________________
શબ્દને સૌ પ્રથમ ઉલેખ બ્રાહ્મણ ગ્રંથમાં થયો છે. મૂર્તિપૂજાને પ્રારંભ પણ વેદિક બ્રાહ્મણ યુગમાં જ થાય છે. અલબત સગવેદ કે બ્રાહ્મણ ગ્રંથમાં વાસ્તુવિદ્યાં પર જુદા સ્વતંત્ર અધ્યાય મળતા નથી. છતાં આ વિદ્યાની નોંધ એકત્ર થઈ શકે તેમ છે. સૂત્રમાં ભારતમાં વિકસેલી વાસ્તુવિદ્યાના ઘણા સિધ્ધાંત મળે છે. સામવેદના ગૃહ્યસૂત્રો-ગોભીલમાં વાસ્તુવિદ્યાના સિધાતે આપ્યા છે. ઘરનું સ્થાન તથા તે પરથી ઘરધણીને ભાગ્યેાદય ઈ વસ્તુના વર્ણન છે. બળ-કીર્તિ વાંછનારે ઘરનું દ્વાર પૂર્વમાં, સંતાન તથા પશુધનની ઈચ્છાવાળાઓ દ્વારા ઉત્તરમાં, તેમજ શ્રેયની ઈચ્છાવાળાએ દ્વાર પશ્ચિમમાં મૂકવાનું વિધાન છે. તેમજ ઘર ફરતાં રેપવામાં વૃક્ષોના સ્થાનનું પણ સૂચન છે. પીપળે કે આસોપાલવ પૂર્વમાં, ઉંબરો ઉત્તરમાં, ન્યાધ પશ્ચિમમાં કદી ન રોપવાં. વળી પૂર્વમાં ઈન્દ્રને, ઇશાનમાં વાયુને, વાયવ્યમાં યમને, રૂત્યમાં પિતૃને, પશ્ચિમમાં વરૂને, ઉત્તરમાં મને તથા પાતાલમાં વાસૂકીને બલિ દેવામાં વિધાન છે. ગૃહ્યસૂત્રમાં ગૃહારંભમાં કરવાની ધાર્મિક ક્રિયાના ત્રણ અધ્યાય આપ્યા છે, જેમાં ભૂમિને ભારે વંદનીય ગણી તેનું પૂજન-સ્તુતિ આપી છે. આશ્વાન ગૃહ્યસૂત્રમાં પણ વાસ્તુવિદ્યા પર ત્રણ અધ્યાય આપ્યા છે, જેમાં ખાડા ટેકરા તથા વક્ષરાજી જોઈને ભૂમિની પરીક્ષાનું વિધાન છે. એજ મુજબ માટીના રંગ તથા સ્વાદ પરથી પણ ભૂમિપરીક્ષા કરવા કહ્યું છે. સફેદ મીઠી માટીવાળી જમીન બ્રાહ્મણ માટે, લાલ માટીવાળી ભૂમિ ક્ષત્રિય માટે, અને પીળી માટીવાળી ભૂમિ પેશ્ય માટે ઉત્તમ ગણી છે. તેમજ જમીનના ચેરસ, લંબચોરસ અગર લંબગોળ તથા ગળ. આકાર પરથી પણ આ પરીક્ષા કરવા કહેલું છે. .
શિલ્પને ઉદગમ શિલ્પના ઉગમકાળના નિર્ણયને પ્રશ્ન વિવાદાસ્પદ છે. છતાં ઉપર નિર્દિષ્ટ કરેલા વેદિક તેમજ પુરાણ યુગના સાહિત્યમાંના ઉલ્લેખો પરથી તેનું કંઈક અંશે અનુમાન થઈ શકે છે. પ્રાચીન આર્યયુગમાં શિપકળા ઘણા સાદા રૂપમાં હતી. ઘાસ, વાંસ, કાષ્ટ કે માટી જેવા અલ્પજીવી પદાર્થોને આ ઋષિમુનિઓએ પર્ણકૂટીઓની રચનામાં ઉપયોગ કર્યો હતો. તેથી આ યુગનું નામ માલણ કે છાજણયુગ અપાય છે. તે પછી બીજો કોષ્ટ યુગ બેઠે. તેમાં લાકડું ઘડવાની કળા હસ્તગત કરી કાટ ઘડીને ઘરે બંધાયા. આ કાષ્ટયુગ ખૂબ લાંબો ચાલ્ય, જેનો વિકાસ થતાં કાષ્ટ ઉપર ઘાટ-નકસી કામ થવા માંડયું. આ કાષ્ટ યુગ પછી ભીની માટીના ચેસલાં પકવીને ઈટ બનાવવાની કળા હસ્તગત થઈ. કાષ્ટ દ્રવ્ય અલ્પજીવી હોવાના કારણે તેનાં કઈ અવશેષ અત્યારે મળતાં નથી. કાષ્ટ સાથે ભી તેમાં ઈને ઉપગ થતો ગયે. છતાં છાપરા, છત, પીઢીયા, બડેદ, પાટ, બારી-દરવાજામાં કાષ્ટ છૂટથી વપરાતું હતું, જેનો ઉલ્લેખ ઋગવેદ સાહિત્યમાં મળે છે. દ્રવિડ સંસ્કૃતિના પ્રાચીન સાહિત્યમાં પણ આવા ઉલ્લેખ છે. પ્રાચીન એતિહાસિક સાહિત્યમાં દેવાલયના ઉલ્લેખો મળે છે. પણ કયા યુગમાં તેનો કેવો આકાર હતા