________________
कूर्मशिलाधिकार अ. १२ ज्ञानप्रकाश दीपाव પાંચ શિલા અને પાંચ નિધિ
नन्दा भद्रा जया रिक्ता पूर्णाख्या पंचमीशिला । अधः पद्मो महापः शंखो मकरकच्छपौ ॥ १२ ॥
પૂર્વના ક્રમથી લેવાની માન્યતા શિલ્પીઓના અમુક વર્બમાં પ્રવર્તે છે. સુત્રધાર વીરપાલે આ સ્પષ્ટીકરણ કપિત સ્વેચ્છાથી કર્યું હશે ? કે કેમ તે આપણે કહી શક્તા નથી. અન્ય કોઈ ગ્રંથોમાં વરપાલના મતનું સમર્થન મળતું નથી. આથી શિપીઓ આ બેઉ રીતને અનુસરે છે. અમારા વડીલે પૂર્વમાં લહેર રાખવાને માટે શ્રી વિશ્વકર્માના ક્ષીરાવના મતના સમર્થક હતા. વળી તેઓ જણાવતા કે પૂર્વમાં લહેર દ્વાર પાસે રાખવી, તે યજમાનને પણ ઐશ્વર્ય આપનાર છે. પરંતુ છિંક-ચકુન શાસ્ત્ર પ્રમાણે ગમે તે મુખ દિશાને પ્રાસાદ હોય તેને પૂર્વમાની કાર સામે લહેર રાખવાનું જણાવતા. આ પણું એક વિચાર ણીય પ્રશ્ન છે. આ વિષયમાં ક મત સ્વીકારવો, તે જયાં સુધી પ્રાચીન ગ્રંથોમાં વધુ સ્પષ્ટ પ્રમાણે ન મળે ત્યાં સુધી શિલ્પીઓને એકાદ મત પ્રમાણે ચાલવાનું રહે છે. આવાં આવો દષ્ટીતમાં શાસ્ત્રારાની અવગણના લેખાય નહિ.
સેમપુરા શિપિઓમાં ફરતી અણ શલામાં જે તે દિશાના દિફપાલના એકેક આયુધનાં ચિહ્નો કરવાની પ્રથા છે. જો કે તે અશાસ્ત્રીય તે નથી જ. તેમજ તે શિલાને જે તે દિશાના દિગ્યાના કહેલાં વર્ણ પ્રમાણેનાં વસ્ત્રથી આચાદિત કરી સ્થાપન કરવામાં આવે છે. વસ્ત્ર લપેટતાં પહેલાં તે શિલાઓનું વિધિથી સ્નાન પૂજનાદિ કરવામાં
આવે છે. પૂર્વની શિલામાં વજ, અગ્નિમાં સર, (હેમ કરવાને) દક્ષિણમાં દંડ, નિયમાં ખડગ, પશ્ચિમમાં પાશ, વાયવ્યમાં વજા, ઉત્તરમાં ગદા, અને ઈશાન કોણમાં ત્રિશલ એમ ચિહ્નો અશિલામાં કોતરવામાં આવે છે.
ખાત મુહૂત અને શિલારોપણ વિધિ એ બંને વિધિ પૃથક પૃથફ છે. તેનું સ્પષ્ટીકરણ કરવું આવશ્યક છે. ખનન એટલે ખાત અને તે દવાની ક્રિયાને પ્રારંભ. તે પહેલાં પ્રાસાદનું આખું તળદર્શન ભૂમિ પર કરે છે. તેને શિદિપ ભૂમિ ત્રેવડવાના નામથી સંબંધે છે. ખનન મુહૂર્તમાં પૃથ્વી સૂતી બેઠી જઈ સારે શુભ દિવસ જુએ છે. અને તે પછી દાણુની ઉંડાઈ; જમીનની દઢતાના પ્રમાણ જેટલું સમયનું અંતર રાખી શિલાન્યાસનું બીજું મુહૂર્ત કરે છે.
એક ગર્ભગૃહના પ્રાસાદનું વિધાન છે. પરંતુ અઢારમી સદીથી ત્રણ ગર્ભગૃહની પ્રથા જૈનેમાં પ્રચલિત થઇ. વધુ, પ્રભુજીને વિસ્તાર પધરાવવાના ઉદ્દેશથી થઈ. આવા વખતે ખાત મુહૂર્નાદિ વચલા મળપ્રાસાદને અનુલક્ષીને જ કરવામાં આવે છે. પ્રાસાદ ગર્ભગ્રહને ઉપાંગો સાથે આખો ભાગ સળંગ ખોદવાનું મજબૂતીના કારણે કરવામાં આવે છે તે યોગ્ય છે. કાવડમાં એસાર પુરતા જ પાયા ખાદી શિલારોપણ કરવાની વિધિને કથા કહે છે,
આપણુ ગુજરાત સૌરાષ્ટ્રમાં ગર્ભગૃહ સિવાયના મંડપ ચોકીના પાયા પહોળા એસાર પુરતા બેદી પુરે છે. કેટલાક શિદિપ મંડપ ચોકીના પાયા સળંગ ભાગ