________________
અને હકીક્ત પૂછી. પૃથુએ બ્રહ્માજીને પ્રાર્થના કરી “હે જગન્નાથ! આપે મને જગતને સ્વામી બનાવ્યો. પૃથ્વી પર તે ખાડા, ટેકરા-પર્વતાદિ છે. તેથી વર્ણાશ્રમ ધર્મને યોગ્ય લોકોના વાસ માટે સમતલ પૃથ્વી બનાવ્યા વિના કેમ ચાલે?” મહારાજા પૃથુનું આ નિવેદન શ્રવણ કરીને બન્નેને નિર્ભય બનાવતાં બ્રહ્માજી બોલ્યા, “હે મહીપાલ ! આ૫ મહી–પૃથ્વીનું વિધિવત્ પાલન કરે તે જ આ પૃથ્વી નિઃસંદેહ નિષ્પાપ બની તમારી તેમજ સમસ્ત પ્રાણિજાતિના ઉપાયને બનશે. તમારાં સ્થાનાદિ મનોરમ છે. માટે તમે સર્વ સિદ્ધિના પ્રવર્તક ભગુના ભાણેજ પ્રભાસના પુત્ર આ વિશ્વકર્માનું બહુમાન કરીને તેની સેવા સંપાદન કરો. તે બૃહસ્પતિ જેવા પ્રખર બુદ્ધિમાન છે. તેણે સ્વર્ગપતિ ઈન્દ્રની રાજધાની દેવપુરીનું નિર્માણ કર્યું છે અને ભારે ખ્યાતિ મેળવી છે. તેઓ તમારા રાજ્યમાં પુર-ગ્રામનગરે વસાવશે. જેથી આ પૃથ્વી સ્વર્ગ સમાન વસવા ગ્ય બનશે. માટે હે વત્સ! તમે જાવ, તમારું કાર્ય કરે અને તે પૃથ્વી ! તું પણ ભય છેડીને રાજા પૃથુની પ્રિયંકર બન. અને વિશ્વકર્મા ! તમે પણ મહારાજા પૃથુના પ્રિય ઈરછીત કાર્ય કરો.” આમ પૃથુ રાજાએ વિશ્વકર્માની સેવા સંપાદન કરી અને પૃથ્વીને શિલ૫ સ્થાપત્યથી અલંકૃત કરી.
સંહિતા તથા સ્મૃતિ ગ્રંથમાં સ્થાપત્ય વા: ચાપમષ્ટધા જ વિશિસ્તિતમ | धनुर्वेदश्च सप्तांगो ज्योतिष कमलालयात् ॥ समरांगणसूत्र. अ. ४४ ચતુર્વિધ સ્થાપત્ય, અષ્ટાદશ આયુર્વેદ તથા જ્યોતિષ એ સર્વ શાસ્ત્રના મૂળ પ્રવર્તક બ્રહ્માજી છે. ચતુર્વિધ સ્થાપત્યમાં (૧) પુરનિશાદિ (૨) ભવનનિર્માણાદિ, (૩) પ્રાસાદ વાસ્તુશાસ્ત્ર તથા (૪) જળાશયાદિ ગણાય છે.
વાસ્તુ વિદ્યા એ અથર્વવેદનું એક અંગ છે. જે વેદને આયુર્વેદ, અજુર્વેદને ધનુર્વેદ, સામવેદને ગંધર્વ વેદ તેજ અથર્વ વેદને ઉપવેદ વાસ્તુશાસ્ત્ર છે. શુક્રાચાર્ય કહે છેઃ
विद्याह्यनताश्च कलाः सख्या तु नैव शक्यते ।
_ विद्या मुख्याश्च द्वात्रिंशचतुः षष्टिकलास्मृताः ॥ १॥ અનંત વિદ્યા તથા અસંખ્ય કલાની ગણત્રી થઈ શકતી નથી. પરંતુ મુખ્ય વિદ્યા બત્રીશ છે અને મુખ્ય કળા ચિઠ છે. આ વિદ્યા તથા કળાની સામાન્ય વ્યાખ્યા આપતાં તેઓ કહે છે કે -
यद् यत्स्याद् वाचिक सम्यकर्म विद्याभिसंज्ञकम् । शक्ता मूकोऽपि यत्कर्तु कलासंझंतु तत्स्मृतम् ॥ २॥