ૧૦૮ કુવાનું પાણી કે ઓછા વધતું, શેવાળ, (પાણીની લીલ) સફેદ તદુર આદિ ભેડા ઘડા પ્રમાણસર કળશમાં પધરાવી (કળશ સામાન્ય રીતે ત્રાંબાનો હેય છે.) તેને ત્રાંબાનું ઢાંકણું બાંધો શિલાના ગલ' નીચે મુકી શિલા સ્થાપન મંત્રોચ્ચાર વિધિંથી ઉત્સાહથી કરે છે. ત્યાર પછી શિપિને વિશ્વકર્મા સ્વરૂપ માનીને તેનું પૂજન કરી સત્કાર કરવા માં આવે છે.
મધ્યની બરણી શિલા ઉપર ચાંદીને કૂર્મ સ્થાપિત કરી તે પર નાભિ નાળ (પાઈ૫) ઉમે કરવાની પ્રથા છે. આ નાભિના માટે શાસ્ત્રોકત પાઠ નહીં માનનારાઓ નાભિની નાળને દક્ષિણાત્ય પ્રથા માને છે. પરંતુ આપણા ઉત્તર : ભારતને શિપગ્રંથ વિશ્વકમાં પ્રકાશના છઠ્ઠા અધ્યાયમાં લિંગ સ્થાપનવિધિ કરતાં કહે છે
ब्रह्मसूत्रचतुष्के तु स्थाप्या कूर्मशिला ततः । तबमें विन्यसेत् कूर्म' सौवर्ण द्वादशमुखम् ।। १२० ॥