________________
તે ચેકસ જણાતું નથી. રામાયણમાં દેવાલ-દિવ્ય વિગમંદિરનો ઉલ્લેખ છે. મહાભારતમાં પણ મહેલો તથા સભાગૃહના વિવિધ વર્ણનના શાબ્દિક ચિત્રો છે. અલબત્ત માનવ વિકાસની સાથોસાથ શિલ્પવિજ્ઞાનને પણ વિકાસ થતે ગયે છે. કેમકે સંસારમાં પ્રત્યેક પ્રાણીને પિતાને જન્મ થતાં જ ટાઢ-તડકે વર્ષોની પ્રાકૃતિક અગવડે સામે રક્ષાની જરૂર સમજાય છે. તેથી જ વાસ્તુવિદ્યાનો પ્રારંભ ધૂળરૂપે આદિકાળથી જ થયેલો ગણી શકાય. ભૂમિ પર વસનાર પ્રાણીઓના જમીન ખોદીને કરેલા દર અગર પક્ષીઓએ વૃક્ષ પર બાંધેલા માળાની માફક જ માનવીએ ઘાસની પર્ણકુટી બનાવી અગર પર્વતની ગુફાની શેધ કરી તેમાં વાસ કર્યો છે. આમ માનવ નિવાસના પ્રારંભ પછી સામુહિક વાસનું ગ્રામ સ્વરૂપ અને પછી નગરરૂપ બનેલું જોઈ શકાય છે. માનવ સભ્યતાના વિકાસ સાથે જ શિલ્પવિજ્ઞાનનો વિકાસ ક્રમશઃ તે ગયો છે.
ભારતીય સ્થાપત્યોમાં કાટ-ઈટ યુગ પછી પાષાણને પ્રયોગ પહાડોમાં ગુફા કેતરવાની પ્રથાથી શરૂ થયે. દેશના પ્રત્યેક ભાગમાં ગુફા છેતરી શકાય તેવી ગિરિમાળાઓ છે. પ્રથમ ગુફાને સાદા રૂપમાં અને પછી ઘાટ-નકશીથી અલંકૃત કરવા લાગ્યા. આમાંની કેટલીક ગુફાઓની છત કાષ્ટની પ્રતિકૃતિરૂપ છે. તે પરથી લાગે છે કે આ કળા કાષ્ટ પરથી પાષાણુમાં ઉતરેલી છે. આવી કળામય ગુફાઓની છત તથા દિવાલ પર પૌરાણિક ધાર્મિક પ્રસંગે નમુનેદાર મૂર્તિઓ સાથે આળેખ્યા છે, જે કામ બેથી અઢી હજાર વર્ષ પૂર્વેથી માંડી આઠમી સદી સુધી ચાલેલું જણાય છે, જેના દર્શન કરતાં આજ પણ કળાકાર તાજુબ થાય છે. અને પરદેશીએ તેના ચિત્રો લઈ ધન્ય બને છે. આમ આ ગુફાઓ કોતરવાની પ્રથા પછી વિવિધ પાષાણના વિભાગો વડે દેવાલ રચવાની પ્રથા શરૂ થઈ છે. સપાટ જમીન પર આવું ઈસ્વી ૪૫૦ લગભગ બાંધેલું દેવાલય સાંચી પાસે મળે છે. સ્થાયી સ્થાપત્યના પ્રાથમિક સ્વરૂપે જોવામાં આવતી મુખ્ય ગુફાઓમાં મહાબલિપુરમ્, કાર્લો, ધારાપુરી, નાસીક, ભજ, અજન્તા, ઈલેરા, તેમજ બિહાર એરીસામાં ઉદયગિરિ, અંડગિરિ ઈ ગુફાઓ દર્શનીય છે. જયાં શિલ્પીઓએ જડ પાષણને સજીવરૂપ આપી પુરાણના કાવ્યને હૂબહૂ દેખાડયું છે, જેનું દર્શન કરી ગુણ પ્રેક્ષકો શિલ્પીની સજક શકિતની પ્રશંસા કરતા ધરાવતા નથી. અહીં ટાંકણાના શિ૯પવડે તથા પીછીના ચિત્ર વડે આ શિપીએ અમર ઉતઓ સરજી ગયા છે. અખંડ પહાડમાંથી કતરેલી ઇલારાની કાવ્યમય વિશાળ મંદિરની રચના તો શિપીની અભુત ચાતુર્યકળાને અજોડ નમુને છે.
શિલ્યના ઉદ્દભવ અંગે વાસ્તુથોની પિરાણિક વાતેમાં એક મનોરંજક કથા છે. જે અપરાજિત સૂત્રસંતાન (અધ્યાય ૩ર) માં સંક્ષિપ્ત રૂપે અને સમરાંગણ સૂત્રધારમાં સવિસ્તર આપેલી છે. પૃથુ રાજાના રાજભયથી ત્રસ્ત થયેલી પૃથ્વી સૃષ્ટિકર્તા બ્રહ્માજી પાસે ફરીયાદ કરવા ગઈ વેળા વિશ્વકર્મા ત્યાંજ બેઠા હતા. પૃથ્વીએ પિતાના પર થતા ત્રાસનું નિવેદન કર્યું. તેથી બ્રહ્માજીએ રાજા પૃથુને બોલાવ્યા